શરૂઆત કરીએ પાઠ 13 // Sharuaat karie Path - 13
શરૂઆત કરીએ 13
Sharuaat karie
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કવિ આ કાવ્યમાં શું-શું કરવાનું કહે છે ?
ઉત્તર :
કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્વળ બનાવવાનું કહે છે.
(2) કવિ કઈ-કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે?
- જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ.
- દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ.
- બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.
- જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ.
- જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્વળ બનાવવાની શરૂઆત કરીએ.’
(3) દુ:ખો વિશે કવિ શું કહે છે ?
ઉત્તર :
કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.
(4) કવિ આવનારી કાલને શું આપવા માગે છે ?
ઉત્તરઃ
કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે.
2. નીચેની પંક્તિઓ સમજાવો :
(1) હર વખત શું ………………………………. દુ:ખોને માત કરીએ.
(2) વ્હારથી દેખાય ……………………………… એવી જાત કરીએ.
ઉત્તર :
જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી. હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ.
3. નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) રળિયાત
(2) સોગાત
(3) માત
ઉત્તર :
(1) રળિયાત = સુંદર વાક્ય: પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે.
(2) સોગાત = ભેટ વાક્યઃ પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી.
(3) માત = હારેલું વાક્ય વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય.
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
1.
સુંદર,
2.
સૌથી,
3.
સવાયું,
4.
સોગાત,
5.
શરૂઆત,
6.
સ્વચ્છ
ઉત્તરઃ
1.
શરૂઆત,
2.
સવાયું,
3.
સુંદર,
4.
સોગાત,
5.
સો,
6.
સ્વચ્છ
5. કાવ્યમાં આવતા વાત-શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો.
ઉત્તરઃ
- માત
- જાત
- રળિયાત
- સોગાત
6. નીચે એક પંક્તિ આપી છે. તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો :
રોજ સવારે ફરવા જઈએ,
ઉત્તરઃ
રોજ સવારે ફરવા જઈએ,
રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ,
રોજ નિયમિત લેસન કરીએ,
રોજ કસરત કરીએ.
શરૂઆત કરીએ પ્રવૃત્તિ
(1) ગુજરાતી ગઝલકારોનાં નામની યાદી બનાવો.
ઉત્તરઃ
ગુજરાતી ગઝલકારોઃ
- બાળાશંકર કંથારિયા
- કલાપી
- ગની દહીંવાલા
- મરીઝ
- શૂન્ય પાલનપુરી
- શયદા
- અમૃત ઘાયલ
- કિસ્મત કુરેશી
- બરકત વિરાણી – બેફામ
- ચિનુ મોદી
- મનહર મોદી
- આદિલ મન્સુરી
- મનોજ ખંડેરિયા
- ભગવતીકુમાર શર્મા
- રમેશ પારેખ
- હનીફ સાહિલ
- જવાહર બક્ષી
(2) આ ગઝલનો મુખપાઠ કરો.
ઉત્તરઃ
નોંધઃ વિદ્યાર્થીઓએ તેમને મનગમતી ગઝલનો મુખપાઠ કરવો.
Leave a Comment