ધોરણ - 10 ગુજરાતી નું સ્વાધ્યાય

                કાવ્ય 1

           📝 વૈષ્ણવજન
               સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો.


(1) નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી?
(A) બીજાના દુ:ખને સમજી શકે છે.
(B) નિરભિમાની હોય છે.
(C) [✓] અભિમાની હોય છે.
(D) કોઈની પણ નિંદા કરતા નથી.


(2) વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે...
(A) વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.
(B) વાણી, કાયા અને મનને કપટી બનાવે.
(C) [✓] વાણિ, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે.
(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે



[Q - 2]. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

(1) "સકળ તીરથ તેના તનમાં રે" – પંક્તિનો અર્થ જણાવો.
જવાબ :વૈષ્ણવજન નિર્મોહી , હૃદયી , વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાના હોય છે. તેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ કહે છે.


(2) મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી ?
જવાબ :મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી
.
[Q - 3]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો.

(1) કોનાં દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે?
જવાબ : જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય , જેનામાં લોભ કે છળકપટ ન હોય , જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય , જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય , જેનું ચિત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર ઈકકોતર પેઢી તરી જાય છે.


(2) પરસ્ત્રી જેને માત રે – પંક્તિ સમજાવો.
જવાબ : ‘પરસ્ત્રી જેને માતા રે’ પંક્તિમાં તે સૈની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે.



[Q - 4]. નીચેના પ્રશ્નોના સાત - આઠ લીટીમાં જવાબ આપો.

(1) નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં ક્યાં - ક્યાં લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ : નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌને આદર કરે છે. તે કોઈને નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્ન્તા જોવા મળતા નથી, એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી.સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે. તેણે ઈચ્છા/કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેક અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી.વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેનું ચિત્ત હંમેશા રામનામની ઘૂનમાં જલીન હોય છે તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામક્રોધ પર વિજય મેળવ્યો હોય છે.


[Q - 5]. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો.

(1) "વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે,"

જવાબ : આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે , સમજી શકે છે ને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પરંતુ, તેના પર ઉપકાર કરીને ઉપકાર કાર્યનું અભિમાન રાખતો નથી.




પાઠ -2
📝 રેસનો ઘોડો 📝
     સ્વાધ્યાય

[Q - 1]. સાચો વિકલ્પ પસંદ કરો.

(1) વિનુકાકા વાતવાતમાં કહેતા...
(A) [✓] નિશાન ઊંચું રાખવું.
(B) નિશાન નીચું રાખવું.
(C) અન્યને નિશાન બનાવવું.
(D) ક્યારેય કોઈ નિશાન ન રાખવું.


(2) અંકિતનાં માતા-પિતાનું સ્વપ્ન હતું કે...
(A) તે માત્ર ડિગ્રીઓ મેળવે.
(B) [✓] તે ઉમદા માણસ બને.
(C) તે ડોક્ટર બને.
(D) તે ખૂબ પૈસાવાળો બને.

[Q - 2]. એક - એક વાક્યમાં ઉત્તર આપો.

(2) અંકિતને પરિક્ષામાં ઉત્તિર્ણ થયાની ખુશીમાં ક્યાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં ?
જવાબ : અંકિતને પરીક્ષામાં ઉતીર્ણ થવાની ખુશીમાં રામાયણ - મહાભારત ની બાળકથાઓ ના પુસ્તકો ભેટ મળ્યા હતા.


[Q - 3]. બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.
(2) 'હવે અમેરિકા ક્યારે જશો ?' પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારાં શબ્દોમાં વર્ણવો.

જવાબ : “હવે અમેરિકા ક્યારે જશો ? ” એવા નીનાબહેનના પ્રશ્ર્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો.


(1) "બેટા ચાલ બહુ મોડું થઈ ગયું" વિનુકાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો.
જવાબ :.સૌરભ ભણીગણીને અમેરિકામાં ડોકટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું , “બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું.”

[Q - 4]. સાત - આઠ લીટીમાં ઉત્તર લખો.

(1) 'રેસનો ઘોડો' વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચનરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો.
જવાબ : ‘રેસનો ઘોડો’ વાર્તાના લેખક સરસ કથાગૂંથણી દ્વારા સંજય - નીના બહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા - મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ - ઘડતરની વાર્તા નું વર્ણન કર્યું છે વિનુકાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. મંજુકાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીના બહેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે.

આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ-અલગ પરિબળોનું નિર્મના કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે. સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી તેની પાસે ખુબ પૈસા છે પરંતુ મા - બાપ માટેનો પ્રેમ અને સમય નથી, બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા - બાપ તરીકે કરવું જોઈતું તે બધું જ તે કરે છે. અંકિત સારો માણસ બને છે. પરિવારની સાથે હળીમળીને રહે છે. પ્રેમ , સમય ને ફરજ બજાવીને કુંટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે.



(2) 'આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.' આ વિધાન વિગતે સમજાવો.
જવાબ :વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સામ્પ્રત શિક્ષણની મર્યાદાના સ્ફૂટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. રામાયણ - મહાભારતની બાળકથાઓ વાંચવી. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, હૂંફ આપ્યા. બાળસહજ રમતો રમવાની છૂટ આપી. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ પૂરું પાડ્યું. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષિણક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવા જોઈએ.

બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષકનું ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વરૂપ દીકરા અંકિતે પુરવાર કર્યું. બાળકને ટોકતા રહેવાનું, ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ના બનાવ્યો.



(3) 'રેસનો ઘોડો' શીર્ષકની યથાર્થતા ચર્ચો.
વાબ :‘રેસનો ઘોડો’ શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા - બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા એને દોડાવે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતાં. એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો.
રભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા - બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. આમ, સૌરભ શિક્ષણક્ષેત્રે ‘રેસનો ઘોડો’ જીતી ગયો, પણ સંસ્કારક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ ‘રેસનો ઘોડો’ શીર્ષક યથાર્થ છે





           કાવ્ય 3

         📝 શીલવંત સાધુ 📝

                  સ્વાધ્યાય 


[Q - 1]. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો


(1) ‘જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં’ - પંક્તિનો ભાવ શો છે ?

(A) બધા દુશ્મનો હોવાનો ભાવ

(B) બધા મિત્રો હોવાનો ભાવ

(C) [✓] જીવનથી નિર્લેપ બનવાનો ભાવ

(D) શત્રુને મિત્ર બનાવવાનો ભાવ



(2) ‘શીલવંત સાધુ’ નો શબ્દાર્થ

(A) [✓] ચારિત્ર્યવાન

(B) શરમાળ

(C) નાશવંત

(D) લજ્જાશીલ



[Q - 2]. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો.


(1) ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને  ઉદ્દેશીને વાત કરી રહ્યા છે ?

જવાબ : ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે.


(2) શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે ?

જવાબ : શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે.


[Q - 3]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો


(1) ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિ ની સંગત કરવાનું કહે છે ?

જવાબ : જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતા હોય, એવી વ્યક્તિ ની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે. જે સંત ને મન , વચન અને વાણીમાં એકરૂપતા હોય તો આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય છે.



(2) કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ?

જવાબ : ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી.શીલવંત સાધુ માં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.


(1) ‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.

જવાબ : સાધુ ચારિત્ર્યશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્મા એમના પર કૃપા વરસે છે. ‘શીલવંત સાધુને’ પદમાં ગંગાસતી પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. મને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એના મન , વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જાય છે. એમની તુરીયા અવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી પર હોય છે.



 
 

                          પાઠ - 4

                📝 ભૂલી ગયા પછી 📝

                         સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.


(1) મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું ?


(A) [✓] રીંછ

(B) વાઘ

(C) દીપડો

(D) જંગલી ભૂંડ



(2) નરેને કઈ તાલીમ મેળવી હતી ?


