ધોરણ - 9 ગુજરાતી નુ સ્વાધ્યાય

 👉 કાવ્ય - 1 સાંજ સામે શામળિયો

                   સ્વાધ્યાય

[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) ગોવાલોમાં ગિરધર કેવો શોભી રહ્યાં છે ?

(A) હળધર જેવા

(B) [✓] તારામંડળમાં ચંદ્ર જેવા

(C) સોનામાં જડેલા હીરા જેવા

(D) ઉપરના (B) અને (C) બંને જેવા


(2) ‘હરી હળઘરનો વીરો’ એટલે ......

(A) ખેડૂતનો ભાઈ

(B) હાલ ધારણ કરનારમાં હીરો

(C) [✓] બલદેવજીના ભાઈ

(D) હરિએ વીરની માફક હળ ધારણ કર્યું છે


(3) ભગવાન શ્રીકૃષ્ણે ..........

(A) લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે.

(B) [✓] પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે.

(C) હાથમાં મોરપિચ્છ ધારણ કર્યું છે

(D) કાનમાં કુંડળ પહેર્યું નથી


(4) શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા .......

(A) દુઃખી દુઃખી થાય છે

(B) કલ્પાંત કરે છે

(C) ભાવમુક્ત બની ગયા છે

(D) [✓] હરખ પામી રહ્યાં છે.  


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) સાંજના સમયનું દ્રશ્ય કાવ્ય ના આધારે આલેખો.

જવાબ :    સાંજના સમયે શ્રીક્રુષ્ણની આગળ ગોધણ અને પાછળ ગોવાળોનું ટોળું છે. શ્રીકૃષ્ણે મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે.

(2) નરસિંહ મહેતા હરખાય છે, કારણકે ......

જવાબ :     નરસિંહ મહેતાના હ્રદયમાં શ્રીક્રુષ્ણ નું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તનમનથી શ્રી ક્રુષ્ણના મુખ પર વારી ગયા. ક્રુષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે.

[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) ક્રુષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે?

જવાબ :  સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીક્રુષ્ણનું રૂપ મોહ પમાડનારૂ છે. તેમણે મસ્તકપર મોરમુગટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનથી મહેકે છે. જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યાં છે. ક્રુષ્ણનું આ મનમોહક રૂપ કવિના હ્રદયમાં વસી ગયું છે. તેમને મળવા મન વેગથી દોડ્યું ક્રુષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યાં. આથી કવિ કહે છે કે ક્રુષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે.

(2) કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે?

જવાબ : સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યાં છે. શ્રી ક્રુષ્ણનું આ રૂપ કવિના હ્રદયમાં વાસી ગયુ છે. એટલે કે કવિના મનમાં શ્રીક્રુષ્ણ મોહ ઉપજાવે છે.




👉 પાઠ - 2 ચોરી અને પ્રાયશ્ચિત

સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઊપડતી નથી.

(A) પિતાજી મારશે તેવો ડર હતો

(B) પોલીસ પકડવા આવશે તેવો ભય હતો

(C) [✓] પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયે

(D) ગાંધીજી ભૂલ સ્વીકારવામાં માનતા ન હતા


(2) સોનાના કડામાંથી એક તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ ?

(A) કરજ ભરાતા મન શાંત થયું

(B) ઘરમાંથી સોનુ ગયાનો અફસોસ થયો

(C) [✓] ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.

(D) ભાઈ પ્રત્યે લાગણી જન્મી


(3) ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?

(A) કોઈનેય વાત ન કરવી

(B) [✓] જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ

(C) ખોટા રસ્તે જવું

(D) ખોટું કાર્ય વારંવાર ન કરવું


(4) બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી ?

(A) ધુમાડો કાઢવાની

(B) [✓] નોકરના પૈસા ચોરવાની

(C) વડીલોના દેખતાં બીડી પીવાની

(D) ધતુરાના ડોડવા ખાવાની


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ?

જવાબ :  ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યો પછી ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી.


[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) ‘ચોરી અને પ્રાયશ્ચિત’ પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો.

જવાબ :  ‘ચોરી અને પ્રાયશ્ચિત’ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રમાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કરે છે. તેમનું વ્યસન છૂટે એમ નહતું અને વડીલોની આજ્ઞા વગર કઈ થઈ શકે તેમ ન હતું માટે તેમને આપઘાતની ઈચ્છા થઈ. પણ આપઘાત કરવો સહેલો નથી. તેથી તે વિચાર પડતો મૂક્યો. ભાઈનું કરજ ચૂકવવા ભાઈના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈ ને સાથ આપ્યો. આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રમાણિક્તા સૂચવે છે.

(2) ગાંધીજીના અંતરમાં થતાં મનોમંથનનું વર્ણન કરો.

જવાબ :  ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂર ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ ત્રણ ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે? ઝેરથી મૃત્યુ ન થાય તો? મરીને શો લાભ? આવા પ્રશ્નો મૂંઝવે છે. અંતે રામજી મદિર જઈને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું. આવી અનેક ઘટના ઘટે છે. ઉપરાંત ભાઇનું કરજ ચૂકવવા માટે સોનાના કડા માંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો? આવા વિચારો ઉઠ્યા પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય ભાવના તથા નિખાલસતાથી એકરાર કરવાની વૃતિ જણાઈ આવે છે.



👉 કાવ્ય - 3 પછે શામળિયોજી બોલિયા

સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) ગોરાણીએ શ્રીક્રુષ્ણ-સુદામા ને કયું કામ સોપ્યું હતું?

(A) ગાય દોહવાનું

(B) [✓] લાકડા (બળતણ) લાવવાનું

(C) કુહાડો લાવી આપવાનું

(D) ભિક્ષા માંગી લાવવાનું


(2) ‘પછે શામળિયોજી બોલિયા’ કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે ?

(A) સાંદિપની ઋષિ અને તેમના પત્ની વચ્ચે

(B) [✓] શ્રીક્રુષ્ણ અને સુદામા વચ્ચે

(C) શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે

(D) સુદામા અને સાંદીપની ઋષિ વચ્ચે


(3) શ્રીક્રુષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે ?

(A) પછી ગુરુજી શોધવા નીસર્યા

(B) ટાઢે ધ્રૂજે આપણી દેહ

(C) મળી જમતા ત્રણે ભ્રાત

(D) [✓] તમો પાસ અમો વિદ્યા શિખતા


(4) સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખુબજ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે ?

(A) પછી ગુરુજી શોધવા નીસર્યા

(B) કહ્યું સ્ત્રીને, તે કીધો કેર

(C) આપણ હૃદિયા સાથે ચાંપિયા 

(D) [✓] A, B, C માં દર્શાવેલ ત્રણે વાકયોમાં


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) સાંદિપની ઋષિની ચિંતા તમારા

જવાબ :  સાંદિપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ ક્રુષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો. આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમને ચિંતા થઈ. પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ વરસતા વરસાદમાં ક્રુષ્ણ અને સુદામા ને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રૂજતા ક્રુષ્ણ-સુદામાને જોઈ તેમને ભેટી પડ્યાં અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.

(2) શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી.?

જવાબ :  શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી.


[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) શ્રીકૃષ્ણ-સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો.

જવાબ :  શ્રીકૃષ્ણ-સુદામા સાંદિપની આશ્રમમાં બે માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માંગવા સાથે જતાં, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાની દુઃખની વાત કરતાં, સવારે ઉઠી ધૂન કરતાં. ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રીકૃષ્ણે કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ ક્રુષ્ણની મહાનતા ગણાવી છે.        

          આમ, શ્રીક્રુષ્ણ-સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે.


[Q - 4]. નીચેની કાવ્યપંકિતઓ સમજાવો.


(1) તમો પાસ અમો વિદ્યા શિખતા, તને સાંભરે રે ?

      હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે ?

જવાબ : પ્રથમ પંક્તિમાં શ્રીક્રુષ્ણ –સુદામા પાસે વિદ્યા શીખા તેનો એકરાર કરે છે. સુદામાએ કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીક્રુષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રીક્રુષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે.




👉 પાઠ - 4 ગોપાળબાપા

            સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) “આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” – આ વિધાન કોણ બોલે છે.

(A) મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

(B) ગુરુ માંડણ ભગત

(C) [✓] ગોપાળબાપા

(D) પેશ્વા સરકાર


(2) મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?

(A) જાનવરના સગડ પારખવાની

(B) ખોટા રૂપિયા પારખવાની

(C) હીરા પારખવાની

(D) [✓] માણસ પારખવાની


(3) તુલસીશ્યામ જવા-આવવાના માર્ગે શિવાલય કોને બંધાવ્યું છે ?

(A) ગાયકવાડ સરકારે

(B) [✓] પેશ્વા સરકારે

(C) ગુરુ માંડણ

(D) ગોપાળબાપાએ


(4) ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા?

(A) અમરફળ જેવા બોરનો

(B) અંબાણી કેરીનો

(C) કોલસાનો

(D) [✓] હરિનામનો


[Q - 2]. કારણ આપો :


(1) ગોપાળબાપાએ શિવાલયની પુજા કરવાની ના પાડી દીધી કારણ કે.......

જવાબ : કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓની જગ્યા જડતી નથી ત્યાં વળી પથ્થરની મુર્તિઓને ક્યાં પધરાવવી?

(2) ગોપાળબાપા શીંગોડા નદીના કોતરો ખરીદવા ઇચ્છતા હતા, કારણ કે .............

જવાબ : કારણ કે એ કોતરોનું તળ સાચું છે. તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં આઠ હાથ ખોદતાં જ પાણી નીકળે છે. આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલાબંધ ઉતરે તેમ છે.


