વળાવી બા આવી 11 // Valavi Ba Aavi Path - 11
વળાવી બા આવી
Valavi Ba Aavi
સ્વાધ્યાય જવાબો
Q - 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે ?
A. - વિદાયની આગલી રાત પુત્રો , પુત્રવધૂઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલોની આ છેલ્લી રાત હતી. બીજે
દિવસે તો તેમનો પરિવાર પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા.
- આથી વડીલોના ચિતમાં સ્વજનોના થનારા વીરાનું દુઃખ હતું. ઘર ખાલી થઈ જવાનું હતું સુમસામ ઘરમાં પોતાને એકાંકી જીવન
જીવવાનું હતું.
(2) વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે ?
A. વિદાય થતા ભાઈઓની પત્ની અને કવિ ‘ પ્રિયવચનમંદસ્મિતવતી’ કહી છે.
Q - 2. માગ્યા મુજબ જવાબ આપો :
*(1) બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે ? વિચારીને ચર્ચા કરો.*
A. - બા ને મૂકીને જતા ભાઈઓને બા જેવી વેદના નહીં અનુભવે કારણ કે તેમની સાથે તો તેમનું કુટુંબ છે. આથી ધંધાર્થે જતા રહેવાથી
તેઓ વ્યસ્ત રહેશે. અને અહીં બા એકલા પડી જવાના હોવાથી તેમની જેવી મન:સ્થિતિ બીજા કોઈની ન હોઈ શકે.
Q - 3. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :
*(1) સવારે ભાભીનું ………………………………….
પ્રિયવચન મંદસ્મિતવતી.*
A. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા.
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની,
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.
Q - 4. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો :
*(1) વળાવી બા આવી …………………………… પડી બેસી પગથિયે.*
A. દિવાળી વેકેશનની રજાઓમાં પોતાના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રો આવવાના હોવાથીબા નો આનંદ માતો નથી. દિવાળીના વેકેશન ના દિવસો આનંદથી પસાર થઇ જાય છે. પરંતુ દિવાળીની રજાઓ પૂરી થતા બાપુ પોતાના પરિવારોને વળાવીને આવે છે. ઘરમાં ફરી પાછી એકલતાનો અનુભવ થશે. ઘરમાં ખાલીપો જોવા મળશે. આવા વિચારોથી બા ના વિયોગની વેદના સહન ન થતા તે પગથિયે જ બેસી જાય છે.
આમ ઉપરોક્ત પંક્તિમાં માં ના વાત્સલ્ય, પ્રેમ, અને કરુણાના દર્શન થાય છે.
Q - 5. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
*(1) જનની :
રજની :
ભર્યા :
જરઠ :
નવોઢા :
A. જનની : માતા, માં
રજની : નિશા, રાત
ભાર્યા : પત્ની, વધુ
જરઠ : ઘરડાં, વડીલો
નવોઢા : નવી પરણેલી સ્ત્રી, નવવધૂ
Q - 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
*(1) નિયત :
મિલન :
મંદ :
સ્મિત :
A. નિયત * અનિયત
મિલન * વિરહ
મંદ * તીવ્ર
સ્મિત * રુદન
Q - 7. નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો :
*(1) સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને
આાવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી
નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો.
ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.*
A.
• સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
• ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
• કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને
• જવાના કાલે તો જનકજનનીની ઘર તણા
• આાવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી
• વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ :
• નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો.
• નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા
,
• ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.
• સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા.
Leave a Comment