(A) ઘોડેસવારની

(B) [✓] વન સંરક્ષણની

(C) પોલીસની

(D) પર્વતારોહણની



[Q - 2]. એક વાક્યમાં ઉત્તર આપો.


(1) રીંછ માણસને જોઈને શું કરે છે ?

વાબ :રીંછ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર છે.



(2) નરેન લગ્નના માગા પાછા શા માટે થેલો હતો ?

વાબ :તે જે કન્યા પર કવિતા લખતો હતો તેને લગ્નની ના પડી હતી. તેથી નરેન લગ્નના માગા પાછા ઠેલતા હતો.



[Q - 3]. બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.


(1) નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી ?

વાબ : નરેન જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી , ડરપોક પણ હતી , તે ગરોળીથી પણ ડરતી હતી , નમણી હતી અને નાજુક પણ હતી.



(2) વિરાટ ભાઈ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે...

વાબ : મનીષા ના પિતા વિરાટ ભાઈ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટ ભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી હતી. તો જો સિંહની એકાદ ત્રાડ સંભાળશે તો તે મરી જશે. અને નરેનની વિધુર નું જીવન જીવવું પડશે.



(1) આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ ?

વાબ :

     – આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય , સમૃદ્ધ , વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે

    – આપણો વારસો આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે

    – આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને આપેલી અમૂલ્ય દેન છે

    – ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાન અને ભવિષ્યમાં વિકાસની દિશા નક્કી કરવામાં આપણે પથદર્શક    બને છે

    – આપણો વારસો સદીઓના અથાક પરિશ્રમ નું ફળ છે

   – વારસો એ દેશની પ્રજા માટે આદર્શરૂપ છે તેથી તે નષ્ટ ન થવો જોઈએ

   – વિદેશી પ્રજાના આક્રમણોથી આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે તેથી તેનું રક્ષણ કરવું એ    આપણી ફરજ છે

     – આપણે આપણા વારસાનું સાતત્ય જાળવવા અને તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ



[Q - 4]. સાત-આઠ લીટીમાં ઉત્તર લખો.


(1) મનીષાનું પાત્રચિત્રણ કૃતિને આધારે લખો.

વાબ : ‘ભૂલી ગયા પછી’ આ કૃતિ એકાંકી છે. તેમાં મનીષાની નારી શક્તિનો મહિમા અને સમગ્ર નાટ્યવસ્તુનાં કેન્દ્રમાં છે. લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છ. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે તે આત્મબળે તેમજ પુરુષાર્થી તે સફળતાનું શિખર પ્રાપ્ત કરે છે.

વિરાટભાઈ એક શિકારી છે. તેની એક પુત્રી છે તેનું નામ મનીષા છે. મનીષા નરેનના પ્રેમમાં છે. પણ મનીષાને પિતાની મંજૂરી ન મળતાં લગ્ન કરી શકતી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસથી રીંછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે.મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદિત થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. “તું મારા કરતા પણ ચડિયાતી છે ; કારણ કે તું મારી દીકરી છે” એમ કહીને તેના પિતાએ મનીષના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું. તેમણે મનીષા અને નરેનને આશીર્વાદ આપ્યા કે “તમારા ભવિષ્યમાં પ્રેમ, શૌર્ય અને અંકિતનો ધ્વજ ફરકાવો  !” મનીષાએ ધૈર્ય,સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં, મનીષા અને નરેનના સાચા પ્રેમની જીત થાય છે.






            કાવ્ય - 5

            📝 દીકરી📝


               સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.


(1) દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ?


(A) દેવોની ઝલકમાં

(B) પરીની ઝલકમાં

(C) [✓] દેવીઓની ઝલકમાં

(D) અપ્સરાની ઝલકમાં



(2) દિકરીની સમજણ વિસ્વરી છે તેવુ કયા કારણે કહી શકાય ?


(A) [✓] પિતાને સહારો આપે છે તેથી

(B) પિતાને ખર્ચ કરાવે છે તેથી

(C) સાસરે જાય છે તેથી

(D) ABC માંથી એક પણ નહિ


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - બે વાક્યમાં ઉત્તર આપો.


(1) કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે ?

વાબ : કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.


(2) ‘દીકરીને માથે હાથ ફેરવવો’ અને ‘દીકરી હાથ દે’ એમાં શો ફરક છે ?

વાબ : દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે. પિતાની વહાલ અને દીકરી નો સહારો.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના પાંચ-સાત લીટીમાં જવાબ આપો.


(1) દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.

વાબ : દીકરી તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસી ને રોજ પૂરતું પાણી સિંચો તેમ દીકરી માં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી - મધુર વાણીથી સૌના દિલ જીતી શકે. દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેમણે તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બન્ને કુળને તારવે છે અને તેનો ઉછેર કરે છે.


(2) નીચેની કાવ્યપંક્તિ સમજાવો.

‘સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી

છે સુખડ-ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી’

વાબ :આ કાવ્યપંકિતમાં ‘દીકરીનું’ મહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે.

કવિ કહે છે કે દીકરી ની ઝલક દેવી માં જોવા મળે છે. સ્વર્ગની એક એક દેવી માં દીકરી નું સ્વરૂપ જોવા મળે છે. તેમજ કુમકુમ નું તિલક સ્વયં સૌંદર્ય છે.




                     પાઠ - 6

📝વાઇરલ ઇન્ફેક્શન 📝

                   સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો.


(1) એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા ?

(A) દવાખાને જતા

(B) ડોકટર પાસે જતા

(C) [✓] દાક્તરને સજા કરતા

(D) ખબર કાઢવા જતા


(2) હોસ્પિટલની શોભામાં શેનાથી વધારો થઈ શકે ?


(A) હોસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી

(B) [✓] હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી

(C) રંગ-બેરંગી લાઈટ કરવાથી

(D) ફૂલોથી શણગારવાથી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક વાક્યમાં ઉત્તર આપો


(1) ખાવા - પીવાની બાબતમાં કોણ બેદરકાર છે ?

જવાબ : ખાવા - પીવાની બાબતમાં ભણેલા અને અભણ બંને લોકો બેદરકાર છે.


(2) ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે પાઠના આધારે જણાવો.

જવાબ :ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો.


(1) લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે ?

જવાબ :અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદાઓ છે. કિડિયારાની જેમ ઓ.પી.ડી. પુષ્કળ દર્દીઓથી ઉભરાઈ છે એ સભ્ય સમાજ ની મર્યાદા છે.


(2) લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે ?

જવાબ : લેખકના મતે એવો માનવી વ્યસની બનતો અટકી જશે જે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહેતો હોય.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.


(2) લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિ ના પગલાં જણાવો.

જવાબ :. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ, અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાં ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સદવર્તન સાથે જાણે આપણે છુટા છેડા છે.ખાણી - પીણીની વસ્તુઓ તેમજ એની રીતભાત અયોગ્ય છે અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વ્યસની વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ .





(1) આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.

જવાબ : આરોગ્યની જાળવણી માટે માણસોએ ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. પછી ભલે ને આરોગ્ય સંબંધી કોઈ પણ ફરિયાદ ન હોય. પોતાની આસપાસ ના વિસ્તાર સ્વચ્છ રાખવો જેથી કરીને ગંદકીને કારણે થતા રોગો અટકાવી શકાય. સિગારેટ, તમાકુ અને ગુટકા વગેરે જેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. કેમ કે તેની અસર સીધી આરોગ્ય પર પડે છે. અને કેન્સર જેવા ભયાનક જાનલેવા રોગ થવાની શક્યતા રહે છે.કોઈના લગ્ન રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. પેટ ન બગડે તેનું ખાસ ખ્યાલ રાખવો. મનની સ્વસ્થતાને શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. કેમ કે મનની પ્રસન્નતા પાચન ક્રિયા ને જાળવી રાખે છે. માણસ હંમેશા હસતું રહેવું જોઈએ. પ્રાર્થના અને ભજનાનંદી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એનાથી પણ દૂર રહેવું જોઈએ. આરોગ્યની જાળવણી માટે એક ઉપાય ‘લવ થેરાપી’ છે.