[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) ‘ગોપાળબાપા’ પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિષે નોંધ લખો.

જવાબ : સયાજીરાવ ગાયકવાડ ગોપાળબાપા સાથે કરતાં જ તેમને પારખી લીધા હતા. ગોપાળબાપા પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી. ગોપાળબાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્તની ના પડી તો પણ તેમને માઠું ન લાગ્યું. પણ મુર્તિના નામે લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે. વળી, સયાજીરાવને ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ ‘વાહ’ બોલી ઊઠે છે.આમ, સયાજીરાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર, તેમજ પ્રજા વત્સલ હતા.

(2) ગોપાળબાપાનું પાત્રા લેખન કરો.

જવાબ : ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમ્યાન એમની સાથે આમાન્ય રાખે છે. પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે.  ગોપાળબાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શીંગોડાના મારને રોકી શકાય, તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલેઢગલા  ઉતરે. એમના એમના સુચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે. વળી “તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” એમ નિડરતાથી કહી દે છે. ‘પૂજાનો બંદોબસ્ત’ કરવાનો પણ અસ્વીકાર કરે છે. તો ‘ત્યાય મુર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો’ એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે.

          ગોપાળબાપા મિત્રધર્મ જાણે છે. એમાં ક્યાય દિલચોરી નહિ, ક્યાંય સ્વાર્થવૃતિ નહિ, ક્યાંય બેવફાઈ નહિ, ગુરુ, માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતાં તે એક નિઃસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજ સેવક હતા.



👉  કાવ્ય - 5  ગુર્જરીના ગૃહ કુંજે

સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) ‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યના કવિને શાનો અનુભવ નથી થયો ?

(A) વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે

(B) પહેલી પગલી અહીંથી જ ભરી હતી

(C) [✓] ભર ઉનાળે તાપ્યા અહી સગડીએ

(D) અમે ભમ્યાં અહીંના ખેતરમાં


(2) ‘આંખ અમારી ખૂલી અહીં પહેલી’ દ્વારા કવિ શું કહેવા માગે છે ?

(A) જન્મથી આંખ બંધ હતી

(B) હવે મોટા થયા એટલે આંખ ખુલી

(C) બધું જ દેખાવા લાગ્યું

(D) [✓] અહીં જ જન્મ થયો હતો


(3) જીવનની સફળતા-નિષ્ફળતા નો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?

(A) અમે ભમ્યા અહીંના ખેતરમાં

(B) અહીં શિયાળે તાપ્યા સગડીએ

(C) [✓] જીવનજંગે જગત ભમ્યા

(D) કોકિલ સૂણી વસંતે


(4) જીવનરૂપિ યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા ?

(A) ભારતમાં

(B) ગુજરાતમાં

(C) જંગલમાં

(D) [✓] જગતમાં


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો ?

જવાબ :  કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે, એમનો જન્મ થયો. અહી પા પા પગલી માંડી. એમના યૌવનની વાદળી પણ અહી જ વરસી હતી. એમનું યૌવન પણ અહી જ પાંગર્યું હતું.

(2) ‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યના આધારે કવિનો વતનપ્રેમ વર્ણવો.

જવાબ : કવિનો જન્મ પણ અહીં જ થયો હતો. તેમનું બાળપણ અહીં વીત્યું. વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો. તેમજ ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યાં. નદીમાં નાહ્યા વળી આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખ આવ્યાં, જગત આખું ફર્યા. પણ વતન જેવુ સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી.

આમ, કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતનપ્રેમ દ્રશ્યપાટ થઈ રહ્યો છે.


[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) તમારા બાળપનનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો.

જવાબ :  હું બાર વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણાવદર ગયો હતો. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક નદીમાં નાહ્યાં તેમજ ત્યાનાં બગીચામાં ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુંગંધ જામતી હતી. બોર, શેતૂર જેવાં અનેક ફળો હતાં. શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો. અમને પણ રકાબીમાં ગરમ-ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણ તેમજ સસાલા નાચતા-કુદતા હતાં. ગાયો-ભેસો છાયે ઊભી હતી.

વાડીમાં કોયલના ટહુકા, મંદિરના શિખર પર ટહુકતો મોર, આકાશનું મેઘધનુષ ઉપરાંત. વરશોને વધાવતા નૃત્ય કરી રહેલો મોર કુદરતની રમણીય શ્રુષ્ટિમાં વિહરવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ છે.

(2) ‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો.

જવાબ :  કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ રડિયાતું કહ્યું છે. ગુજરાતની સૌંદર્યસૃષ્ટિ અવર્ણનીય છે. જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંતઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે. અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભડાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરોને નદીઓથી શણગાર્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે આ છે ગૌરવવંતી ગુજરાત.


[Q - 4]. નીચેની કાવ્યપંકિતઓ સમજાવો.


(1) આંખ અમારી ખૂલી અહીં પહેલી

      પગલી ભરી અહીં પહેલી

      અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી

જવાબ :  બાળક જન્મતાની સાથે આંખો ખોલીને ચારે તરફ જુએ છે, કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો તેમણે અહીં જ પહેલી પગલી ભરી, અહીં જ એમનું બાળપણ વીત્યું. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું છે.


👉 પાઠ - 6  લોહીની સગાઈ

                સ્વાધ્યાય    


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા ?

(A) મંદિરની

(B) ઘરની

(C) [✓] પાંજરાપોળની

(D) સ્મશાનની


(2) “બાપ રે! તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો?” આ વાક્ય કોણ બોલે છે ?

(A) ગામના લોકો

(B) સગાં - વહાલાં

(C) પાડોશી સ્ત્રીઓ

(D) [✓] ગાડીના મુસાફર


(3) અમરતકાકી મંગુંની નાતમાં વટલાઈ ગયાં હતાં! એટલે......

(A) અમરતકાકીએ ધર્માંતરણ કર્યું હતું

(B) [✓] અમરતકાકી મંગુંની જેમ ગાંડા થઈ ગયા હતાં.

(C) અમરતકાકી મૃત્યુ પામ્યા હતા

(D) અમરતકાકી મંગુનું સ્વપ્નું આવ્યું હતું


(4) વહુઑ મંગુની ચાકરી નહીં કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે......

(A) વહુઓ અમરતકાકી સાથે વારંવાર ઝઘડતી હતી

(B) દીકરાઓ, વહુઓની જ વાત સાંભળતા હતા

(C) વહુઓએ ચોખ્ખે-ચોખ્ખું સંભળાવી દીધું હતું

(D) [✓] બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરતકાકી શા માટે જોવા માંગતા હતાં ?

જવાબ : દવાખાનામાં દર્દીઑને મળવા આવતા સગા-વહાલાંને અંદર જવા માટે બારણું ખૂલતું એ તક ઝડપી લઈ  અમરતકાકીએ અંદર જોયું તો ત્રણ-ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યવસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાંસી કરીને જોયું તો દુઃખી થયા. આ દ્રશ્ય જોયું એટલે અમરતકાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતાં.

(2) અમરતકાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો.

જવાબ : અમરતકાકીને દવાખાનામાં મંગુ માટે નર્સો ને ભલામણો કરી: મંગુને મૂંગા ઢોર જેટલુય ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળી આપજો. એને દહીં બહુ ભાવે છે. જે બે-ત્રણ દહાડે આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે ચાકરી કરશે તેને પણ રાજી કરશું.



[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.

(1) “અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું.” આ વાક્ય સમજાવો.

જવાબ : અમરતકાકીના ચાર સંતાનો હતાં: બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડીને મૂંગી હતી, આથી વિશેષ ધ્યાન આપતાં, અમરતકાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં કેમકે મંગુને ઝાડો-પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું. તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઊઠતું, પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં તે ભાગ્યે જ તેડતા, રમાડતા ને લાડ લડાવતાં. તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતાં નથી. ‘મંગુને ખોટા લાડ લગાવીને તે જ વધારે ગાંડી કરી છે.’ આવું કેટલુય દીકરીએ પણ સંભળાવી દીતું હતું. આ એજ દર્શાવે છે કે અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું.

(2) મંગુ દવાખાને મૂકવા જતાં પહેલાની અમરતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો.

જવાબ : અમરતકાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી. પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે. એ જાણીને મંગુને મૂકવા અમરતકાકી તૈયાર થયાં. પરંતુ તેઓ જાણતા હતાં કે વહુઓ મંગુની ચાકરી નહીં કરી. આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે. અમરતકાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ આવી જતાં કે પથાળી પલળી જતી. તેમણે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં મોકલવી પડે? રાત્રે અમરતકાકી વારિઘડીએ ઓઢાડતા દવાખાનામાં કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. આમ, અમરતકાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી.

(3) દવાખાનાનું વર્ણન ‘લોહીની સગાઈ’ પાઠના આધારે કરો.

જવાબ : દવાખાનામાં દર્દીનાં સંબંધીઓ બેઠા હતાં. સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન દર્દીઓ જામી રહ્યા હતાં. નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા સમજાવ્યું પણ બાઈએ છણકો કર્યો. નર્સે ખીજાયા વગર મોં ધોવડાવ્યું રૂમાલથી મોં લૂછયું. અમરતકાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક જવાબ આપ્યો. અમરતકાકીને દર્દીઑનાં ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ અંદર જવાની નાં પાડે છે. મંગુને નર્સ ના હાથમાં સોપતા અમરતકાકી છુટ્ટામોંએ રડી પડે ત્યારે ડોક્ટર, મેટ્રન અને નર્સનાં હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ નર્સનાં હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ મંગુને લલચાવે છે. અને નજીક આવતાં જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે.



