ધ્વનિ, સ્વર, વ્યંજન ભાગ- 3 || Sound, vowel, consonant Gujarati
ધ્વનિ, સ્વર, વ્યંજન ભાગ- 3
✅વ્યંજન નું અવર્ગીય/ અસ્પર્શ / આછા સ્પર્શવાળા વ્યંજનોઃ-✅
👉 ઉપરના ૨૫ સિવાયના બાકીના ૯ વ્યંજનો અવર્ગીય વ્યંજનો છે. આ વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે જીભ ઉચ્ચાર સ્થાનોને બરાબર સ્પર્શ કરતી નથી અથવા તો આછો સ્પર્શ થાય છે. આ વ્યંજનોનું ક્રમશઃ વર્ગીકરણ થઈ શકતું નથી તેથી તેને અવર્ગીય વ્યંજન પણ કહે છે, જે નીચે પ્રમાણે છે
: ગુજરાતી ભાષાના કુલ ૩૪ વ્યંજનો નીચે પ્રમાણે છે, જેના પરથી પ્રકાર વ્યંજનામ નક્કી થઈ શકશે.
Sound, vowel, consonant Gujarati
-વ્યંજનના ઉચ્ચારણ વખતે હવાનાં પ્રમાણને લઈને વ્યંજનના બે પ્રકારો પાડવામાં આવે છે.
(૧) અલ્પપ્રાણ વ્યંજન
👉 જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે ઓછી હવાની જરૂર પડે તેને અલ્પપ્રાણ વ્યંજન કહેવાય છે.
અલ્પપ્રાણ વ્યંજનો નીચે મુજબ છે :
કે, ૨, ૮, ૪, ૫, ગ, જ, ડ, દ, બ, ૩, ગુ, ઇ, ન, મ, ય, ર, લ,
(૨) મહાપ્રાણ વ્યંજન
👉 જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે વધારે હવાની જરૂર પડે તેને મહાપ્રાણ વ્યંજન કહે છે.
મહાપ્રાણ વ્યંજનો નીચે મુજબ છે
: ખ, છ, ઠ, થ, ફ, ઘ, ઝ, ઢ, ધ, ભ, શ, ષ, સ, વ, હ
👉 વ્યંજનોના ઉચ્ચારણ વખતે નાદતંત્રમાં ઉત્પન થતાં કંપનને આધારે બે પ્રકાર પડે છે :
(૧) ઘોષ વ્યંજન :
👉 જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા નાદતંત્રીઓને કંપાવીને પસાર થાય છે અને કોમળ
અવાજ નીકળે તેવા વ્યંજનોને ઘોષ વ્યંજન કહે છે.
ઘોષ વ્યંજનો નીચે મુજબ છે :
ગ, ઘ, ૩, જ, ઝ, ગુ, ડ, ઢ, ણ, દ, ધ, ન, બ, ભ, મ, ય, ૨, ૩,૬,૯, ૧
નોંધ: સ્વર બધા ઘોષ વ્યંજન ગણાય છે.
(૨) અઘોષ વ્યંજન :
👉 જે વ્યંજનોના ઉચ્ચારણમાં હવા નાદમંત્રીઓને કંપાવ્યા વિના પસાર થાય અને કઠોર
અવાજ નીકળે તેવા વ્યંજનોને અઘોષ વ્યંજન કહે છે.
અઘોષ વ્યંજનો નીચે પ્રમાણે છે :
ક, ખ, ચ, છ,૮, ઠ, ત, થ, ૫, ૬, શ, ૫, સ
ધ્વનિ, સ્વર, વ્યંજન ગુજરતિ ભાગ- 1
✅ અર્ધવ્યંજન : -
👉 ઘણીવાર ભાષામાં સ્વર સાથે ભળ્યા વગરનો વ્યંજન વપરાય છે. આ વ્યંજનને અર્ધવ્યંજન
કહેવાય છે.
આવા વ્યંજનો ખોડો વ્યંજન અથવા હલન્ત વ્યંજનના નામથી પણ ઓળખાય છે.
ઉદા., અર્થાત, વિધિવતું, કમલવત્
✅ અર્ધસ્વર-
👉 કેટલાક વ્યંજનો એવા છે કે તેમના ઉચ્ચારણમાં તેમની જગ્યાએ સ્વરનો ઉપયોગ થાય છે.
આવા વ્યંજનોને અર્ધસ્વર કહેવાય છે.