                          કાવ્ય 7

            📝 હું એવો ગુજરાતી📝

                       સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?


(A) શેત્રુંજી

(B) મચ્છું

(C) તાપી

(D) [✓] નર્મદા


(2) આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ?


(A) કવિતા મટે

(B) [✓] પ્રભાતિયાં માટે

(C) ભક્તિ માટે

(D) ભજન માટે


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :

(1) આ કાવ્યમાં કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે ?

જવાબ :.આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર પટેલની હાકલને યાદ કરે છે.



(2) કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે ?

જવાબ :કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ ગજ ફૂલે છે.



[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો :

(2) ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે ?

જવાબ :ગુજરાતની વ્યક્તિના શ્ર્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે. એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. એટલે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે.



(1) સત્યના આયુધની કઈ વિશેષતા છે ?

જવાબ :કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે। ગાંધીજીએ સત્યના અહિંસારૂપી શસ્ત્રથી બ્રિટિશરોને ધ્રુજાવ્યાં હતા અને તેના કારણે જ ભારતને સ્વતંત્રતા મળી છે. વિશ્વના ઈતિહાસમાં આ અનોખી ઘટના ગણાવી શકાય.




[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :

(1) આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાં - ક્યાં કારણોસર અનુભવે છે ?

જવાબ :હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. કારણ કે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદીના તેમજ મહીસાગરના પાણી છે. એના શ્વાસમાં રત્નાકર છે. આજ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ ઝળહળે છે. આજ ભૂમિ શેત્રુજ્ય પર્વતથી શોભે છે. શૂરવીરોની ભૂમિ છે. જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે. તલવારના તીક્ષ્ણ ધારથી આ ભૂમિની રક્ષા કરી છે, તે ભૂમિના કવિ પોતે સંતાન છે એનું ગૌરવ અનુભવે છે.



(2) કાવ્યપંક્તિ સમજાવો.


“હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર

મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર ”


જવાબ :પ્રસ્તુત કાવ્યપંક્તિ દ્વારા કવિએ ભારતમાતાનો મહિમા કર્યો છે. કવિ કહે છે હું ભારતમાતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશી કહ્યું છે એમ “હું ગુર્જર ભારતવાસી છું , મારે નસોમાં ભારતમાતાનું લોહી છે , મારી માથે ભારતમાતાના આશીર્વાદ છે”.





                  પાઠ - 8

                📝છત્રી 📝

                સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :


(1) દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામે સ્મિત કર્યું કારણ કે…


(A) [✓] લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા

(B) દુકાનદાર લેખકને હસાવવા ઈચ્છતો હતો

(C) દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો

(D) લેખકની ચતુરાઈ જોઈ હસતો હતો


(2) લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે...


(A) લેખક પાસે પૈસા ન હતા

(B) લેખકને રાજકોટ જવું ગમતું હતું

(C) [✓] તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા

(D) છત્રી હવે વેચાતી મળતી ન હતી


[Q - 2]. નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :


(1) દુકાનદારે લેખકને કઈ સલાહ આપી ?

જવાબ :લેખકને દુકાનદાર એ સલાહ આપી કે તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવો.


(1) પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું ?

જવાબ :રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. જેથી કરીને તેમના કુંવરને કાંટા ન વાગે.


[Q - 3]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો :


(1) રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે...

જવાબ :રાજકોટ છેક છત્રી લેવા જવામાં ઘણો બધો ખર્ચ થાય તેમ હતું. બધાને માટે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં. પણ તે મુર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા. કેમ કે, તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પર કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતા ની કદર કરવી જોઈએ , એવો તેનો દ્રઢ મત હતો.



(2) રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ કરી લાગતી હતી કારણ કે...

જવાબ :અમદાવાદ થી છેક રાજકોટ જવાની બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રીક્ષા ભાડાના તેમજ ચા-પાણી , નાસ્તા વગેરેનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો - સાડા ત્રણસો રૂપિયા થઈ જાય, આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મુર્ખામી ભરી લગતી હતી.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી - કેવી સલાહ મળી હતી ?

જવાબ :છત્રી ન ખોવાય એ માટે લેખકને નીચે મુજબ સલાહ મળી હતી

(1)લેખકે છત્રી સાચવવા પોતાની સાથે પગાર દાર માણસ રાખવો, કેટલાક લોકો જેમ ડ્રાઈવર રાખે છે તેમ    બે-ત્રણ કલાક પૂરો પગારદાર રાખી શકે

(2)તેમની છત્રી પર પોતાનું સરનામું અને નામ લખવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે

(3)ગળામાં મોટી દોરી રાખવી અને એ દોરીને છત્રી જોડે બાંધી દેવી. જેથી કરીને છત્રી ખુલી શકે એટલી    મોટી દોરી રાખવી. વરસાદ માં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખવ

(4)તેમણે ચાર્તુમાસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા ને પ્રભુભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ના પડે. એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ર્ન જ ના રહે !


(2) અમદાવાદ - રાજકોટથી મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો.

જવાબ :અમદાવાદ - રાકોટથી મુસાફરીમાં લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ સરનામું લખેલું હતું. એ છત્રી રાજકોટ સુધી પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું ? એમાં રાજકોટ જવા - આવવાના ભાડાં અને રીક્ષા ભાડાંના તથા ચા-પાણીના વગેરેના મળીને લગભગ ત્રણસો-સાડા ત્રણસો જેટલા રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા પત્રલેખક્ની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા.

છત્રી મેળવી અને એ સજ્જન નો આભાર માન્યો વાળી બસમાં અમદાવાદ પાછા આવ્યા અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસ માં છત્રી ભૂલી ગયા ! ઘરે ગયા પછી બધાએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તો તે તરત બસની ઓફિસે ગયા. આમ, કરવા જતાં રિક્ષાભાડાં ના જવા-આવવાના બીજા એંસી રૂપિયા થયા. આમ, ‘તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ’ એ કહેવત જેવું થયું.

      




                    કાવ્ય 9

        📝માધવ દીઠો છે ક્યાંય ?📝

                     સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ…


(A) કદંબની ડાળ

(B) કૃષ્ણમિલન

(C) યમુનાનું વહેણ

(D) [✓] કૃષ્ણ માટેનો વિરહ



(2) કવિ કોના ઊડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ?


(A) [✓] મોરપિચ્છ

(B) પક્ષીઓ

(C) સ્વર્ગનું વિમાન

(D) મારગની ધૂળ



[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :


(1) મારગની ધૂળને કવિ શું પૂછે છે ?

વાબ :મારગની ધૂળને કવિ પૂછે છે તમે મારા માધવને ક્યાંય દીઠો છે.


(2) પાતાળમાં કોણ પરખાય છે ?

વાબ :પાતાળમાં હરિવર પરખાય છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો :


(1) જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે ?

વાબ :કૃષ્ણનો અને યમુનાનો નાટો જાણીતો છે. કવિ કહે છે કે યુમુનાના જળમાં હરિવર સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવર તે જ જળની સપાટી પર રેલાઈ રહ્યા છે.


(2) રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે...

વાબ :રાતરાણી ઝાકળથી ન્હાય છે કારણ કે રાતરાણીને બહાવરી રાત્રીના પગલાંનો સ્પર્શ થાય છે.



Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો.