👉 કાવ્ય - 7 કામ કરે ઈ જીતે

                    સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે ?

(A) [✓] સહિયારી મહેનતનું બળ

(B) મહેનત વગરનું જીવન

(C) માત્ર ઊંચું ભણેલા લોકો

(D) માત્ર કાગળ ઉપરનું કાર્ય


(2) ભારત દેશને કઈ રીતે બદલી શકાઈ ?

(A) નદીઓના નીરને બાંધીને

(B) ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને

(C) નદીઓના નીરને વહેતા કરીને

(D) [✓] A અને B બંને રીતે


(3) દુનિયાને કઈ રીતે બદલી શકાય ?

(A) [✓] ખુબજ મહેનત કરીને

(B) કામ કર્યા વગર

(C) આરામ કરીને

(D) છાપાંને ભીંત ઉપર ચોંટાડીને


(4) ‘કામ કરે ઇ જીતે’ કાવ્યમાં

(A) આળસનું મહત્વ પ્રગટ થાય છે

(B) [✓] પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે.

(C) ખાસ કશું જાણવા મળતું નથી

(D) ઊંચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) ‘કામ કરે ઇ જીતે’ કાવ્યમાં વ્યકત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો.

જવાબ : ‘કામ કરે ઇ જીતે’ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે. તેનાં વિકાસ માટે મહેનત કરવી પડશે. તો સૌપ્રથમ સિમને સોહામણી કરવી. નદીઓને જોડી ભારતનાં ખૂણે ખૂણે પહોચાડવાનાં છે. ભારતદેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. એટલે કે, ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘરઘરમાં રેટિયોં ચલાવવાના છે. પ્રજાએ બાવડાના બળે ભારતદેશનો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જ જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જયજયકાર થાય છે.



(2) મુદ્દાસર નોંધ લખો: કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા.

જવાબ : શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. અને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારતદેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેની પાસે શારીરિક બળ છે.  શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઇની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેથી સખત પરિશ્રમ કરીને આપ કમઇથી જીવવું છે. તેથી સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પો તે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે.


[Q - 3]. નીચેની કાવ્યપંકિતઓ સમજાવો.


(1) 'કામ કરે ઈ જીતે

      આવડો મોટો મલક આપણે        

      બદલે બીજી કઈ રીતે ?'

જવાબ : જેને સ્વાવલંબી બનવું છે અને સ્વમાનથી જીવવું છે. તેને સખત મહેનત કરવી જોઈએ. ભારતની દિશા બદલવી હોય તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે.

   આમ, આ પંક્તિઓમા પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે.





👉 પાઠ - 8  છાલ, છોતરાં અને ગોટલાં

  સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.

(1) લેખકના માટે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે ?

(A) શ્રીરામ, શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ

(B) પુરાણાં મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપોની સંસ્કૃતિ

(C) [✓] છાલ, છોતરાં અને ગોટલાંની સંસ્કૃતિ

(D) વેદ, પુરાણો અને ઉપનિષદોની સંસ્કૃતિ


(2) વિશ્વનાં શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ.

(A) અમૃત જેવી કેરી

(B) આમ્રફળ

(C) અંબાના પાંદડા

(D) [✓] ગોટલાં


(3) લેખકનાં મતે મગફળીનાં ફોતરાં આપણે ક્યાં વેરીએ છીએ ?

(A) બગીચામાં

(B) શાળાનાં વર્ગમાં

(C) થિયેટરમાં

(D) [✓] (A) (B) (C) ત્રણેય


(4) ઓલમ્પિકવાળાને કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે ?

(A) દડાફેંકની

(B) ભાલા ફેંકવાની

(C) [✓] કેળાની છાલ ફેંકવાની  

(D) દોડવાની


[Q - 2]. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) અમેરિકના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી ?

જવાબ :  લેખક કહે છે કે ઓલમ્પિકવાળાં કેળાની છાલફેંકની સ્પર્ધા રાખે તો ભારતીયને જ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાનાં ખેલાડીને ચેલેન્જ કરી કે તાકાત હોય તમારામાં તો અને જેની માએ શેર સૂંઠ ખાધી હોય, તો ઓલમ્પિકવાળાં તમે છાલફેંકની સ્પર્ધા રાખો!

(2) કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે ?

જવાબ : લેખક જીવદયા પ્રેમી છે. આપણે શિંગનાં ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલી વાળી ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં ઠાલવી દઈએ., તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે? કીડીઓ બિચારી થાકી જાય! એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાંની હોમડિલીવરી આપીએ છીએ.


[Q - 3]. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે ?

જવાબ : આપણે ફોતરાને ગમે ત્યાં ફેકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ઠાલવી દેવી જોઈએ. પરંતુ આપણે રહ્યાં જીવદયા પ્રેમી. આપણે શિંગનાં ફોતરા ફેકીએ ત્યારે કીડીઓ સપરિવાર સાથે આવે છે. એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય? એમ વિચારી એના પર દયા કરીને આપણે ફોતરાંની હોમડિલીવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે.

(2) ‘છાલ, છોતરાં અને ગોટલાં’ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે ?

જવાબ :  આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. આથી આપણે મંદિરો અને તેની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ન કરવો જોઈએ. જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળામાં ચારે બાજુ કેરીનાં ગોટલાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવાં જોઈએ. તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેકવી. ટૂંકમાં, શીંગના ફોતરાં હોય કે નાળિયેરના છોતરાં, તેને રસ્તામાં આવતા જતાં કચરાપેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ. ઘર, સ્થળો, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાં એ આપણી ફરજ છે. આ વાતને લેખકે દ્રષ્ટાંતો દ્વારા કાવ્યપંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઑ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે. અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે.




👉 કાવ્ય-9 પુત્રવધૂનું સ્વાગત

                    સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) પુત્રવધૂના આવવાથી જાણે…...

(A) લક્ષ્મી આંગણામાં આવ્યા

(B) સો - સો કલમની સુગંધ આવી

(C) આંગણે આજે ઉત્સવ થયો

(D) [✓] આપેલ તમામ


(2) પુત્રવધૂના વેણ કેવા લાગે છે ?

(A) કડવા ઝેર

(B) [✓] વહાલ નીતરતાં

(C) કવેણ

(D) તોછડાં


(3) ઘરનું છતર બનેલું એટલે…..

(A) ઘરનો કબજો સંભાળી લેવો

(B) [✓] ઘરના બધા સભ્યોને સાચવવા

(C) ઘર હવે ઘર રહ્યું જ નથી

(D) અગાસી ઉપર નવું બાંધકામ કરવું


(4) ‘ઘરની અગાસીનું ખુલ્લું આકાશ’ વાક્યનો અર્થ…….

(A) સ્વચ્છંદીપણુ, તડ ને ફડ

(B) ઘર, આગાહી અને ખુલ્લું આકાશ

(C) બંધન, ગુલામી અને તિરસ્કાર

(D) [✓] સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર


[Q - 2]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


(1) ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી ?

જવાબ : ઘરની ભીંતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સુની હતી.  પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતા જ ભીંતોએ જાણે સૌંદર્યનો શણગાર સજયો હોય એમ શોભી ઊઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા ! ઘરનું વાતાવરણ જીવંત બની ગયું.


[Q - 3]. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :

(1) પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો :

જવાબ : પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. તેના આવવાથી સો - સો કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. જે આજ સુધી ઘરની ભીંતો સુની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતા જ ભીંતોએ શણગાર સજ્યો છે. એણે સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, છાંયડી અને અગાસી નું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે.

(2) પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. એમ કવિ શા માટે કહે છે ?

જવાબ : પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આવવું એટલે લક્ષ્મીનો આવવું. તે આવતા જ મીઠી સુગંધ ફેલાઈ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો ને શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌનો હૃદય જીતી લીધાં. એ ઘરનું છત્ર અને શીતળ છાંયડી સમી છે. આગાસીના ખુલ્લા આકાશની જેમાં ખુલ્લા દિલથી સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમાં બે બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું.


[Q - 4]. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :


(1) એણે બબ્બે તે કુળને ઉજાળિયા.

જવાબ : કવિ પુત્રવધૂને બે - બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂ ટાંકણ બનીને રહે છે. એ બધા માટે શીતળ છાંયડી જેવી હોય છે. પુત્રવધુ પોતાના વાણી, વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે. અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહે છે.





👉પાઠ - 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ

                    

                સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું નથી ?

(A) [✓] વિકૃતિ એટલે સહજ સ્વભાવ

(B) પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ

(C) સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું

(D) વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું


(2) વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે ?

(A) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે

(B) માણસમાં પશુવૃત્તિ આવતી જશે ત્યારે

(C) દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી

(D) [✓] માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે


(3) ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે ?

(A) માનવ સંપદા

(B) [✓] વિચાર સંપદા

(C) પ્રાણી સંપદા

(D) વૈભવી રહેણીકરણી


[Q - 2]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


(1) પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે ?

જવાબ : પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે, જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે.


[Q - 3]. નીચેનો પરિચ્છેદ વાંચી તેના પ્રશ્નોના ઉત્તર આપો :    


   ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. જે આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે.


   (1) બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિ ને શું કહેવાય ?

      →   વિકૃતિ

   (2) ઉપવાસને લેખક શું કહે છે ?

     → ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે.

    (3) ‘પ્રકૃતિ’ ને સમજાવવા લેખકે શું કહ્યું છે ?

    આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે.

   (4) આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો :

      → સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ.


