Rathod Education

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! પાઠ - 15 // Sudamo Ditha ShreeKrishnaDeva re PAth -15


સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! પાઠ  
Sudamo Ditha ShreeKrishnaDeva re 

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! પાઠ   Sudamo Ditha ShreeKrishnaDeva re


1. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો :


પ્રશ્ન 1. તમને કેવો મિત્ર ગમે? શા માટે?
ઉત્તર : જેનામાં સાચો મિત્ર પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશાં મૈત્રી નિભાવી શકે છે અને સુખદુઃખમાં આપણી સાથે રહે છે. એ ક્યારેય દગો દેશે નહિ અને ભણવામાં પણ આપણને સાથ આપશે.

પ્રશ્ન 2. તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન-સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર :
મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એને મીઠો આવકાર આપવામાં આવે છે. એને પ્રેમથી ચા – પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.

પ્રશ્ન 3. શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દૃશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દશ્ય જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા. એમને હૈયા સરસા ચાંપ્યા.

એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરાં પરથી વરસાદનાં પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતાં હતાં. સુદામાએ શ્રીકૃષ્ણનાં આંસુ લૂછડ્યાં.

શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબીપાત્ર લઈ લીધું અને કહ્યું, “તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું. હવે મારા મહેલને પાવન કરો.”

પ્રશ્ન 4. શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળાખાટ પર સૂતા છે. તેમને આઠ પટરાણીઓ છે. એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાતજાતનાં વાજિંત્રો વાગે છે.

વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરી, શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રીકૃષ્ણને રીઝવે છે.

2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો :


(1) પિંગલ જટાને ભસ્મ …………………… સ્ત્રીએ તે વરિયો રે.
ઉત્તરઃ
કૃષ્ણની દ્વારિકાનગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે. એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઊડતાં એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. એણે શરીરે ભસ્મ ચોળી છે, સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી કૃશ થઈ ગયેલો દેખાય છે.

(2) આ હું ભોગવું ………………………બ્રાહ્મણનું પુણ્ય રે.
ઉત્તરઃ
સુદામા આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળમિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે. શ્રીકૃષ્ણ જતાં જતાં પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિસત્કાર કરવા માટે પૂજાથાળ તૈયાર કરો.

પટરાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે, “મારા આ બાળમિત્ર સુદામાના પુણ્યપ્રતાપથી જ હું આ રાજ્યસનનું સુખ ભોગવી રહ્યો છું.” એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રીકૃષ્ણના સુદામા પ્રત્યેનાં મંત્રી અને પૂજ્યભાવ વ્યક્ત કર્યા છે.

3. નીચેનાં વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દેશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો :


પ્રશ્ન 1. શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
ઉત્તરઃ
બુડબડ – રવાનુકારી – શ્રવણનો અનુભવ

પ્રશ્ન 2. વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
ઉત્તરઃ
ગણગણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ

પ્રશ્ન 3. મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
ઉત્તરઃ
બણબણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ

પ્રશ્ન 4. મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
ઉત્તરઃ
મઘમઘાટ – દ્વિરુક્ત – ગંધનો અનુભવ

પ્રશ્ન 5. તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે.
ઉત્તરઃ
ખદબદે – રવાનુકારી – શ્રવણનો અનુભવ


પ્રશ્ન 6. જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.
ઉત્તરઃ
તોડફોડ – દ્વિરુક્ત – શ્રવણનો અનુભવ

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! પ્રવૃત્તિ

પ્રશ્ન 1.
વિચારવિસ્તાર કરો :
મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય; પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.
ઉત્તરઃ
સુખમાં
ઢાલ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે; પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે. એ સિવાય એ પીઠ પાછળ પડી રહે છે. મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે, આપણને મદદરૂપ થાય.

માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્રો તો ઘણા મળી આવે છે. એમને સાચા મિત્રો કહી શકાય નહિ. જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર. આમ, આ પંક્તિઓમાંથી બોધ એ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ વિવેક રાખવો જોઈએ.

પ્રશ્ન 2.
પુસ્તકાલયમાંથી ‘સુદામાચરિત્ર’ મેળવીને ‘સુદામા-કૃષ્ણ’ના મિલનનો પ્રસંગ વર્ગમાં વાંચીને એ વિશે શિક્ષકની મદદથી ચર્ચા કરો.

ઉત્તરઃ
પુસ્તકાલયમાંથી “સુદામાચરિત્ર” મેળવીને “સુદામા – કૃષ્ણ’ના મિલનનો પ્રસંગ વર્ગમાં વાંચવો. વિદ્યાર્થીઓએ એ વિશે શિક્ષક સાથે ચર્ચા કરવી.

પ્રશ્ન 3.
આ કાવ્યને વાર્તાસ્વરૂપે લખો.

ઉત્તરઃ
“સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. વિદ્યાર્થીઓએ પાન નં. 65 – 68 પરથી આપેલી કાવ્ય – સમજૂતીને આધારે આ કાવ્યને વાર્તાસ્વરૂપે લખવી.



No comments

Powered by Blogger.