વાબ :‘માધવ દીઠો છે ક્યાંય ?’ ગીતની ધ્રુવપંક્તિ છે, વાંસળીનો સુર, તીવ્ર ઉત્કંઠા સાથે , કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે સંબંધ છે.સૂરની માધવ માટેની શોધની ઉત્કંઠાને લઈને બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ-નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે : ‘માધવ દીઠો છે ક્યાંય ?’ પ્રશ્ર્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જશે જ એવી શ્રધ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે. એને પહેલા પૂછે છે. ધૂળ પરંતુ ધૂળ પાસેથી કશોય જવાબ મળતો નથી ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે પણ યમુનાના વહેણ મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજનો ઉજાસ ઉદાસ હતો. સૂરની વિહવળતા વધી ગઈ. આકાશનો ચંદ્ર પણ વિહવળ એવો સૂરને શ્યામ ભાસે છે.આમ, સજીવ-નિર્જીવ , જલ-સ્થલ-સર્વદા સૂર ફળી વળે છે , પણ ક્યાંય માધવ મળતા નથી, તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે.


(2) કાવ્યપંક્તિ સમજાવો


વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક

ઢૂંડે કદંબની છાંય,

મારગની ધૂળને ઢંઢોળી પૂછે,

 મારા માધવને દીઠો છે ક્યાંય ?

                       

વાબ :‘વાંસળી’ છે, સાથે ‘સૂર’ છે. બંને એકબીજા સાથે અભિન્ન છે; ‘વાંસળી’ નું તેમજ એના વગાડનારનું ગૌરવ પણ ‘સૂર’ ને કારણે છે. જોકે કાવ્યમાં, પ્રસ્તુત પંકિતમાં વાંસળીથી આ સૂર વિખૂટો પડી ગયો છે. છૂટો પડી ગયેલો સૂર વાંસળીને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે. એમાં વિયોગ છે , વ્યાકુળતા છે , વ્યથા છે. આગળ જતા એ સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે. ‘મારા માધવને દીઠો છે ક્યાંય ?’ કાવ્યાભિવ્યક્તિની મહત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્વ છે.





પાઠ  10

     📝 ડાંગવનો અને 📝

સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ?

   (A) અંકલ ઈશ્વર

   (B) ઔદ્યોગિક મથક

   (C) [✓] ગંદકેશ્વર

   (D) દુર્ગંધેશ્વર


(2) શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે ?

(A) લાઈટના કારણે

(B) [✓] આગિયાના કારણે

(C) બીજાં વૃક્ષોને કારણે

(D) ફૂલ-ફળથી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :


(1) શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા ?

વાબ :મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા.


(2) ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો ?

વાબ :  ગિરા નદી પર ગિરમાળાનો ધોધ પડતો હતો.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે...

વાબ :તેમના સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે-ધીમે નાનું થઈને ઓગળી જતું જોવા મળ્યું. આથી લેખકની મુસાફરી તેમની યાત્રા બની હતી.


(2) લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે...

વાબ :એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે. જેમ માછીમારો જાળ નાખીને માછલાંની રાહ જોતા ઊભા હોય તેને પોતે એકરૂપ બની નહીં , ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. ભાષાઓ ને પણ ઊર્જા મળે છે. આથી લેખક પોતાને નાનકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો.

વાબ :પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ-ગંધ-અવાજના વિવિધ રૂપની , ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરો રસ્તો સાપ આકારના લાગે છે. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘરો લાલ પર્ણોના હોય તેવા લાગે છે. પવનની લાકડી ફરે ને આ દ્રશ્ય-શ્રાવ્ય પરિવર્તન થતું રહે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી અનુભૂતિ મનોહર દુનિયા છે. થોડા સમય પહેલા પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું છે. બધાની નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલી ઘાસની પોતપોતાની લીલાશ છે. એ બંનેનો મિજાજ સૂર્ય જેવો પ્રકાશિત ચડિયાતો છે. આ દ્રશ્ય બહુ જ રમણ્ય છે.



    કાવ્ય 11

📝શિકારી 📝

    સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે ?

(A) પંખીનો શિકાર કરવાનું

(B) તીર ચલાવવાનું

(C) માળો બનાવવાનું

(D) [✓] પંખીના ગીતને સાંભળવાનું


(2) કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે ?

(A) [✓] સંહાર કરવાનું રહેવા દે

(B) તું ક્રૂર બન

(C) તારે સુંદર બનવાની જરૂર નથી

(D) પ્રકૃતિનો તું નાશ કર


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :


(1) કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં જોવા મળશે ?

વાબ પક્ષી એના મધુર ગીતોમાં જોવા મળે છે. કવિની દ્રષ્ટિએ.


(2) શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે ?

વાબ :શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે ?

વાબ     વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે. કવિ વૃક્ષો , પંખીઓ , ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે છે. કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિએ આ સૃષ્ટિને આવરી લીધા છે.


(2) પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે ?

વાબ વાબ વાબ વાબ વાબ વા    તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીતો સાંભળવા મળે છે. કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવું નહીં.






[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો 


(1) કવિ શિકારીને કઈ શિખામણ આપે છે ?

વાબ :   તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સંભાળ. સમગ્ર વિશ્વમાં સંતના આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે. પક્ષીએ પ્રભુનું સર્જન છે, તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એમાં ફૂલો , ઝરણાં , વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. સફળ વિશ્વ સંતાનો આશ્રમ છે. કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી , તને આવી ક્રૂરતા શોભા દેતી નથી.


[Q - 5]. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :


(1) “સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,

સૌંદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે”

વાબ :     પણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે , આપણે સ્વંય સુંદર બનવું પડે. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી.સમગ્ર વિશ્વમાં સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમા રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી.



         પાઠ 12
        📝ચોપડાની ઇન્દ્રજાળ📝
            સ્વાધ્યાય
    
[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :

(1) લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે…

(A) લેખક પોતાના ઘરેથી ખાવાનું લઈને ગયા હતા
(B) પિતાજીનું અવસાન થયું હતું
(C) [✓] જીવલાના છોકરાના મોનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું
(D) લેખક ખુબ જ ભણેલા હતા


(2) જીવલાની કરુણ દશા જોઈને...
(A) લેખક રાજી થઈ ગયા
(B) [✓] લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું
(C) લેખકને કશી અસર ન થઈ
(D) લેખક હસવા લાગ્યા

[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ઉજ્જડ જમીનમાં જે ધન પાકતું તેમાં કોનો ભાગ રહેતો ?

વાબ :   ના રાજા , અમલદાર , ધગડું , તલાટી , ભૂવો અને શાહુકારનો ભાગ રહેતો.

(2) ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો ?
વાબ :   રાતા રંગનો ચોપડો ગરીબોનું શોષણ કરે છે.

[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :

(1) લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો.

વાબ :   લેણદાર અને દેણદારના અવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો હતો. લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. તેમની બા તેમને અથાણું ને થોડી દાળ આપતા પણ લેણદારનો દીકરી ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શિરો જમવાનો હક.

(2) દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ - કઈ વસ્તુઓ આપવા જતો ?
વાબ :   અનાજ , કઠોળ , શેરડી , શાકભાજી , ગોળ વગેરે વસ્તુઓ આપવા જતા.

[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :

(1) જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો.

વાબ :   લેખકે ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શિરો જમાડતા. અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણસો રૂપિયા વ્યાજવા લીધા હતા. ઉપરાંત દર વર્ષે લાકડાં , ડાંગર , કેરી , શાકભાજી , ગોળ , શેરડી , બોરા , જાંબુ વગેરે ત્યાં જઈ આપી આવતા. ગમે તેવા માઠાં વર્ષો ગયા હોય અને પાક સારો ન થયો હોય નો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. લેખકે તેને ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુઋતુના ફળ , શેરડી , કેરી , ચણાનો ઓળો , બોર વગેરે ખાવા આપતો અને ઘરે લઈ જવા પણ બાંધી આપતો. જુવાનીમાં પણ જીવલો કૃશ થઈ ગયો હતો. વાલોળ અને રીંગણાં બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જીવલાની શુધ્ધ દાનતા, પ્રામાણિકતા અને તેના કુંટુંબની આપંત કરુણ દશા જોઈને લેખક તેમના ચોપડાની ઈન્દ્રજાળમાંથી મુક્ત કર્યા છે. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દુધે ધોઈને આપવા માટે જીવલો રાત-દિવસ કાળી મજૂરી કરતો તોપણ તેના છોકરા ભૂખે મરતાં.