[Q - 4]. નીચેના પ્રશ્નોના સાત - આઠ વાક્યોમાં ઉત્તર લખો :


(1) ‘ભારતીય સંસ્કૃતિની સિધ્ધિ’ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો :

જવાબ : ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર, વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ અખંડ પરંપરા જાળવી રાખી છે. ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન-પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ-કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારતદેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપારા વિવિધતાવાળા આ ભારતદેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની ને સિદ્ધિ અને વિશેષતા છે.





 👉કાવ્ય -11 મરજીવિયા

     સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?

(A) રડતા રડતા આડા ફર્યા

(B) ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું

(C) [✓] મીઠું મોટું કરાવી મરજીવિયાને વળાવિયા

(D) આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા


(2) મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા ?

(A) [✓] ક્યારેય ન ખૂટે તેટલા મણીમોતીનો ખજાનો

(B) શંખ અને છીપલા

(C) જહાજનો કાટમાળ

(D) ખાલી હાથે પાછા ફર્યા


(3) મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપાડ્યો ?

(A) નિરાશા અને મ્લાન વહને

(B) હિંમત હારીને

(C) [✓] ઉત્સાહથી ડગલા ભરતા

(D) પોતાના પ્રિયજનોના સહારે


(4) નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી ?

(A) ડુંગરા જેવડા મોજા ઉછળતા હતા

(B) તાગ ન આવે તેટલું ઊંડું જળ હતું

(C) સમુદ્ર અફાટ અને વિકરાળ ગર્જના કરી રહ્યો હતો

(D) [✓] સમુદ્રનું જળ છીછરું હતું


[Q - 2]. નીચેના પ્રશ્નોના બે - બે વાક્યમાં ઉત્તર લખો :


(1) મરજીવિયાને પ્રિયજનો એ કઈ શિખામણ દીધી ?

જવાબ :  મરજીવિયા ને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો ? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી ? આમ કહીને પ્રિયજનો એ સજળનેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો.

(2) સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ :  સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલાં ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગેઅંગમાં અથાગ બળ હતું.


[Q - 3]. નીચેના પ્રશ્નોના સાત - આઠ વાક્યોમાં ઉત્તર લખો :


(1) ‘મરજીવિયા’ કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો.

જવાબ : મરજીવિયા જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. એમાં અનેક હિંસક પ્રાણીઓ છે. તેમ જતાં તેઓ મક્કમ છે. તેમનામાં ઉત્સાહ અને સાહસ છે. એમનું એક જ લક્ષ્ય છે. સહેજ પણ ડર્યા વગર તેઓ. જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશે તેમ સમુદ્રના તળિયા ખૂંદી વળે છે. પરિણામે મણિમોતીનો ખજાનો મેળવીને બહાર આવે છે. મનુષ્યે પણ મરજીવિયાની જેમ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચીને મણીમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે.

(2) મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો.

જવાબ :. મરજીવિયા સમુદ્રના તળિયેથી મણીમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે , કારણ કે એ દ્રઢનિશ્ચયી છે. એમનામાં ઉત્સાહ અને અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની ગર્જનાનો ડર લાગતો નથી. તેઓ સાહસી છે. એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે. અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખુંદી વળે છે. અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઇને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે.


[Q - 4]. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :


(1) ' ખૂંદ્યા ચરણના તમોમ તળો અને માપિયા

        અખૂટ મણિમોતીકોષ, લઈ બહાર એ આવિયા.'


જવાબ : સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા. છતાં ડર્યા વગર તેઓ સમુદ્ર ખૂંદી વળ્યા અને અમૂલ્ય મણીમોતીનો ખજાનો લઇને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા.

જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં નિશ્ચય હોય, ઉત્સાહ અને સાહસ હોય, તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે. અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે.




👉 પાઠ - 12    સખી માર્કંડી

                સ્વાધ્યાય


[Q - 1]. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, કારણ કે…..

(A) લેખકને નકશાવાચન આવડતું નથી

(B) માર્કંડી ખૂબ જ મોટી નદી છે

(C) એ સખી મટી નદી થઈ જાય

(D) એ નદી નકશામાં દેખાતી નથી


(2) મહાદેવે મૃકંડુ ઋષિ આગળ વરદાનમાં કયો વિકલ્પ મુક્યો ?

(A) તરત મૃત્યુ પામનાર બાળક

(B) સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક

(C) સો વર્ષ જીવનાર મૂઢ બાળક

(D) B અને C બન્ને


(3) માર્કંડી લેખકને શું આપત્તિ ?

(A) સકકરીયા

(B) અમૃત જેવું પાણી

(C) મૃગનક્ષત્રના દર્શન

(D) A અને B બંને


(4) ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડયો ?

(A) ત્રિશૂળધારી શિવજીનો

(B) માર્કંડેય ઋષિનો

(C) ઋષિ પત્નીનો

(D) ભાઈ-બહેનનો


[Q - 2]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


(1) માર્કંડેય જેમ-જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપના વદન ગ્લાન થતાં જાય, કારણ કે…..

જવાબ : માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપના વદન ગ્લાન થતાં જાય, કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કંડેય ૧૬ વર્ષનો થઇ જશે. તેની વય મર્યાદા પૂરી થતા એ જીવશે નહીં. અને તેઓ ફરીથી નિઃસંતાન થઈ જશે.

(2) માર્કંડી ને કાંઠે અસાધારણ અદભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે ?

જવાબ :  માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતનાં રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી. આમ, અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કંડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે.



[Q - 3]. નીચેના પ્રશ્નોના સાત - આઠ વાક્યોમાં ઉત્તર લખો :


(1) માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં લખો.

જવાબ :  માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નહીં. લેખકનો અર્થ કરવા માર્કંડી શોભતી નહિ. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે. એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે હજાર સવાલ પૂછે, પણ એની પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી અવસ્થા એમના પ્રેમમિલનમાં નહોતી.

(2) માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો.

જવાબ :  મૃકંડુ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું. પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકંડુ ઋષિ સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે, મૃકંડુ ઋષિ વિમાસણમાં આવી ગયા. તેમણે ધર્મ પત્ની ની સલાહ લીધી કે સદગુણી બાળક ભલે સોલ વર્ષ જીવે, પણ એ જ કુલોદ્ધારક થશે. આથી સદગુણી બાળક માંગી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. તે જેમ મોટો થતો ગયો તેમ મા-બાપના ચહેરા પર ગ્લાન છવાઈ જાય. એક દિવસ માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે જમરાજ લેવા આવ્યા પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાશ ફેકયો. ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમરાજને કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી. એને જીવનદાન મળ્યું.



👉કાવ્ય - 13   રસ્તો કરી જવાના

  સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના ! એટલે.....

(A) [✓] જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે

(B) જગતના લોકોનો સાથ છોડી જવાના

(C) દુનિયાના લોકો દિલ વગરના છે

(D) દિલને ચારેય છેડેથી માપવાની વાત છે


(2) કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે ?

(A) એક નાનકડા બિંદુમાં ડૂબીને

(B) વિશાળ સમુદ્રમાં ડૂબીને

(C) [✓] બીજાની મસ્તીમાં ભળીને

(D) પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને


(3) કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે ?

(A) ડોક્ટર લખી આપે તે

(B) કવિ દવા જ લેતા નથી

(C) [✓] કવિનું આત્મબળ

(D) કવિ દુઃખી જ નથી


(4) કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે ?

(A) જીવનને

(B) [✓] કાળને

(C) ભગવાનને

(D) ભક્તને


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે ?

જવાબ : અવિરામ દિપકનાં ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઉભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો કરી શકાય.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ : રસ્તો કરી જવાના કાવ્ય ખુમારીભર્યું છે જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી સામનો કરવો એનાથી ડરીને બેસી ન જવાય એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો.આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હર્યુંભર્યું બનાવી દઈશું હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા-ઘણા સત્કર્મ કરીને જીવનરૂપી સમુદ્ર તરી જવાનું.કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ આપણે જ સ્વયંપ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જાય. ઈશ્વર અમારો ધણી છે એમ અમે થોડા મરી જવાના.

(૨) કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે ?

જવાબ :  રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ, તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હર્યુંભર્યું રાખવા ઈચ્છે છે.



[Q - 4]. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :


(1) ‘રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના,

       થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના !’

જવાબ :     રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ કહે છે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવશે તો પણ હિંમતથી તેનો સામનો કરીશું એમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો જરૂર જડશે. ઉકેલ ન મળે તો થોડા મરી જવાના અમે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને પીછેહઠ કરવાના નથી.

અમે કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ કરી જવાના.



👉 પાઠ -14  વાડી પરનાં વહાલાં

સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) બાળકોની નજરમાં શું આવી જાય છે ?

(A) ઢેલે કેટલાં ઈંડા મૂક્યાં છે તે

(B) બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે

(C) કાકીડાએ કેવા રંગો ધારણ કાર્ય છે તે

(D) [✓] ઉપરના (A) (B) (C) ત્રણેય



(2) જંતુ-જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે ?

(A) બપોરનો

(B) બપોર પછીનો

(C) બપોર પછીનો

(D) [✓] રાતનો શાંત નીરવ સમય


(3) કુદરતના કારવાન-કાફલાને વાડી શું આપે છે ?

(A) આશ્રય અને આવાસ

(B) આકાર અને આહલાદ

(C) વાડી કશું જ આપતી નથી

(D) [✓] ઉપરના (A) અને (B) બંને


(4) વાડીમાં ક્યારેક ક્યારેક ક્યાં પ્રાણીઓના દર્શન થઈ જાય છે ?

