Rathod Education

અખંડ ભારતના શિલ્પી પાઠ - 15 // Akhand Bharatna Shilpi


અખંડ ભારતના શિલ્પી પાઠ
Akhand Bharatna Shilpi

અખંડ ભારતના શિલ્પી પાઠ Akhand Bharatna Shilpi



1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :


પ્રશ્ન 1. ‘વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્ત્વ છે’, – એમ લેખક શા માટે કહે છે.
ઉત્તરઃ
પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી : બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય.

કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”

પ્રશ્ન 2. ‘ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે’ એમ ગાંધીજીએ શા માટે કહ્યું છે?
ઉત્તરઃ
“ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે’ એમ ગાંધીજીએ કહ્યું છે; કારણ કે ખેડૂતો પરસેવો પાડીને ખેતરમાં કામ કરે છે.

પ્રશ્ન 3. પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ-કઈ વિશેષતાઓ તારવી શકો?
ઉત્તરઃ
પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય :
દઢ મનોબળ, દેશદાઝ અને દેશભક્તિ
વિદ્યાર્થીવયથી જ નીડરતા, નેતાગીરી અને દઢ સંકલ્પબળ
ભ્રાતૃપ્રેમ, બહારથી રુક્ષ, આખાબોલા, પણ અંદરથી કોમળ.
વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો.
વિનોદવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા.
શૂરવીર, લોખંડી પુરુષ, જનસમુદાયની નાડના પારખું, લોકસમુદાય પર મજબૂત પકડ.
નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ
સાદું જીવન અને ઉચ્ચ વિચાર.

પ્રશ્ન 4. લેખકે કયા ત્રણ દેશભક્તોને ‘ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો.
ઉત્તરઃ
લેખકે ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નેહરુને ત્રિમૂર્તિ’ કહ્યા છે. ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નેહરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું.

પ્રશ્ન 5.  પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી?
ઉત્તરઃ
પાઠમાં આપવામાં આવેલ વલ્લભભાઈનાં ભાષણોના અંશોમાંથી મને આ વાત ખૂબ જ ગમી : બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતાં સરદાર કહે છે, “લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય.

કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે.”



2. નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે પાંચ-છ વાક્યો લખો :


પ્રશ્ન 1. બારડોલીની લડત :
અંગ્રેજ સરકારે ખેડૂતો પર ગેરવાજબી મહેસૂલ-વધારો લાગુ પાડ્યો. આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલ બારડોલીની લડતના સૂત્રધાર બન્યા. આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિરછોગું ગણાય છે.

આ લડત શરૂ થયા પછી એક જાગ્રત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગનમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડ્યે ઘરને તાળાં મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે.

ગરીબ, તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવું પડશે. બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર” તરીકે ઓળખાવા લાગ્યા.

પ્રશ્ન 2. નીડર વલ્લભભાઈ :
ઉત્તર :
વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા. નાનપણમાં તેમને કાબબલાઈ થયેલી. વૈદ્યરાજે એનો ઇલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા.

આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. જોનારાં સૌ દંગ રહી ગયા. એમની નીડરતાનું દર્શન ભારતનાં તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું.

પ્રશ્ન 3. અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ :
ઉત્તર :
ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાં હતાં. ભારતના તમામ રાજાઓનાં રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્ત્વની કામગીરી સરદારને સોંપાઈ; પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી.

આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવ્યા. જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું.

અંતે ભારતનાં તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધાં અને રાજાશાહીને નાબૂદ કરી. આમ, દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.

3. નીચે ઉલ્લેખવામાં આવેલા પ્રસંગોની સામે વલ્લભભાઈનાં જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો :


(1) વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો : …………………………………

(2) વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા; પરંતુ એમણે પહેલાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા : …………………………………

(3) એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો : ‘રચનાત્મક ગફલત’. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ. બીરબલની છટાથી બોલી ઊઠ્યો : ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ !” : …………………………………

ઉત્તરઃ
(1) નીડરતા
(2) ભ્રાતૃભાવ
(3) વિનોદ




No comments

Powered by Blogger.