(2) રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું ?
વાબ :   આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૂ. 1500 લેણ નીકળતા હતા. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શિરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સામે ખડું થયું. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેઓ જ શોષણ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન વિચાર ચાલ્યું. આ ગરીબ જીવલાના છોકરાના મોં માંથી લેખક કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લાગે છે. લેખકને પોતાની જાત પર આવ્યો. જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું કે, ‘બોડીને તાં વળી કાંહકી કેવી ?’ આ શબ્દો સાંભળીને લેખકને રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેમની કાયમી ગરીબાઈ યાદ આવી.





કાવ્ય 13

📝વતનથી વિદાય થતાં📝

સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) કવિને શાની ભ્રમણા થયા છે ?

(A) [✓] બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની

(B) શહેરની ગીચ વસ્તીની

(C) પોતાની પત્નીની

(D) પુત્રની


(2) વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે...

(A) શહેરી દુનિયાની મજા મસ્તી

(B) ઉલ્લાસ અને આનંદ

(C) વતન પ્રત્યેનો તિરસ્કાર

(D) [✓] વતન માટેનો તલસાટ


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :


(1) વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે ?

જવાબ 👉 વતનથી વિદાય થતા કવિ , સ્નેહીજનો , પોતાના ઘરથી , ડુંગરો , નદીઓ , કોતરો , ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :

]

(1) કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે કારણ કે...

જવાબ 👉  કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે. વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન , ત્યાંના ડુંગર , નદી , કોતરો , ત્યાંના માણસો , ખેતરો વગેરેની તેમની માયા છોડીને જવાનું થયા છે. વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. વતનની યાદો તેમના હૈયામાં વસી છે. આના કારણે કવિના પગ માંડ માંડ ઉપડે છે.



[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ 👉 સોનેટની આ છેલ્લી પંક્તિઓમાં કવિએ પોતાના વતનની વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને રસ તરબોળ તેમજ માર્મિક વળાંક આપ્યો છે.બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું. વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી.તેમ છતાં મજબુર થઈ છોડે છે ત્યારે છેલ્લી તરફ પોતાના ગામના દૂરના ખેતરો સુધી નજર દોડાવે છે ત્યાં બે હાથ ઉંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે.

 




પાઠ 14

   📝જન્મોત્સવ📝

સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે…

(A) [✓] વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું

(B) માણકી બાળકને જન્મ આપવાની હતી

(C) કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો

(D) નાટક રજૂ થઈ રહ્યું હતું


(2) આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે ?

(A) લેખક કશું જ કહેવા માંગતા નથી

(B) કૃષ્ણજન્મનું મહત્વ સમજાવવા માંગે છે

(C) [✓] સમાજની બે જુદી - જુદી પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે

(D) પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક વાક્યમાં ઉત્તર આપો :


(1) હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું છે ? - આ વાક્ય   કોણ બોલે છે ?

જવાબ : આ વાક્ય વેલજી ડોસો બોલે છે.


(2) ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની ?

જવાબ : ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટનારૂપે ગાજી ઉઠ્યું.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) અસિતે કૃષ્ણજન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો.

જવાબ :    અસિતે કૃષ્ણજન્મની તરકીબ વીજળીની મદદથી રચી હતી. દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. રાત્રીના બાર વાગ્યે કિનખાબનો પડદો ખુલે. આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય. સાથે ઝાલર , મંજીરા  , કાંસા ને શંખનો ધ્વનિ સંભળાય. બિભાસના સૂર વાતાવરણને આહલાદક બનાવે તેવી તરકીબ અસિતે રચી.


(2) કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા ? શા માટે ?

જવાબ :  કાનજી અને દેવજી બાળકને લઈને વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજીત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે આજીવન અપંગ કરી દેવું.આમ, કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) નિજમંદિરના ઊભું કરેલું કૃષ્મજન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો.

જવાબ :    અસિતે વીજળીની તરકીબથી પોતાની ટેક્નોલોજી દ્વારા કૃષ્ણજન્મોત્સવનું દ્રશ્ય નિજ મંદિરમાં ખડું કર્યું હતું. આકાશમાં તેજનો પુંજ અવતરતો બાળકરૂપે ઝૂલવા લાગ્યો. દેવકીના ખોળામાં કન્હૈયો રમવા લાગ્યો. એકાએક કાંસા , ઝાલર , મંજીરા અને શંખનો ધ્વનિ થયો. બહાર બેઠેલા શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના સૂર છેડ્યા.ભગવાનના અન્નકૂટમાં રંગોની રચના કરી વાસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ જવા નીકળ્યા દેવકી રડવા લાગી અને વાસુદેવે કૃષ્ણને હળવેથી છાબમાં મૂક્યાં. અંગુઠો ચૂસતા , વટપત્રમાં સુતેલા ભગવાનના ચેહરા પર હાસ્ય હતું. વાસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતા જ કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો , બાળ ગોપાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઉઠી , જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યો.

       સૌને પ્રસાદ આપવામાં આવ્યો. અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.


(2) નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો.

જવાબ :    જન્મોત્સવ વાર્તામાં કવિએ બે પરિસ્થિતિઓનું વર્ણન કર્યું છે. કૃષ્ણના જન્મ વખતે આનંદને ઉલ્લાસ છે. તો બીજી બાજુ કરૂણા અને મજબૂરી છે. કિસાનને લઈને વેલજી અને કાનજી વેલજી ડોસાને ત્યાં જાય છે વેલજી ડોસો કિસાનને અપંગ બનાવે છે.

      કાનજી કિસાનને અપંગ બનાવીને આજીવન ભીખ મંગાવવા ઈચ્છે છે.

      બાળકની ચીસ તેમજ કરૂણા રુદન કોઈના પણ હૃદયને સ્પર્શતા નથી. કાનજી આંધળો છે. કિસાનની માતા માણેકની મજબૂરી છે. દીકરો અપંગ અને દારૂણ ગરીબ છે. ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણજન્મનો ઉત્સવ છે. બીજી બાજુ કિસાનનો જન્મ છે. બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવવા અપંગ બનાવે છે. આવી છે જીવનની કરૂણા.





                    પાઠ 16

     📝ગતિભંગ📝

સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) ડુંગર અને તેની વહુ કયા સ્ટેશન ગાડી પકડવા માંગતા હતા ?

(A) [✓] રાજપુર

(B) વરતેજ

(C) ધોરાજી

(D) ગાંધીધામ


(2) ‘આપણી બબલીની જ પગલી જાણે !’ આ વાક્ય કોણ બોલે છે ?

(A) સ્ટેશન માસ્તર

(B) ડુંગર

(C) [✓] ડુંગરની પત્ની

(D) પતિ


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું ?

જવાબ :ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું.

(2) ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી ?

જવાબ :ડુંગરે પોતાની નજર ગગનના(આકાશ) માર્ગ તરફ સ્થિર કરી.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે ?

જવાબ :ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત(છોકરી) બબલીની જ હોય તેવું લાગ્યું. આમ,મૃત સંતાનની યાદથી હાલી ઉઠેલી તે અટકી ગઈ.


(2) “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું” તેમ ડુંગરની પત્નીએ શા માટે કહયું ?

જવાબ :     ગાડી ચૂકી જવાની ચિંતા ડુંગરને હતી ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને બોલી ઊઠી : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” ડુંગરની પત્ની મૃત પુત્રીના ખોવાઈ જતા ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને ઉપરોક્ત વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) પુત્રી ખોયાની માતા - પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો.