(A) શેઢાળી ને શેળાના

(B) ઘોરખોદિયા ને ભૂંડડાના

(C) [✓] દીપડા ને સિંહના

(D) વણિયલ અને જબાદિયાનાં


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે ?

જવાબ :    ચોમાસાના નવરા દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે રાત્રે ધૂન, ભજનો થાય છે ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે દાંડીયા - રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે.

(2) ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે, લોકો એકબીજાને ત્યાં જાય છે ?

જવાબ :     ઝડપથી પતાવવાના કામ જેવા કે નળીયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા તેમજ કોઈવાર સાંતીનું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે.

[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(૧) “વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે !” - આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો.

જવાબ :       વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલા જગત હોય છે નાના-મોટા જીવોનું સંગ્રહસ્થાન, ઉધયનું બાંધકામ ને કીડીની કરામતો, કાકીડાની લડાઇ ને સાપના યુદ્ધો, ઘોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા, વીંછીનો ચિરસ્મરણીય ચરણસ્પર્શ, બધુ દિનરાત ચારે કોર ચાલતું હોય છે કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય.

વાડીમાં અળસિયાનો ગોળો કરીને આરોગતા દેડકા, નાના - સસલાથી ફટાફટ પેટ ભરી પગદંડી પર સૂતા સાપો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ શેરડીના શોખીન શિયાળ, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કરતા ઉંદર, જેમ જોવા માટે તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, સેઢાડીને શેળા, વણિયણ ને જબાદીયા, ઘોરખોદિયા ને ભૂંડડા, હરણા અને રોજડા, તો ક્યારેક ક્યાંકને ક્યાંક દીપડાને સિંહે પણ દર્શન થઇ જતા હોય છે.

આમ, વાડીમાં અનેક નાના-મોટા જીવજંતુઓ હોય છે.

(૨) વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ :       વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થપાઠ લઈને આવે છે કુદરતનો એકા કારવાન કાફલો આવે છે ને જાય છે એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્ચર્ય આપે છે.વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે વાડીમાં ડાયરા જામે, પ્રોગ્રામ થાય આમ જલસા હોય છે ત્યાં મકાઈના ડોડાની મિજબાની માટે આજુ બાજુની વાડીના મિત્રો ભેગા થાય.જર્જરિત લાકડાની કાથી વાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે એમાં ભટ્ટા શેકાય એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેચે છે પોંકની  મોસમમાં પણ માંડવીના ઓળાના એક-એક દાણા ખાતા જાય આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે.આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજાય.આમ, વાડીમાં લોકો કામની સાથે - સાથે ખાવા - પીવાની પણ મોજ માણતા હોય છે.


👉 કાવ્ય 15 ગોદ માતની ક્યાં ?

      સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) માતાના ટહુકા પાસે કોની વિસાત નથી ?

(A) સૂર

(B) તાલ

(C) સંગીત

(D) [✓] ઉપરના ત્રણેયની


(2) ‘હાજર હાથ હજાર હોય’ વાક્યનો અર્થ…...

(A) કોઈ મદદ કરવા આવતું નથી

(B) એક હજાર હાથની વાત છે

(C) માતાની મમતા દેખાતી નથી

(D) [✓] બધા જ મદદ કરવા તૈયાર હોય


(3) માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે ?

(A) સૂર, તાલ ને સંગીત સાથે

(B) ઉનાળાના તડકા સાથે

(C) [✓] ભર્યા ઉનાળાની પરબ સાથે

(D) શિયાળાની ઠંડી સાથે


(4) કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે ?

(A) તાપણું કરીને

(B) [✓] માતાની લાગણીથી

(C) શય્યામાં સૂવાથી

(D) કડકડતી ઠંડીથી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો ;


(1) માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે ?

જવાબ :       જેમાં આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે. પોતાનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે.પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળા અને સૌંદર્યની વાત કરી છે.

(2) માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે ?

જવાબ :  માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી - સ્વજનો પણ આપણને હેત કરતા હશે પરંતુ માતાના પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફીક્કા રહેવાના માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) ‘ગોદ માતની ક્યાં ?’ કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે ? શા માટે ?

જવાબ :      ગોદ માતાની કયા ? કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જવા મળે છે તેઓ કહે છે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કાંઈ કામની નથી જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે શયનખંડમાં નથી આવતી.જીવનમાં ઘણા બધા સ્નેહીઓ, મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નથી મળે.પલ્લવ અને પુષ્પો, સૂર્ય અને તારાઓમાં વાત્સપૂર્ણ આંખોની અધૂરૂપ સાલે છે જીવનમાં મીઠા, સૂર, તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માના આલિંગન વગર બધું અઘરું છે વર્ષાની હેલી ઉમટે છે પણ માના હેતની હેલી શોધીય જડતી નથી કવિને જીવનમાં માની અધૂરૂપ દેખાય છે ભરઉનાળે તરસ છીપાવતી પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે.આમ, કવિ શિયાળામાં હૂંફ આપતી માની માયાની અધૂરૂપ સાલે છે કારણ હવે એમની પાસે મા રહી નથી.આમ, કવિ અનેક બાબતોમાં માની અધૂરૂપ અનુભવે છે.

(2) કવિને માતા પાસેથી શું-શું મળે છે ?

જવાબ :     કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શવા મળે છે માતા પાસેથી એની ઉપાડી ગોદ અને સૂતી વખતે માની code મળે છે માના હેતની હેલી શીતળ છાયા અને ઉપાડી માયા મળે છે.


[Q - 4]. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :


(1) ‘હાજર હાથ હજાર હોય, પણ

       છાતી માની ક્યાં ?’

જવાબ :      આપણા જીવનમાં જ્યારે સુખ દુખ આવે અથવા ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે પણ જ્યારે મા આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મુંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે.એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતા ના હૂંફની અનુભૂતિ થતી નથી.



👉પાઠ-16 કુદરતી

                            સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો ?

(A) ઈન્દ્રરાજા

(B) ગંધર્વ

(C) [✓] દેવાંશી અપ્સરા

(D) રસોયો


(2) “મારો બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ. ઈની બઉ યાદ આવે છે… ઈને તેડાવો...” આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?

(A) બાબુ ઈન્દ્રરાજાને કહે છે

(B) ઈન્દ્રરાજા ગંધર્વને કહે છે

(C) ઈન્દ્રરાજા બોલે છે અને દેવલાને કહે છે

(D) [✓] દેવલો બોલે છે અને ઈન્દ્રરાજાને કહે છે


(3) સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય ?

(A) કડક નિયમવાળા ધરમ-કરમ

(B) કર્મકાંડ, સ્નાન-સંધ્યા

(C) [✓] કુદરતી રીતે, સહજતાથી થયેલું સદ્કાર્ય

(D) ઈરાદાપૂર્વક અને ગણતરીપૂર્વકનું


(4) બાબુનું કયું પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું ?

(A) [✓] પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી

(B) ચાલીસ વર્ષથી ઉપાસના કરતો હતો

(C) કર્મકાંડ, સ્નાન-સંધ્યા

(D) ઈરાદાપૂર્વકનું પુણ્યકર્મ


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો.

જવાબ :    દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઈન્દ્રરાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું; દેવલાએ ઈન્દ્રરાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઈન્દ્રરાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બન્ને ભાઈબંધોને એક દિવસ વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્ય. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં આલેખો.

જવાબ :      એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો બે દેવદૂત બાબુને ફૂલની જેમ ઉચકી આકાશમાં ઊડવા લાગ્યા બાબુ તો ટગર - ટગર ડાબા - જમણી દેવદૂતોની સામે જોયા કરતો બાબુએ કહ્યું આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો એક દેવદૂતે કહ્યું સ્વર્ગમાં ટાઢાબોળ વાદળમાંથી સરરર સરરર ઉંચે ને ઉંચે અમે ઉડતા રહ્યા બાબુને બે-ચાર છીંકો આવી.બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાતભાતના ફૂલો હતા, ફુવારા હતા. બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો ત્યાં દરબાર ભરાયો હતો સિહાસન પર ઈન્દ્રરાજા બિરાજેલા, અપ્સરાઓ નાચગાન કરતી બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા.બાબુ ને જોઈને ઈન્દ્રરાજા આશ્ચર્યથી બોલ્યા આવો બાબુરાજ કહીને પ્રેમથી ભેટ્યા.બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા હતા. ઈન્દ્રરાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું.મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ગીત મિઠી હલકથી.આમ, દેવલો સ્વર્ગમાં જઈને દેવાંશી થઈ ગયેલો તે રૂપરૂપના અંબાર જેવો હતો દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગી.નાચગાન પત્યા બાદ બાબુને ઈન્દ્રરાજા જમવા લઈ ગયા બત્રીસ જાતના પકવાન જમાડ્યા બાદ બંગલા પાન ખવડાવ્યું અને ત્યારબાદ બાબુને થોડો આરામ કરાવ્યા બાદ તેને પૃથ્વીલોકમાં પાછો મોકલી આપવામાં આવ્યો.

આમ, બાબુએ એક દિવસનો સ્વર્ગનો લ્હાવો લીધો.



👉કાવ્ય- 17  મારા સપનામાં આવ્યા હરિ

      સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) નીચેનામાંથી કયું વાક્ય કાવ્યનાયિકાને લાગુ પડતું નથી ?

(A) [✓] ભગવાન હસતા-હસતા સામે ઊભા રહ્યા

(B) ભગવાને આસું લૂછી આપ્યા

(C) હરિ સપનામાં આવ્યા હતા

(D) હરિએ અબોલા લીધા હતા


(2) ‘મારા મનની દુવારિકાના સૂબા’ એટલે....