ગુજરાતી ભાષામાં ય, વ, હ એ ત્રણ અર્ધસ્વરો છે.
તે અંતઃસ્થ વર્ણ તરીકે પણ ઓળખાય છે. ગાઉ, હ- ટહુકો - ટહકો.
ઉદા, :ય - પયસો - પઈસો, ૧- ગાવ
👉 નોંધઃ સાર્થકોશમાં ૨ ને પણ અર્ધસ્વર તરીકે સ્વીકારાયો છે.
✅ પાણ્વિક વ્યંજન -
👉 જે ધ્વનિનાં ઉચ્ચારણ વખતે જીભની બંને બાજુએથી હવા પસાર થાય તે ધ્વનિને પાણ્વિક વ્યંજન કહેવાય છે. આ ધ્વનિઓના ઉચ્ચારણ વખતે જીભ તાળવાને અડકે છે અને તેથી રોકાયેલી હવા જીભની બંને બાજુએથી પસાર થાય છે. અને પાર્વિક ધ્વનિઓ છે. લ ના ઉચ્ચારણ વખતે જીભનો આકાર ઊંધા નળિયા જેવો થાય છે.
👉 ળ થડકારવાળો ધ્વનિ છે કારણ કે તેના ઉચ્ચાર વખતે જીભ થડકારો અનુભવે છે.
✅અનુનાસિક વ્યંજન -
👉 જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા મુખપથ અને નાસિકપથ બંનેમાંથી પસાર થાય તેવા વ્યંજનને અનુનાસિક વ્યંજન કહેવાય છે.
ક, ગ, ઘ, ન, મ એ પાંચ ગુજરાતી ભાષાના અનુનાસિકો છે.
✅ નિરનુનાસિક વ્યંજન »
👉 જે વ્યંજનોના ઉચ્ચારણ વખતે હવા માત્ર મુખપથમાંથી પસાર થાય તેવા ધ્વનિઓને નિરનુનાસિક વ્યંજન કહેવાય છે. ઉપર દર્શાવેલા પાંચ અનુનાસિક સિવાયના ૨૯ વ્યંજનો નિરનુનાસિક વ્યંજન
ગણાય છે.
✅ પકંપી વ્યંજન:-
👉 જે વ્યંજનના ઉચ્ચારવ્ર વખતે જીભમાં કંપ ઉત્પન થાય તેવા વ્યંજનને પ્રકંપી ધ્વનિ (વ્યંજન) કહેવાય
છે. ગુજરાતી ભાષામાં ૨ પ્રકંપી વ્યંજન છે.
✅ મર્મર વ્યંજન
👉 ઉચ્ચાર વખતે નાદતંત્રી વચ્ચે થોડી જગ્યા રહેવાથી તેમાં ઝીણો ઝીણો કંપ ઉત્પન્ન થાય અને હવા નાદતંત્રી સાથે ઘસાવાથી જે ધ્વનિ ઉત્પન થાય તેને મર્મર વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતી ભાષામાં હું મર્મર વ્યંજન છે.
✅ જોડાક્ષર :
જોડાક્ષર એટલે શું?
👉 “સ્વરની મદદ વગર વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે તેને જોડાક્ષર કહેવાય છે.”
👉 જોડાક્ષરને સંયુક્તાક્ષર તરીકે પણ ઓળખવામાં આવે છે. યુક્તાક્ષર પણ કહે છે.
👉 ગુજરાતી ભાષાના કેટલાક જોડાક્ષરો દેવનાગરી લિપિમાં લખાતા હોવાથી,ભૂલો થવાનો સંભવ
વધારે રહે છે.
👉 જોડાક્ષરમાં થતી ભૂલો નિવારવાથી ઉચ્ચારલ્સ અને લેખન શુદ્ધ બને છે.
👉 જોડાક્ષરને કારણે શ્રમ, સમય અને કાગળની બચત થાય છે.
ઉદા., પ્રકાશચંદ્ર -PRAKASHCHANDRA
👉 ઉપરના ઉદાહરણમાં અંગ્રેજીમાં ૧૪ જેટલા અક્ષરોના ઉપયોગથી લખાતા નામ માટે ગુજરાતીમાં
માત્ર પાંચ જ અક્ષરો જોઈએ છે. આ ઉદાહરણથી તમને ગુજરાતીમાં જોડાક્ષરની અગત્ય સ્પષ્ટ થશે.
Leave a Comment