જવાબ :     ખેતરે જતા અને આવતા આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ.રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઝડપભેર દોડી રહ્યા હતા, ત્યાં તેની પત્નીની ઝડપની ગતિ થંભી ગઈ. કારણ કે તે માર્ગે તેની મૃત બબલીની પગલીઓની છાપને વારંવાર શોધતી રહી અને મૃત બબલીની યાદ આવી ગઈ.

       આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી આ જોઈને ડુંગર ગુસ્સે ભરાયો કેમ કે તેને લાગ્યું કે ગાડી ચૂકી જવાશે. ગાંડી એવા પગલાં તો ઘણાય હોય એમ કહી ડુંગર તેની મનોસ્થિતિ જોઈ ડુંગર વધારે કાંઈ કહી શક્યો નહીં. પતિ અને પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે તેની પત્નીએ કહ્યું : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.”

               આમ, પુત્રી ખોયાની માતા-પિતાની વેદના “ગતિભંગ” પાઠ પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે.







કાવ્ય 17

📝દિવસો જુદાઈના જાય છે📝

સ્વાઘ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) સ્વજન સુધી કોણ લઈ જશે ?

(A) મિત્રો

(B) [✓] દુશ્મનો

(C) ઈશ્વર

(D) ગની


(2) કવિને ક્યાં સુધી જવાનું હતું ?

(A) ધરા સુધી

(B) ગગન સુધી

(C) ઉન્નતિ સુધી

(D) [✓] એક - મેકના મન સુધી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો 


(1) ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે ?

જવાબ :ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે.

(2) કવિ માટે કેવા દિવસો જતા હતા ?

જવાબ :કવિ માટે પ્રિયતમાંથી જુદાઈના વિરહના દિવસો જતા હતા.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) કવિ કઈ અરજ કરે છે ?

જવાબ :કવિ કહે છે કે તમે રાંકનાં રતન જેવા છો, અમારી આ અરજી માન્ય હોય તો હૃદયથી આંસુ લુછવા રાંકનાં નયન સુધી જાઓ એ રાંકનાં દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. આવી કવિ અરજ કરે છે.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) ‘દિવસો જુદાઈના જાય છે’ - ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ :દિવસો જુદાઈના જાય છે ગઝલની પંક્તિમાં જ કવિના વિરહની મનઃસ્થિતિ જોવા મળે છે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમ છતાં આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમને મંઝિલ સુધી લઈ જશે.

       તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજા દિલ સુધી પહોંચવું છે.

               કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય આટલી અમારી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી રાંકનાં નયનોમાંથી વહેતા આંસુઓ લુછવા પહોંચજો.


(2) પંક્તિઓ સમજાવો…


“ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,

 અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી”


જવાબ :કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી કવિ કહે છે કે અહીં આપણે તો એકબીજાના મન સુધી જવું હતું એકબીજાના દિલમાં વસવું હતું.




            પાઠ 18

            📝ભુખથીય ભૂંડી ભીખ📝

           સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો ? આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે ?

(A) [✓] શેઠ કાળુને કહે છે

(B) સિપાઈ કાળુને કહે છે

(C) રાજુ કાળુને કહે છે

(D) કાળુ રાજુને કહે છે


(2) કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત…..

(A) કીર્તિની ભૂખ છે

(B) માનવીની જરૂરિયાત છે

(C) માનવીની ઈર્ષ્યા છે

(D) [✓] સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી ?

જવાબ : દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહાજને મદદ કરી.

(2) કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે ?

જવાબ : કાળું અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે.

(3) સદાવ્રતમાં અનાજ લેવા કોણ - કોણ ઊભા હતા ?

જવાબ : સદાવ્રતમાં અનાજ લેવા જેમણે ખળામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા, જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા, નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનાર પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભો હતો.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે ?

જવાબ :કાળું અનાજ લેવા માટે અચકાતો જોઈને સુંદર શેઠે તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય, ધર્માદાનું લાગતું હોય તો કાલથી આ ઓટલા પર ઝાડુ મારી જજે મુખિયાજી પાસેથી ગાડી-તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહીં થાય કે હું મફતનું લઉં છું. સુંદર શેઠની વાત સાંભળી અંતે કાળુ અનાજ લેવા માટેની તૈયારી દર્શાવી.


(2) ‘બાવાનાં બેય બગડ્યાં’ એમ કાળુ શા માટે કહે છે ?

જવાબ :સુંદર શેઠે કહ્યું કે “તમારૂં છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી.” આ સાંભળી કાળુએ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી.તેને થયું કે આ તો બાવાના બેય બગડ્યા જેવો ખેલ થયો. કારણ કે કાળુ ને એમ થયું કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં એ ટેક પળાઈ નહીં અને ભીખ માંગીને આ તો મારવા જેવું થયું.


(3) સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.

જવાબ :શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા. સુંદરજી ગામના મહાજન હતા. સફેદ ધોતિયું , અંગરખું , માથે સોનરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો રાખતા. કોઈ વ્યક્તિ ધર્માદું અનાજ લેવાની ના પાડતા તો તેને નાનું-મોટું કામ સોંપી તેનું સ્વમાન જાળવતા. અને કહેતા તમારૂં છે ને તમને આપીએ છીએ. આમ, તેમનું વ્યક્તિત્વ શાંત , સરળ હતું.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) આ વાર્તાને આધારે કાળુનું પાત્રાલેખન કરો.

જવાબ :‘ભુખથીય ભૂંડી ભીખ’ નવલકથાના મુખ્ય બે પાત્રો છે કાળુ અને રાજુ જાતિએ ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે. પોતાની જિંદગીમાં એણે કોઈની આગળ હાથ લાંબો કર્યો નથી. ભૂખને લીધે અને દુકાળને કારણે કાળુનું સ્વમાન હણી ગયું.

ભીખ માંગવી એ તેના સ્વભાવમાં નથી આવી પરિસ્થિતિમાં સુંદરજી મહાજને પોતાના કોઠારમાંથી ધાન આપવાનું શરૂ કર્યું પણ કાળુ ને આ ધાન લેવું પસંદ નથી. ભીખ માંગવાની ? હાથ લંબાવવાનો ? રાજુ સમજાવે છે પણ સ્વમાની કાળુ કંઈ ગણકારતો નથી.

        સ્વમાની કાળુને સુંદરજી પોતાના ઓટલા ઉપર ઝાડુ મારવાનું કામ સોંપે છે. જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. આથી શેઠની વાત તેને ગળે ઉતરી અને તેને માન થયું. અને પોતાના વિચારો બાલિશ લાગ્યા. એણે દોઢ પાશેર ખીચડી પોતાના ધોતીના છેડે બાંધી લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું અને થયું ‘આ તો બાવાના બેય બગડ્યા’ ટેક પણ ન રહી.

                કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. એણે સાચું જ કહ્યું હતું કે ‘ભૂખ ભૂંડી નથી, પણ ભુખથીય ભૂંડી ભીખ છે.’

                        લેખકે કાળુની મનોદશા વર્ણવતા સાચું જ કહ્યું છે “નથી વેઠાતાં, રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય ! માટે ઝીંકવા માંડ ! પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે , ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય.”


(2) આ વાર્તાને આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો.

જવાબ :     ધરતી પર ચારે બાજુ વનમાં , ખેતરોમાં , બજારમાં , શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યાં હતા. બાર-બાર માસથી વરસાદ વરસ્યો નહોતો. મેઘરાજા જાણે રૂઠ્યાં હતા.

ઘણાને પોતાના સ્વજનો ગુમાવ્યાની વેદના હતી. એ પ્રશ્ર્ન હતો આટલા બધા શબને દાટવા ક્યાં ? બાળવા ક્યાં ? ભૂખે માનવીઓના હાડમાંસ ગાળી નાખ્યા હતા.