(A) કાવ્યનાયિકાની મનઃસ્થિતિનું આલેખન

(B) [✓] દ્વારિકાનગરીના રાજા શ્રીકૃષ્ણના મનની વત

(C) બીજાના મનમાં ઊભાં થતા તરંગો

(D) દરિયામાં ડૂબી ગયેલ સોનાની દ્વારિકા


(3) ‘મનની દુવારિકાના સૂબા’ - વાક્યમાં કાવ્યનાયિકાનો ભાવ

(A) તિરસ્કાર

(B) [✓] સમર્પણ ભાવ

(C) ક્રોધ

(D) ગુલામી


(4) કાવ્યનાયિકા શા માટે બ્હાવરી બની ?

(A) [✓] શ્રીકૃષ્ણને પામવા માટે

(B) સંસાર ભોગવવા માટે

(C) કંસાર બનાવવા માટે

(D) આંધણ મેલવા


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) ભગવાને કાવ્યનાયિકાના આસું કેવી રીતે લૂછ્યા ?

જવાબ :       ભગવાન શ્રીકૃષ્ણના મિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નામાં મરક મરક હસતા ઉભા રહ્યા ગોપીઓ  શ્રીકૃષ્ણને જોઈને ભાવવિભોર બની ગઈ અને તેમની આંખમાંથી આંસુ સારવા માંડ્યા ગોપીના મનમાં સૂબા શ્રીકૃષ્ણએ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા.

(2) ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું ?

જવાબ :         ભગવાન શ્રીકૃષ્ણ ગોપીના સ્વપ્નામાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી વહાલ કર્યું પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછ્યા.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો.

જવાબ :    સ્વપ્નામાં અચાનક હરિ આવે છે હરીને જોઈને ગોપી પ્રેમમા બ્હાવરી બની જાય છે સ્વપ્નામાં શ્રીકૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરે છે.આમ ગોપીને પ્રેમમાં તરબોળ કરી દીધી હરિ ગોપીની સામે ઉભા રહીને મરક મરક હસવા લાગ્યા ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. આમ હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે.પરંતુ હરિના પ્રેમમાં ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈને હરિના મુખમાંથી ઉદ્દગાર સરી પડે છે.અરે બ્હાવરી…..! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે.


[Q - 4]. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :


(1) ‘આંધણ મેલ્યા’તાં કરવા કંસાર

      એમાં ઓરી લીધો મેં સંસાર

      હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી...’

જવાબ :      હરિમિલનના આ મંગલમય અવસરે શુકનરૂપે ગોપી કંસાર રાંધવા મૂકે છે અચાનક હરી સ્વપ્નામાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે.પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનીને ગોપી બ્હાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે.આ જોઈને હરિ બોલે છે અરે બ્હાવરી……..



👉પાઠ- 18 પંગુમ્  લંઘાયતે ગિરિમ્

                      સ્વાધ્યાય

[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) “તમે મારા ભલા માટે મારો પગ કાપશોને ! હું સહન કરી લઈશ” આ વાક્યમાં અરુણીમાંનો કયો ગુણ જોવા મળે છે ?

(A) કાયરતા

(B) માનવતા

(C) [✓] અડગતા

(D) લાગણીશીલતા


(2) માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે ?

(A) જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે

(B) જ્યારે તે પડકારનો સામનો કરે છે

(C) [✓] જ્યારે તે હાર કબુલી અને પ્રયત્નો છોડી દે છે

(D) જ્યારે તે પર્વત ચઢી શકતો નથી


(3) અરુણીમા કયો સંકલ્પ કર્યો ?

(A) હું હવે ક્યારેય ટ્રેનમાં નહિ બેસું

(B) [✓] હું પર્વતારોહણ કરીશ જ

(C) હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહિ

(D) હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ


(4) લોકોએ અરુણીમાને પાગલ ગણી...

(A) [✓] એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું

(B) તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી

(C) તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો

(D) તે હોસ્પિટલમાં રાડો પાડતી હતી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) અરુણીમાદ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે ?

જવાબ ; અરૂણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે સંકલ્પશક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે માણસ મનથી હારી ન જવો જોઈએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ તો જ સફળતા મળશે.

(2) બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું ?

જવાબ ; બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા તેમનામાંથી પ્રેરણા લઈને અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું શરૂઆતમાં પર્વતારોહણ કરતી વખતે તે ખૂબ ડરતી પરંતુ તેમ છતાં તે ખૂબ મહેનત કરતી.

(3) ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઊઠી ?

જવાબ :    અરુણિમાનું ઓપરેશન કરીને પગ કાપવો પડે તેમ હતો પરંતુ હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી આથી નર્સે ડોક્ટરને જાણ કરી.સરજી મારો પગ કપાયો... હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારો પગ કાપશોને ? હું વેદના સહન કરી લઈશ આવી અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાખી.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) “દ્રઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળ જ જીવન છે” આ વાક્યને પાઠના આધારે સમજાવો.

જવાબ : જીવનમાં કોઈ પણ ધ્યેય સિધ્ધ કરવો હોય તો દ્રઢ સંકલ્પશક્તિ દ્રઢ મનોબળ હોવા જરૂરી છે તેનું અરુણીમાં જાગતું ઉદાહરણ છે.  કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ, અનેક પ્રશ્નોની અવગણના કરી આગળની દિશામાં વધવાનું નક્કી કર્યું.એવરેસ્ટ સર કરતી વખતે વારંવાર કૃત્રિમ પગ ખસી  જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલો ખાલી થઈ જવો આવી અનેક મુશ્કેલીઓ સામે તે હારી નહીં.દ્રઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારોનો આમ અરુણિમાના આ અડગ મનોબળ અને દ્રઢ સંકલ્પે તેને સફળતા અપાવી.

(2) પર્વતારોહણ વખતે અરુણીમાને કઈ-કઈ મુશ્કેલીઓ પડી ?

જવાબ :   પર્વતારોહણ વખતે અરુણિમાએ ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો તેનો ઓક્સિજનનો બાટલો પણ ખલાસ થઇ ગયો હતો તેના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતા નહીં વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવવાનો હોય છે આ સંકલ્પ સાથે તેણે પાછું વળીને જોયું નહીં અને દોઢ કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી.

આ તેના લોખંડી મનોબળની જીત હતી પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો નહોતો એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો અને તેનું જીવન બચી ગયું.

(3) અરુણીમાનું પાત્રાલેખન કરો.

જવાબ :    2011 ની 11 એપ્રિલે અરુણિમા C.I.S.F. માં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઈન ખેંચવા પ્રયાસ કર્યો ડબ્બામાં મુસાફરની હાજરીમાં આ ઘટના બની પણ કોઇએ વિરોધ કર્યો નહીં કોઈએ એમને અટકાવ્યા નહીં અરુણિમા ઝઝૂમી સામે લડત આપી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેકી દીધી એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઇ અને તેના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ.

       અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો લોહીલુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેક ઉપર પડી રહી એની મદદે કોઈ ફરક્યું નહીં.

        અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટૂકડા થઈ ગયા તેની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાં સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી.

         હવે એણે પોતાની જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું जहाँ चाह वहाँ राह એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ.

         લોકો એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય અરુણિમામાં દ્રઢ સંકલ્પશક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા.

                        પરંતુ બચેન્દ્રીપાલે એનામાં જોશ અને હિંમતભર્યા પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો પણ એ હિંમત હારી નહીં અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો હજી એવરેસ્ટ સર કરવાનું બાકી હતું ઘણાએ તેને પાછા વળવાનું કહ્યું પરંતુ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું રસ્તો આપોઆપ મળી જશે બચેન્દ્રીપાલના આ શબ્દોને યાદ રાખી જીવના જોખમે એવરેસ્ટ સર કર્યો.

                               અકસ્માતના માત્ર બે જ વર્ષમાં તેણે પોતાના મજબુત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મળી.

                                          



👉કાવ્ય 19 - પપ્પા હવે ફોન મૂકું ?

    સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે ?

(A) ફૂલ જેવી

(B) [✓] કાંટા જેવી

(C) ડાળખી જેવી

(D) કલરવ જેવી


(2) દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી ?

(A) ચિંતાતુર

(B) ભોળી

(C) ભુલકણી

(D) [✓] જિદ્દી


(3) ‘ઝાઝી વાતુના ગાડાં ભરાય’ દ્વારા શું કહેવા માંગે છે ?

(A) બધી વાતો ગાડાંમાં બેસીને કરવાનું કહે છે

(B) લાંબી લાંબી વાતો કરવા માંગે છે

(C) [✓] વાતો તો ખુબ કરવી છે ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે

(D) ગાડાં ભરાય તેટલી બધી વાતો કરવા માંગે છે


(4) STD ડાળથી ટહુકું ? કહીને દીકરી શું કહેવા માંગે છે ?

(A) STD ફોન હવે બંધ થઈ ગયા છે

(B) વૃક્ષની ડાળના બદલે STD ની ડાળ ભૂલથી જ બોલાઈ ગયું

(C) ફોનમાં કોયલના ટહુકાની રિંગટોન વાગે છે

(D) [✓] પિતાજી સાથે મીઠી-મીઠી વાતો કરવા માંગે છે


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) માતાનાં સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે ?

જવાબ :   પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઉભી હશે એમ સમજીને તે મમ્મી ને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આંજે છે અર્થાત એ ભૂલી નથી.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દપ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે ?

