ધ્વનિ, સ્વર, વ્યંજન ભાગ- 1 | Sound, vowel, consonant Gujarati

ધ્વનિ, સ્વર, વ્યંજન ગુજરતિ ભાગ- 1 ||

Sound, vowel, consonant Gujarati


ધ્વનિ એટલે શું? :

👉ધ્વનિ શબ્દનો અર્થ ‘અવાજ' એવો થાય છે.

👉ભાષાના નાનામાં નાના ઘટકને ધ્વનિ કહેવાય છે.

👉આવા ઘટકોને વ્યાકરણમાં સ્વર અને વ્યંજન કહેવાય છે.

👉 ભાષા વિજ્ઞાનમાં આવા ધ્વનિઓને વાચિક ધ્વનિઓ તરીકે ઓળખવામાં આવે છે.

👉દા.ત. ક = ક + અ
૨ = ૨+ આ
ઉપરના બંને વર્ણમાં રહેલા ધ્વનિઓ ભાષાના નાનામાં નાના ઘટકો ગણાય છે.

👉 ધ્વનિઓના ઉચ્ચારણ માટે હવાની હાજરી જરૂરી છે.

👉ફેફસામાંથી આવતી હવા શ્વાસનળીના મુખ પર આવેલ લેરિંક્સ નામના અવયવમાં ગોઠવાયેલી ઝીણી         ઝીણી રબરની પટ્ટીઓ જેવી નાદતંત્રીઓને કંપાવે છે. આ કંપને કારણે ધ્વનિઓનું ઉચ્ચારણ શક્ય બને
છે.

👉ધ્વનિઓનો ઉપયોગ કરીને ભાષા બોલવાની કળા માનવીએ શોધી કાઢેલી બાબત છે.

👉 ધ્વનિઓના ઉચ્ચારણની પ્રક્રિયાને વ્યાકરણમાં ઉચ્ચારણશાસ્ત્ર અથવા ઉચ્ચારણૂવ્યાપાર કહે છે.

👉 ભાષા એ સામાજિક દેન છે.

સ્વર એટલે શું? :

👉વ્યાખ્યા : જે ધ્વનિનો ઉચ્ચાર કરવામાં બીજા કોઈ ધ્વનિની સહાય ન લેવી પડે તેવા ધ્વનિને સ્વર તરીકે                        ઓળખવામાં આવે છે.

👉સ્વરના ઉચ્ચારણમાં હવા અવરોધાયા વિના બહાર નીકળે છે.

👉ગુજરાતી ભાષાના માન્ય સ્વરોની સંખ્યા આઠ છે. જે નીચે મુજબ છેઃ

અ, આ, ઈ, ઉં, એ, ઍ, ઓ, આ

👉ગુજરાતી ભાષાના કુલ સ્વરોની સંખ્યા ૧૧ છે.

👉 સાર્થ જોડણીકોશમાં અને લુ સહિતના કુલ ૧૩ સ્વરો દર્શાવાયા છે. અને લુ બંને નાગરી           
       વર્ણમાળાના  સ્વરો છે. તેના પરથી શરૂ થતો એકપણ શબ્દ ગુજરાતી ભાષામાં મળતો નથી. આ સ્વરો         લુપ્ત થયા છે. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાના સ્વરોની સંખ્યા ૧૧ ગણી શકાય. ગુજરાતી શબ્દો લખતી        વખતે સંવૃત-વિવૃતને સમાન ગણવામાં (સમાન રીતે લખવામાં આવે છે. અંગ્રેજી શબ્દોમાંથી જે વિવૃત            બોલાતા હોય તેમાં વિવૃતની નિશાની દર્શાવવામાં આવે છે. (દા.ત., કૉલેજ, ઑફિસ)

👉 સ્વરોની સંખ્યા બાબતેં વ્યાકરણશાસ્ત્રીઓ અને પાઠયપુસ્તકોના ખ્યાલો જુદાં પડે છે ત્યારે સાર્થ                  જોડણીકોશ મુજબ ૧૧ સ્વરોને સ્વીકારી શકાય, જે નીચે પ્રમાણે છે :

અ, આ, ઇ, ઈ, ઉ, , , , ઐ, ઓ, ઔ



હસ્વ સ્વર :-

👉જે સ્વરનું ટૂંકું ઉચ્ચારણ થાય તેવા સ્વરો ‘હસ્વ' સ્વરો તરીકે ઓળખાય છે.

👉 અ, બ, ઉં , – આ ચાર હસ્વ સ્વરો છે. હસ્વ સ્વરની મદદથી લઘુ અક્ષર બને છે. |


દીર્ધ સ્વર :-

👉જે સ્વરનું લાંબું ઉચ્ચારણ થાય તેવા સ્વરો ‘દીર્ઘ’ સ્વરો તરીકે ઓળખાય છે.

👉દીર્ઘ સ્વરની મદદથી ગુરુ અક્ષર બને છે.

👉દીર્ઘ સ્વરો સાત છે.

       અ+અ = આ
ઈ+ઈ =ઈ
      ઉ+ઉ= ઊ
     અ+ઈ =એ
     અ+એ = ઐ
     અ+ઉ =ઓ
અ+ઓ = ઔ

👉 દીર્ઘ સ્વરોને સંયુકત સ્વર, સંધિસ્વર અને સાધિત સ્વર તરીકે ઓળખવામાં આવે છે.

No comments

Powered by Blogger.