      શેઠજીએ પોતાના કોઠારમાંથી અનાજ આપવાનું શરૂ કર્યું પણ દોઢ પાશેર ખીચડીથી પેટ કયાંથી ભરાય. છતાં જે મળે તે લેવા કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયનિય હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ સમયના દુષ્કાળની ભયાનક પરિસ્થિતિનો કરૂણ ચિતાર આપે છે.

     

(3) રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો.

જવાબ : રાજુની મનોવ્યથામાં કરૂણા અને લાચારી જોવા મળતી હતી. દુષ્કાળની પરિસ્થિતિથી ગામના સૌ દુઃખી હતા. બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું હતું. રાજુએ તો વાસ્તવિકતા સ્વીકારી લીધી. આ સ્થિતિમાં ભીખ માંગવામાં શરમ શાની ? એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું.પોતાના કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. રાજુ પણ જાણે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઈ વળવાનું નથી એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાશેર ખીચડી માટે ? કાળુનો આ બબળાટ રાજુથી સહન થતો નથી છતાં તે ચિડાઈને કાળુને ઠપકો આપે છે.રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી, તેનું બાવડુ ઝાલીને હડસેલતી ‘છાનામાના ઘરે હેંડો’ એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. કાળુને સાચવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર ચિંતા જેવી બની છે.




             કાવ્ય 19

📝એક બપોર📝

               સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) ખેતરના શેઠે શું બન્યું હતું ?

(A) બળદ થાકીને બેસી ગયા હતા

(B) [✓] સારસી ઊડી ગઈ હતી

(C) વરસાદ તૂટી પડ્યો હતો

(D) ગળા સમું ઘાસ ઊગી ગયું હતું


(2) કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા ?

(A) બાવળ

(B) બોરડી

(C) આંબો

(D) [✓] મહુડી


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

(1) ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે ?

જવાબ : માને કવિ ઢોચકીમાં છાશ રેડી દેવાનું કહે છે.

(2) કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે ?

જવાબ : ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે કેમ કે હવે તેમને કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે ?

જવાબ :પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીના છાંય તળે પડી રહેવા માંગે છે. એના ઊડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એક સારસી જે કવિને બહુ જ પ્રિય લાગે છે. તે ખેતરને શેઢેથી ક્યાંક ઊડી ગઈ છે. એમને જીવનમાંથી રસ ઊડી ગયો છે.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) સારસીની ઊડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.

જવાબ :    ભલે આકાશ રેલાઈ જાય , ગળા સુધી ઘાસ ઉગે તોપણ તેમને એની પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. સમગ્ર કાવ્યમાં ગામડાના જીવનનું વર્ણન છે. પોતાના ખેતરમાં હળ છે , માં છે , બળદ છે , મહુડો છે , શેઢો છે , સારસી છે. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઊડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી. હવે તેમનું જીવન માંથી રસ ઊડી ગયો છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પડી દે છે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે. કેવળ શૂન્યમનસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે.



(2) ગ્રામજીવનમાં ખેતર-વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. -

જવાબ :     એક બાજુ ગોળ તૈયાર થતો હોય , તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. થોડી વાર મહુડીને છાંયે આરામ કરે. આવનારા મુસાફરો અને મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદું - લીબું નાખી શેરડીનો રસ પણ પાય છે. આ રીતે મહેમાનોનું ખુબ જ સરસ રીતે સ્વાગત કરે. ગામડાના જીવનમાં ખેતર - વાડી ખેડૂતનું સાર સર્વસ્ત્ર છે. સાવરે નાહી - ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતર જવા નીકળી પડે. બળદને પણ હળમાંથી છુટા કર્યા હોય. બળદ પણ આમતેમ ફરે , ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેરતની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય. શેરડી ઊગી હોય , શેરડીનો કોલુ પણ ફરતો હોય.





પાઠ 20

📝વિરલ વિભૂતિ📝

સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા ?

(A) [✓] શ્રીમદ્દ રાજચંદ્ર

(B) વિનોબા ભાવે

(C) લોકમાન્ય ટીળક

(D) ગોપાલકૃષ્ણ ગોખલે


(2) મનુષ્યદેહ શાના જેવો છે ?

(A) [✓] છાશ

(B) દૂધ

(C) ઘી

(D) દહીં


(3) શ્રીમદ્દ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનની ભરપૂર ચિંતનગ્રંથ કયો છે ?

(A) પુષ્પમાળા

(B) [✓] મોક્ષમાળા

(C) ભાવમાળા

(D) રાજમાળા


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) શતાવધાની શક્તિ એટલે શું ?

જવાબ :    એક સાથે સૌ વસ્તુઓ , ભૂલ વિના , ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે શતાવધાની શક્તિ.

(2) મનુષ્ય આત્મા શાના જેવો છે ?

જવાબ :    મૂલ્યવાન મનુષ્ય - આત્મા જેવો છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) શ્રીમદ્દ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો ?

જવાબ : સામાન્ય વિધાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતા સાત વર્ષ લાગે છે. એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. શ્રીમદ્દ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા , ભણતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. આમ, કહી શકાય કે શ્રીમદ્દ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી.



(2) શ્રીમદ્દ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે ?

જવાબ : તેમનામાં જીવદયા અને કરુણા હતા એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેતા જીવો જોયા. નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી.


(3) કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા ?

જવાબ : શ્રીમદ્દ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ! ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમને શ્રીમદ્દને વાંચી સંભળાવ્યા. શ્રીમદ્દના કાકાજી સસરા ડો. મહેતાએ ગાંધીજીને શ્રીમદ્દનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો.


(4) ગાંધીજીનો શ્રીમદ્દ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો.

જવાબ : ગાંધીજીએ શ્રીમદ્જીના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ નું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ્દલિખિત કાવ્ય ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?’ ‘આશ્રમ ભજનાવલી’ માં સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીજીએ અધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મુંજવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્ર્નો પણ પૂછતાં. આ દ્રષ્ટિએ જોતા એક કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદ્જી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા. ગાંધીજી શ્રીમદ્જી પાસેથી સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. તેમની પ્રેરણાથી ગાંધીજી અહિંસા , હિંસા , બ્રહ્મચર્ય , અભય વગેરે જેવા ગુણોનો વિકાસ થયો હતો. શ્રીમદ્દની સ્મરણશક્તિ , બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેમના અનુરાગી બની ગયા. આથી ગાંધીજીને ગાંધીજીનો આધ્યાત્મિક સાથેનો સંબંધ બહુ ઊંડો હતો.







     કાવ્ય 21

📝ચંદલિયો📝

    સ્વાઘ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) કાવ્યનાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે. આ રૂપકો…..

(A) [✓] દિયર-દેરાણી માટે કાવ્યનાયિકાનો પ્રેમ દર્શાવે છે

(B) દિયર દેરાણીની પ્રશંસા દર્શાવે છે

(C) દિયર દેરાણી માટે કાવ્યનાયિકાની ઈર્ષ્યા બતાવે છે

(D) દિયર-દેરાણીના સંબંધ દર્શાવે છે


(2) સગી નણંદના વીર સાથે કાવ્યનાયિકાનો કયો સંબંધ છે ?

(A) નણદોઈ

(B) સસરા

(C) પિતા

(D) [✓] પતિ


(3) આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે ?

(A) સખી

(B) સાસુ

(C) [✓] દેરાણી

(D) નણંદ


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે ?

જવાબ : નણદોઈને આ લોકગીતમાં વાડીમાંનો મોરલો કહ્યો છે.

(2) સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે ?

જવાબ :   પૂર્વજન્મનાં માતાપિતાને સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ વ્યક્ત કરે છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :

(1) આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો.