જવાબ :   પપ્પા હવે ફોન મુકું ? એમ કહી દીકરી પપ્પાની પરવાનગી માંગે છે પિતાનું માન-સન્માન જાળવે છે, આદર આપે છે પછી પુત્રી પિતા સાથે વાત કરે છે જોકે પિતા પ્રશ્ન પૂછતા નથી.પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે એટલે એ સમજી જાય છે તેમને ય જરી મોજ આવે એટલે હું STD ની ડાળથી ટહુકુ એમ કહીને પપ્પાની ચિંતા દૂર થાય તેવો પ્રયત્ન કરે છે.પોતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલ ને ? સાથે વાતનો દોર આગળ ચલાવે છે આ શબ્દપ્રયોગ પિતા-પુત્રીના આત્મીયતા દર્શાવે છે હોસ્ટેલ તો ફાવે છે મમ્મીબા જલસામાં ? અને અંતે ઝાઝી તે વાતમાં ગાડા ભરાય એમ કહીને તો પપ્પા હવે ફોન મૂકું ? જેવા શબ્દપ્રયોગો દીકરીની માતા-પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે.



[Q - 4]. મુદ્દાસર નોંધ તૈયાર કરો :


(1) હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ

જવાબ :   હોસ્ટેલમાં રહેતી દીકરી ઘરનું વાતાવરણ મૂકીને ત્યાંની તમામ સગવડોથી નાસીપાસ થયા વગર ત્યાના વાતાવરણ સાથે સમાનુકૂલન સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે.તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનું એક માત્ર લક્ષ્ય છે આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે.આમ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે.

(2) દીકરીની ઘર માટેની ચિંતા.

જવાબ :   દીકરી દૂર હોસ્ટેલમાં રહે છે આથી તેના માતા-પિતાને એની ચિંતા છે તેમ દીકરી પણ ઘરની ચિંતા કરે છે આથી તે ફોન પર પપ્પાને કહે છે કે તે ખૂબ જ ખુશ છે તેની ચિંતા કરતા નહીં.દીકરીને તેની માની પણ ચિંતા છે તે પોતાને કહે છે મા ભોળી, ચિંતાળું છે આથી તેનું ધ્યાન રાખજો.




👉 પાઠ 20 - સમાજ  સમર્તિપ શ્રેષ્ઠી

                    સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) કિશોર વયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી ?

(A) [✓] અણદીઠેલી ભોમ પર પગ મુકવાની

(B) વણખેડેલી જમીન પર ખેતી કરવાની

(C) પર્વતના શિખર પર પગ મૂકવાની

(D) દરિયાના તાંડવમાં વહાણ ચલાવવાની


(2) લેખકે યુગાન્ડામાં ‘બેતાજ બાદશાહ’ તરીકે કોને  ઓળખાવ્યા છે ?

(A) યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટેને

(B) [✓] ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને

(C) યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાનજીભાઈ પ્રભુદાસને

(D) માનવતાવા ભેખધારી મહાત્મા ગાંધીજીને


(3) નાનજીભાઈના મતે કેવી સમાજરચના ભારતને મહાન બનાવશે ?

(A) ધર્મ-જ્ઞાતિના આડંબરથી મુક્ત સમાજરચના

(B) ભેદભાવયુક્ત શિક્ષણ પ્રથાવાળી સમાજરચના

(C) નિરક્ષરતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેની સમાજરચના

(D) [✓] પુત્ર - પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના


(4) નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું ?

(A) એક આદિવાસી કન્યાના હાથે

(B) ગામડાની એક અભણ બહેનના હાથે

(C) [✓] એક હરિજન બાળાના હાથે

(D) એક વિકલાંગ કન્યાના હાથે


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો ?

જવાબ : 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું મહિનાઓની સફર, વહાણની મુસાફરી - એમાં વચ્ચે તોફાન આવ્યું, કુવા થંભ અને સઢ તૂટી ગયા, મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ - તરસ અને અનિશ્ચિત ભાવી છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી.એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં.

(2) નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો

જવાબ : નાનજીભાઈ મહેતાનો  પંચશીલ સિદ્ધાંત આ હતો સાદો વેશ, સાદી બોલી, સાદુ લખાણ અને ઉચ્ચ પહેરવેશ આ સિદ્ધાંતો નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાય માટે જાળવી રાખ્યા.  આ ઉપરાંત સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો હતા.

              

[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે શા માટે ઓળખાવ્યા છે ?

જવાબ :  નાનજીભાઈ કાલિદાસ પાસે ખેતીનું બિલકુલ જ્ઞાન ન હતું તેમ છતાં તેમણે યુગાન્ડામાં વણખેડેલી ધરતી પર, અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા-કોફીની ખેતી શરૂ કરી પોતાની કાર્યકુશળતા દ્વારા એમણે સફળતા પ્રાપ્ત કરી.તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગ વિખ્યાતબન્યો તેમણે શેરડીનું વાવેતર કર્યું આ રીતે તેમણે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો.ઈ.સ. 1924 માં સુગર ફેક્ટરી શરૂ કરી જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરી.આમ સૌરાષ્ટ્રના એક ચાર ચોપડી ભણેલા વ્યક્તિએ યુગાન્ડામાં ઉદ્યોગક્ષેત્રે સારો વિકાસ કર્યો.આથી નાનજીભાઈ કાલિદાસને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખવામાં આવે છે.

(2) નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા ?

જવાબ : નાનજીભાઈ કાલિદાસ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે સફળ થયા તેનું કારણ તેમની કોઠાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા-કોફી, રબર વગેરેની ખેતી કરી.

આ ઉપરાંત કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિમાં ફાળો આપ્યો. તેમણે ઈ.સ. 1924 માં સુગર ફેક્ટરી શરૂ કરી આમ નાનજીભાઈ પાસે સાહસ, અડગ શ્રદ્ધા, દ્રઢ  મનોબળ દ્વારા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગસાહસિક તરીકે સફળ થયા.

👉 પાઠ 21-  તેજમલ

         સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) કોરા કાગળનો અર્થ

(A) વાંચી ન શકાય તેવો પત્ર

(B) [✓] યુદ્ધની ધમકીભર્યો પત્ર

(C) કશું જ લખ્યું ન હોય તેવો પત્ર

(D) સફેદ રંગનો કાગળ


(2) દાદા શા માટે રડતા હતા ?

(A) [✓] દુશ્મનોનાં લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી

(B) દાદાના દીકરાઓના યુદ્ધમાં શહીદ થયા હતા

(C) દાદાને પત્ર વાંચતા આવડતું નથી

(D) દાદાને તલવારના ઘા વાગ્યા હતા


(3) દળકટક વળાવી ઘરે પધારેલા તેજમલને...

(A) દાદાએ ખુબ જ ઠપકો આપ્યો

(B) દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો

(C) હવે ક્યારેય યુદ્ધમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી

(D) [✓] દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા


(4) નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી ?

(A) હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે

(B) હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે

(C) [✓] તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા

(D) પગના ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) દાંત રંગાવ્યાં બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે ?

જવાબ : તેજમલ નાનો હતો ત્યારે મોસાળ માં ગયો હતો મોસાળમાં એમના હોંશીલા મામીએ દાંત રંગાવ્યા હતા.

(2) સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો

જવાબ : તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયા ત્યાં સ્ત્રી અને પુરુષની પરખ કરવાની હતી સામાન્ય રીતે પુરુષએ પુરુષના ઘરેણાની પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછતી હોય છે.પરંતુ અહીં અવળું થયું તેજમલે બેરખાની કિંમત પૂછી આ રીતે સોનાના ઘરેણાની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવામાં કામયાબ રહ્યો.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી ? એના આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા ? તમારા શબ્દોમાં લખો.

જવાબ : દુશ્મનો ઓળખી ન શકે તે માટે તેજમલ બધા સાથીઓને વાણીયાની દુકાને લઈ ગઈ તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઇ જશે કેમ કે પુરુષ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીના મૂલ પૂછશે પણ તેમ થયું નહીં આથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોળીડું પસંદ કર્યું આવી જ રીતે તેજમલ સોનાની દુકાને લઈ ગઈ ત્યાં પણ પુરુષોએ સ્ત્રીના ઝૂમણામાં મોહાયા પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા.આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતાર્યા.

(2) સ્ત્રીસહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાઈ છે ? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે ? વિગતે જણાવો.

જવાબ : સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણોનો શોખ બહુ જ હોય છે માથે અંબોડો વાળે છે, હાથમાં બાજુબંધ, લોકેટ પહેરે છે, પગમાં ઝાંઝર અને હાથમાં બંગડીઓ પહેરે છે આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છે.તેજમલમાં પણ આવી જ લાક્ષણિકતાઓ હતી પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે.પરંતુ તેજમલ એમ હારે તેમ ન હતી તેણે માથાના અંબોડામાં મોળિયું રાખી દીધું.કાનની ફરતે બુકાની બાંધી લીધી તેણે લાંબી બાઈની ચોળી પહેરી હાથની બંગડીઓ ઢાંકી દીધી.પગમાં મોજડી પહેરી પગના ઝાંઝર છુપાવી દીધા આમ તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છુપાવી દીધી.

[Q - 4]. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :


(1) શીદને રુવો છો દાદા શું છે અમને કહોને રે

      દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે

જવાબ : દીકરી તેજમલ દાદા ને પૂછે છે શીદને રોવો છો દાદા અમને કહો ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું આપણા રાજ્ય પર દુશ્મનોએ આક્રમણ કર્યું છે આપણી વહારે કોણ આવશે સાત દીકરીના પિતાને એક પણ શૂરવીર પુત્ર નથી આથી દુશ્મનોનો સામનો કોણ કરશે ? આ વ્યથાને લીધે દાદા રડી પડ્યા.


