નવા વર્ષના સંકલ્પો પાઠ 12 // Nava Arcana Sanklpo - 12
નવા વર્ષના સંકલ્પો
|| Nava Arcana Sanklpo Chapter 12
નવા વર્ષના સંકલ્પો
અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા
વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા [] માં દર્શાવો:
પ્રશ્ન 1. લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો
કારણ કે ……………………………………..
(ક) લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો.
(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય.
(ગ) વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવા માટે.
(ઘ) વહેલા ઊઠીને કસરત કરવા માટે.
ઉત્તરઃ
(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ
જેટલો વધારો થાય.
પ્રશ્ન 2. ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી
ગયો, કારણ કે ……………………………………..
(ક) એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઊઠ્યું.
(ખ) ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા.
(ગ) માતા-પિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે.
(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી.
ઉત્તરઃ
(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે
રાહત થવાથી.
પ્રશ્ન 3. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી
પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે ?
(ક) સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે.
(ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.
(ગ) સંકલ્પો વિચારીને લેવાતા નથી.
(ઘ) સંકલ્પો દર બેસતાવર્ષે લેવામાં આવે છે.
ઉત્તરઃ
(ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.
પ્રશ્ન 4. લેખકના મતે સંકલ્પો પાળી શકાતા
નથી કારણ કે..
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.
(ખ) સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે.
(ગ) દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે.
(ઘ) સંકલ્પો માત્ર લેવાના હોય છે.
ઉત્તરઃ
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.
2. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
પ્રશ્ન 1. લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે ?
ઉત્તર : લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે.
પ્રશ્ન 2. વહેલા ઊઠવાથી લેખક કેટલાં વર્ષ
બચાવવા માગે છે ?
ઉત્તરઃ વહેલા ઊઠીને લેખક 50 વર્ષ બચાવવા માગે છે.
પ્રશ્ન 3. ઍલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં
સુધી ચાલ્યું ?
ઉત્તર : ઍલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.
પ્રશ્ન 4. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર
લેખકનો કયો સંકલ્પ હતો ?
ઉત્તર: લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઈન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર
હતો.
પ્રશ્ન 5.માંદગીના બહાને ચા શરૂ કરનારના
સંકલ્પનું શું થયું ?
ઉત્તર : માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહિ પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને
તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહિ.
નવા વર્ષના સંકલ્પો
સ્વાધ્યાય
શરૂઆત કરીએ
અભ્યાસ ||
Sharuaat karie
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા
વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા [] માં દર્શાવો:
(1) “શરૂઆત કરીએ” કાવ્યનું સ્વરૂપ કયું છે ?
(ક) ગીત
(ખ) ગઝલ
(ગ) ભજન
(ઘ) મુક્તક
ઉત્તરઃ
(ખ) ગઝલ
(2) “શરૂઆત કરીએ’ કાવ્યમાં કવિ કહે છે કે..
(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ.
(ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.
(ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ.
(ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ.
ઉત્તરઃ
(ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.
(3) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે ?
(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર.
(ખ) દુઃખોથી ડરી ન જાય તેવી.
(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.
(ઘ) હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી.
ઉત્તરઃ
(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો:
(1) કવિ શું મહેકતું કરવાનું કહે છે ?
ઉત્તર:
કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં. બધું મહેકતું કરવાનું કહે છે.
(2) કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ
એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે.
(3) કવિ શેને-શેને રળિયાત કરવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ ઘર, નગર અને
સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે.
1.
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1. નવા વર્ષે લેખક કયા-કયા સંકલ્પ કરે છે ?
ઉત્તર : નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે
- આખું વર્ષ વહેલા ઊઠવું.
- નિયમિત નોંધપોથી લખવી.
- આજ પછી કસરત ન કરી હોય તે દિવસે
જમવું નહીં.
- કદી ચા ન પીવી.
- હંમેશાં દોઢ કલાક કાંતવું.
- ત્રણ કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ.
- રોજ ગીતાનો એક – એક શ્લોક મોઢે
કરવો.
- પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ
રાખવો.
પ્રશ્ન 2. બેસતાવર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે ?
ઉત્તર: બેસતા
વર્ષે સામાન્યજનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ
કે નેપોલિયન થવું. તેમને જીવનનાં વર્ષો નિરર્થક સરી જતાં લાગે છે. તેથી એકદમ કંઈક
કરી નાખવું, એવા વિચાર
તેમના મનમાં આવે છે.
પ્રશ્ન 3. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા ? શા માટે ?
ઉત્તરઃ નવા વર્ષે
લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી; કારણ કે
બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યુહની જેમ એમ ને એમ
પડ્યા રહે છે.
પ્રશ્ન 4. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો.
ઉત્તરઃ આ પાઠમાંનો
એક વિનોદી ભાગ લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ
સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ
તો કર્યો, પણ એ પાળી
બતાવો ત્યારે સાચા !
આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ
ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો.
2.
પાઠના આધારે નીચેનાં વિધાનો સમજાવો:
પ્રશ્ન 1. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ.
ઉત્તર : જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઊગે કે તરત ઊડી જાય છે એમ નવા વર્ષના
સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ
અદશ્ય થઈ જાય છે.
પ્રશ્ન 2. વા વાતાં ચિડાવું ને પાન ખરતાં પીડાવું.
ઉત્તર: એક સંબંધીએ
નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત
પત્નીને કરી ત્યારે તેણે તરત જ લંગમાં કહ્યું, “તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા.” આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ વા વાતાં ચિડાવું અને પાન ખરતાં
પીડાવું’ એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચિડાઈ જતી હોય તે ક્રોધ પર કાબૂ શી રીતે
રાખી શકવાની? એ જ રીતે
પાન ખરે ને જે પિડાય એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે
જીતી શકવાની?
3.
નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો:
પ્રશ્ન 1. આત્મસુધારણા
ઉત્તરઃ દરેક
વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈ ને કોઈ સંકલ્પ કરવો જોઈએ.
પ્રશ્ન 2. અઠવાડિયું
ઉત્તરઃ અઠવાડિયું
વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહિ.
પ્રશ્ન 3. ઝળઝળિયાં
ઉત્તરઃ દીકરીને
સાસરે વળાવતાં માની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
પ્રશ્ન 4. ઉચ્ચારણ
ઉત્તરઃ દરેક
વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ.
4.
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
ઉત્તરઃ
રસ વગરનું – નીરસ
પોતાની જાતને સુધારવી તે – આત્મસુધારણા
ઇન્દ્રનું આસન – ઇન્દ્રાસન
ફરીથી જન્મ લેવો તે – પુનર્જન્મ
દઢ નિશ્ચયવાળું – દઢનિશ્ચયી
5.
નીચેનામાંથી કંસમાસ ઓળખો અને નીચે લીટી દોરો:
ઉત્તરઃ
1. મિત્રતા તો
કૃષ્ણ – સુદામાની જ !
2. ઘરમાં અહીં
– તહીં સામાન પડ્યોz હતો.
3. ઝાડ પર દસ
– બાર પંખીઓ બેઠાં હતાં.
Namste sir please tamaro contact number aapo jaruri Kam chhe
ReplyDelete