જવાબ :  ‘પરણ્યો મારો સગી નણંદનો વીર જો.’ આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જણાવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. કાવ્યનાયિકા સખીને ‘પોતાનો પતિ’ એમ નહીં, પણ ‘પરણ્યો મારો’ એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ , પ્રેમ , અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થયા છે. આમ, આ શબ્દોમાં તેણે ભાઈ-બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે.


(2) કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ?

જવાબ :    એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી - પુરુષો ગરબે રમે છે. શરદ પૂનમની રાત છે. સોળે કળાએ ખીલેલો ચન્દ્ર નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ , મધુર અને રમ્ય લાગે છે.




[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો.

જવાબ :    અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોરલો છે. આમ, કહીને કાવ્યનાયિકાએ તેમના નણદોઈની સુંદર તુલના કરી છે. આમ, કહીને કાવ્યનાયિકાએ ભાઈ-બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે. મધુર કંઠે શરદપૂનમની રાતે ‘ચંદલિયો’ લોકગીત ગીત ગતિ નાયિકાએ એક-એક શબ્દમાં સ્વજનો પ્રત્યે લાગણીને વાચી આપી છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. અંતમાં ‘પોતાનો પતિ’ એમ કહેવાને બદલે ‘પરણ્યો મારો સગી નણંદનો વીર’ જેવા શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું છે. મારો પતિ તો સાચો, પણ એની પહેલા એ એની બહેનનો વીર છે. સાસુ-સસરા એના પૂર્વજન્મના માતા-પિતા છે. એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે. તો જેઠાણી અષાઢની ઝબૂકતી વીજળી જેવી છે. આમ, શરદપૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. એનો દિયર ચંપાનો છોડ છે તો અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખી છે. તેનો અણસાર પણ આપી દીધો છે.


[Q - 5]. નીચેનો અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો :


(1) (પતિ) નવ રંગોવાળી પાઘડી પહેરે છે

જવાબ :    તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

(2) મારી નણંદ વાડીમાંની વેલી જેવી છે

જવાબ :    નણંદ મારી વાડી માયલી વેલ્ય જો.   

(3) આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ છે

જવાબ :  આસો માસો શરદપૂનમની રાત જો.




         પાઠ - 22

📝હિમાલયમાં એક સાહસ📝

             સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો -

(A) કાયમી અનુભવ હતો

(B) ઓછો અનુભવ હતો

(C) [✓] પ્રથમ અનુભવ હતો

(D) છેલ્લો અનુભવ હતો


(2) હિમનદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે

(A) [✓] પાછા ફર્યા

(B) આગળ વધ્યા

(C) રોકાઈ ગયા

(D) સફળ થયા


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી ?

જવાબ : માનવસરોવર પ્રવાસમાં લેખકને જવાની ઈચ્છા હતી.

(2) પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું ?

જવાબ :  લેખકની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી.

(3) ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા ?

જવાબ : પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. ખોભણમાં લેખકનો પગ લપસ્યો. પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આ દોરડાએ તેમને પકડી રાખ્યા હતા. તેથી તેઓ બચી ગયા.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના પાંચ-સાત વાક્યોમાં જવાબ આપો :


(1) પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો.

જવાબ :  બાર કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાલયની શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના માથા ઉપર મુકુટ જેવું લાગતું હતું. અફાટ હિમસમૂહથી ઢાંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી ત્યારબાદ આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓને પસાર કરીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. જવાહરલાલે તેમના એક પિતરાઈ ભાઈ , એક નાનકડી ટુકડી , ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભોમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. મજૂરો પાસે બહુ ભાર નહોતો છતાં તેમને ઊલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકી ગયા હતા. તો પણ તેઓ બધા હિંમત કરીને આગળ વધતા ગયા. બાર કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી એ સૌ સાથે મળીને એમને ખેંચી લીધા. હિમનદીઓમાં મોટી ખોભણો આવતી , તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મુક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા.



(2) લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો.

જવાબ :        આગળ જાઓ તો હિમાલયની આસપાસ વૃક્ષો અને વનસ્પતિ અદ્રશ્ય થઈ જાય, પછી માત્ર ખડક , બરફ અને હિમ , ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. ઝોજીલા ઘાટ તરફની સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો બંને બાજુ પહાડો ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરો જોઈને સંતોષ થાય. હિમના નાના નાના પ્રયાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. સતત ચઢાણ ચઢો તો નજર સામે એક મોટું હિમસરોવર દેખાય. હિમાલય શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. પવન ઠંડો અને આકારો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી.


(3) પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહિ તે કારણો સાથે જણાવો.

જવાબ :       આવું ખોટું સાહસ કરવા જતા પ્રાણ જાય એના કરતા પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું. પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું. કેમ કે રસ્તામાં ઠેકઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહીં. અને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ ન હતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણો દેખાતી નહીં.





                  કાવ્ય 23

            📝 લઘુકાવ્યો 📝

                 સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) કવિ કયાં જવાની ના પાડે છે ?

(A) આવકાર મળે ત્યાં

(B) આદર મળે ત્યાં

(C) આંખોમાં સ્નેહ દેખાય ત્યાં

(D) [✓] આવકારો ન મળે ત્યાં


(2) શું બનવું દુર્લભ છે ?

(A) કુલદીપક

(B) [✓] દેશદીપક

(C) વીર

(D) મહાન


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું ?

જવાબ : જવાબદારીવાળો મુગટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે ?

જવાબ :  કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) પંક્તિઓ સમજાવો.

“સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી


જવાબ : તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. અનેક માણસો એવા છે કે એમ માને છે કે નસીબમાં સુખ , સમૃદ્ધિ , સફળતા લખાયા હશે. ઈમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઈમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઈમારત બની જતી નથી. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. આ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી.



(1) પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે ? વિસ્તારથી સમજાવો.

જવાબ : જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી. પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહિ. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મુકતા એનો ભાર ન લાગે. એની હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે.




              પાઠ 24

📝 ઘોડીની સ્વામિભક્તિ📝

   સ્વાધ્યાય


[Q - 1]. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :


(1) આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી ?

(A) ખદડ

(B) [✓] રેવાળ

(C) ઉભડક

(D) ઠેકતી


(2) ‘ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યા શાની ?’ આ વાક્ય કોણ બોલે છે ?

(A) ગામ લોકો

(B) મામા

(C) ગણેશની બા

(D) [✓] આંબા પટેલ


[Q - 2]. નીચેના પ્રશ્ર્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


(1) ‘પાટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો ?’ -આ વાત આંબા પટેલ કોને કહે છે ?

જવાબ : આ વાત આંબા પટેલ એમની પત્નીને કહે છે.

(2) ‘શેંત્રુજી જેવી સાત નદિયું આડી ચ્યમ નથી પડી ?’ - આ વાક્ય કોણ બોલે છે ?

જવાબ : આ વાક્ય આંબા પટેલ બોલે છે.


[Q - 3]. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :


(1) આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું ?

જવાબ : મામાને આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું. આંબા પટેલના મામા માણસ મોકલીને સંદેશો કહેડાવ્યો હતો.સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા શીરાવવા જણાવ્યું હતું.


(2) પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું ?

જવાબ : કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરાં ફુલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું.


[Q - 4]. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :


(1) ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.

જવાબ : તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. ઢેલ ઘોડી તો જેમતેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે. એટલે ઘોડી નસકોરાં ફુલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘરે જવા ઉપડ્યા. ચોમાસાનાં દિવસો હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતુ અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો, એમ વિચારીને આંબા પટેલે કેડ્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી, પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ત્યાં તે સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકથી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી. આમ, જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીનો જીવ બચાવીને તેના પ્રત્યેની વફાદારી દર્શાવી.




#std 10 gujarati most imp question 2020,#std 10 gujarati most imp question,#std 10 gujarati medium science most imp,#dhoran 10 gujarati #dhoran 10 gujarati paper






































No comments

Powered by Blogger.