👉પાઠ 22  - બોળો

                        સ્વાધ્યાય

[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) સોંડાના અંતરમાં કેમ ફાળ પડી ?

(A) [✓] રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે

(B) બોળો ખવડાવવાની વાત જાહેર થઈ ગઈ

(C) સિપાઈઓ ફરી વખત બોળો ખાવા આવ્યાનું જાણીને

(D) અસવારો ઊભા પાકને નુકસાન કરશે તેવા ડરથી



(2) બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું ?

(A) આજીવન કેદની સજા

(B) બાર સાંતીની જમીન અને ચાર ભેંસો

(C) બાર બળદ અને વીસ કળશી બાજરો

(D) [✓] ઉપરના (B) અને (C) બંને



(3) બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે… આ વાક્ય કોણ બોલે છે ?

(A) [✓] મહારાજ વજેસંગજી

(B) જેસાભાઈ વજીર

(C) પરમાણંદસસ ભાઈ

(D) ભૂંભલીના ગ્રામજનો


(4) ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે ! વાક્યમાં સોંડાનો ભાવ….

(A) ભાવનગર ખુબ જ દૂર હતું

(B) [✓] રાજાના સિપાઈ ઠોંસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય

(C) ભાવનગરના રાજા ખુબ જ ક્રૂર હતા

(D) સોંડો સાવ અભણ હતો


[Q - 2]. કારણ આપો :


(1) સોંડાની વાત સાંભળી મહારાજ વજેસંગજીની છાતી ફૂલવા લાગી... કારણ કે...

જવાબ :   વજેસંગજી પ્રજાલક્ષી કાર્યો કરતા હતા પ્રજા જ તેમના માટે સર્વેસર્વા હતી તેમનું કોઈ પણ દુઃખ હોય તો તે દૂર કરવાનો રાજાનો અધિકાર છે.આગલા દિવસે સોંડાએ ગાળો આપી હતી અને પોતાની વ્યથા પ્રગટ કરી હતી.રાજાની કચેરીમાં ઉપસ્થિત અમલદારોને કહ્યું કે સોંડાએ વગર ઓળખ્યે અમને કેવા માન - સમાન આપ્યા હતા. ખવડાયેલો મિઠો બોલો અને એથીય મીઠી એની ગાળો, આવી મજા અમને મહેલોમાય નથી આવતી.આટલું બોલતા મહારાજા વજેસંગજીની છાતી ફુલવા લાગી.


(2) સોંડાએ ઘરવાળીને કહ્યું ; હવે આપડા તો રામ… રામ… સમજવા... કારણ કે...

જવાબ : સોંડાના ઘરેથી ઘોડેસવાર ગયા પછી બીજે દિવસે સોંડો  શિરામણ કરીને વાડીએ જતો હતો ત્યારે હથિયાર બંધ બે ઘોડેસવાર આવ્યા અને સોંડા વિશે પૂછપરછ કરી સોંડાએ ધ્રુજતા-ધ્રુજતા ભારે હૃદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડેસવારોએ કહ્યું; ભાવનગરના રાજા વજેસંગજીએ તમને ભાવનગર બોલાવ્યા છે આ વાત સાંભળીને સોંડાના અંતરમાં ફાળ પડી તેને આગલા દિવસે જે બન્યું તે યાદ આવ્યું તેને લાગ્યું કે પેલા અસ્વારે રાજાને બધું કહી દીધું હશે હવે રાજા તેને જેલમાં પૂરશે.

આથી સોંડાએ તેની પત્નીને કહ્યું આપણા તો રામ રામ સમજવા.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) મહારાજ વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ : વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલા ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યા પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા આ હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ઘોરીયાને કાંઠે બેસીને પોતે હાથ-પગ ધોવા લાગ્યા. ગામનું નામ ભૂંભલી અને વાડીના ધણીનું નામ સોંડો માળી ભાવનગરના રાજા વજેસંગજી ઘોડેસવાર બનીને સોંડા નામના ખેડૂતની વાડીએ આરામ કરવા રોકાયા હતા ત્યાં સોંડાએ ઘોડેસવારને જમાડયા અને આશરો આપ્યો અને સોંડાએ પોતાની આપવીતી કહી.તેણે ભાવનગરના રાજાને ઘણી ગાળો ભાંડી તેને ખબર ન હતી કે આ ઘોડેસવાર રાજા વજેસંગજી પોતે જ છે. રાજા સોંડાની નિખાલસ વાણી હસતા મુખે સાંભળતા જ રહ્યા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી આથી રાજા તેનાથી પ્રભાવિત થયા અને ઉદાર દિલે તેને તાંબાના પતરા પર જાગીર લખી આપી. બીજો આવો જ એક પ્રસંગ સમઢીયાળા ગામમાં બન્યો હતો ત્યાં રાજા શિકારી વેશમાં એક કણબીના ખેતરમાંથી પસાર થયા આથી તે કણબીનો ખેડૂતોનો માલ ચગદાઈ ગયો. આ જોઈને ડોસીએ બે-ચાર ગાળો સંભળાવી અને તેમને વજેસંગજી પર વિશ્વાસ છે તે જણાવી લીધું.

આ ડોસીની નીડરતા ઉપર રાજાએ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા.

(2) સોંડાની મહેમાનગતિનું વર્ણન કરો.

જવાબ :  વૈશાખ મહિનાને ધોમધખતા તાપમા એક ઘોડેસવાર ભૂંભલી ગામમાં એક સોંડા નામના વ્યક્તિની વાડીએ પહોંચ્યો આવા તાપમા તેણે હાથ પગ ધોયા અને આરામની જરૂર લાગી.ઘોડેસવારને સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલા ઢાળી દીધો કોસ હાકતા હાંકતા  સોંડાએ ખેડૂતની દયનીય પરિસ્થિતિનું વર્ણન કર્યું એની વાણીમાં કડવાશ હતી એણે રાજાને ઘણું કહ્યું પરંતુ તેમ છતાં રાજા ખુશ થયા.રાજાને સહેજ પણ માઠુ લાગ્યું નહીં ઘોડેસવારને ભૂખ લાગી હતી તેણે સોડાને કહ્યું જમવાનું મળશે કાંઈ ? ત્યારે સોંડાએ ઘોડેસવારને બોળો જમાડ્યો પાંદડાનો દડિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો.તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતલ બોળો મીઠો લાગ્યો પોતાના ભાગનો પણ બોળો આપી દીધો. આમ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાનગતિ કરાવી.



👉 કાવ્ય 23  - લઘુકાવ્યો

                      સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) મોતને કોણ ડરાવી શકે છે ?

(A) આગને જે પી ના શકે તે

(B) [✓] જિંદગીથી જે ન ડરે તે

(C) જિંદગીથી જે ડરી જાય તે

(D) મૃત્યુની બીક લાગે તે


(2) કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે ?

(A) [✓] ટાંકણાંના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે

(B) ટાંકણાંના ઘાથી તૂટી જાય તે

(C) ટાંકણાંના ઘા સહન ના કરી શકે તે

(D) જે સાવ કાચો પથ્થર હોય તે


(3) કળિયુગમાં માણસો કેવા હોય...

(A) હૈયાફૂટલ હોય તેવા

(B) અસંતોષી

(C) શરીરથી સ્વસ્થ

(D) [✓] ઉપર્યુક્ત (A) અને (B) બંને


(4) છૈયા ખૂંદતો ખોળો…. હાઈકુમાં

(A) ટેલિવિઝનનું મહત્વ દર્શાવાયું છે

(B) [✓] માતૃત્વની ભાવનાના દર્શન થાય છે

(C) બેકારીનું મહત્વ દર્શાવાયું છે

(D) છોકરાનું મહત્વ નથી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) શાણા કઈ વાત સાનમાં સમજી જાય છે ?

જવાબ : કળિયુગના માણસોના લક્ષણો અલગ-અલગ હોય છે જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા ફૂટલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય આવા માણસો સાનમાં સમજી જાય છે.

(2) આગને કોણ ઠારી શકે ?

જવાબ : કવિ કહે છે જે વ્યક્તિ સમજુ હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામી છાતીએ લડે તેવો હોય અને ગમે તેવી વિકટ સ્થિતિને શાંત કરી શકે, આગને પી શકે, એ જ આગને ઠારી શકે છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :


(1) ટાંકણાંના ઘા સહીને... પંક્તિમાં તમને શું શીખવા મળે છે ? સમજાવો.

જવાબ : જેમ કોઇ શિલ્પકાર સરસ મજાનું સુંદર શિલ્પ તૈયાર કરવા માટે આરસ પર ટાંકણાંના ઘા મારે છે આરસ પહાણ ટાંકણાંના ઘા સહન કરે છે આથી આરસ પહાણ સુંદર શિલ્પ ધારણ કરે છે. કવિએ સમજાવ્યું છે કે માનવીએ પણ જિંદગીમાં અડગ આત્મવિશ્વાસથી જીવવાની જરૂર છે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્યે અડગ ઊભા રહીને સામનો કરવો જોઈએ એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય આવી વ્યક્તિ જ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે.


[Q - 4]. અર્થવિસ્તાર કરો :


(1) જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે

     આગને જે પી શકે તે આગને ઠારી શકે

જવાબ : જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે , ઉપરાંત પંક્તિમાં કવિએ દ્રઢ આત્મા મનોબળ પર ભાર મૂક્યો છે.જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર નિરાશ થયા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી હિંમતથી તેનો સામનો કરે છે. જે આગથી ડરતી નથી તે વ્યક્તિ જ આગને ઠારી શકે છે.



























































No comments

Powered by Blogger.