પાઠ -૭ દેશભક્ત જગડુશા // Path- 7 Deshbhakt Jagdusha
પાઠ ૭- દેશભક્ત જગડુશા સ્વાધ્યાય નું સોલ્યુશન
Deshbhakt Jagdusha
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) જગડુશાનો પાત્રપરિચય તમારા શબ્દોમાં લખો.
A. જગડુશા કચ્છના શાહ સોદાગર હતા તેઓ પ્રજાવત્સલ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી ઉદાર દિલના હતા. જયારે આફતનો સમય આવે ત્યારે પોતાની કરેલી કમાણી અનાજના કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. જયારે રાજા વિશળદેવના રાજયમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે દુકાળના સમયમાં તાંબા પત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખારમાં બધુ અનાજ ભૂખે મારતા ગરીબ ભાઈભાડુઓનું છે. આ પ્રજા જ તેની માલિક છે એના એક એક દાણા પર જગડુશાનો હક નથી. જગડુશાની ચાળીસ વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. જગડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે.
(2) દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું ? શા માટે ?
A. દરેક વખારના તાંબાના પતરાં પર જગડુશાએ લખાવ્યું હતું કે “આ વખાર જગડુશા ની છે. પણ વખારનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈભાડુંઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી.” જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાના પતરાં પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું.
(3) દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા ?
A. દુષ્કાળને લીધે રાજાએ પ્રજા માટે અનાજના કોઠાર ખુલ્લાં મૂકી દીધા હતાં પણ વરસાદ પડ્યો નહીં ખેતરોમાં તીડ ત્રાટક્યા ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. પાનખરની જેમ માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને તળવા બાપ પોતાના દીકરાના મોમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતાં હતા. મૂઠી અનાજ માટે દીકરાને વેચી ડેટા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.
(4) રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ દર્શાવો?
A. 1. રાજા વિશળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી અને રાજધર્મ ગણે છે. 2. તેઓ પ્રજાના દુ:ખને પોતાનું ગણે છે. 3. દુકાળ સમયે રાજા પોતાની પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે પાછું આપવું એવિ વિનમ્રતા એમનામાં છે.
(5) રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા ?
A. દુકાળને કારણે પ્રજા ભૂખે મારી રહી હતી આથી- રાજાનું દિલ દ્રવી ઊઠયું એમને જગડુશા પાસેથી કઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા.
[Q - 2]. નીચેના રૂઢિપ્રયોગોનો વાકયમાં પ્રયોગ કરો.
(1) આંકડા માંડવા –
A. ગણતરી કરવી
વેપારી આંગળીના વેઢે આંકડામાંડી હિસાબ કરે છે.
(2) જીભ કપાઈ જવી
A. બોલવાની હિમંત ન હોવી.
ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ ?
(3) સાત ખોટનો દીકરો
A. ખૂબ લાડકો દીકરો
સવિતામાસીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યા.
(4) સૌ સારા વાનાં થવા
A. બધી રીતે સારું થવું.
આ વર્ષ સારા વરસાદ આવશેને તો સૌ સારા વાનાં થશે.
[Q - 3]. આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી તેના ગમવા પાછળનાં કારણો જણાવો.
(1) ગમવા પાછળનાં કારણો જણાવો.
A. 1. રાજા- રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજધર્મ છે.
જગડુશા – આપ જેવા પ્રજાવત્સલ રાજાના મોમા જ આવા શબ્દો શોભે.
આ સંવાદમાં રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ જાણે છે અને રાજાના શબ્દો સાંભળીને જગડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્યભાવની પ્રશંસા કરે છે.
2. રાજા- હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તને એક-એક દાણાના મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયાકર !જગડુશા – જે રાજાના દિલમાં રૈયતના સુખ દુ:ખનો આવો ખ્યાલ છે. તેને અનાજ જરૂર મળી રહશે.
આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિતભાવ અને રાજાને મદદ કરવાની જગડુશા તત્પરતા હદયને સ્પર્શ છે.
3. રાજા- જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં ?
જગડુશા – ચાલીસેક હશે મહારાજ !
રાજા- ચાળીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુય જીવી ગયો ! જયાં લાગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર છે. ત્યાં લાગી ગુજરાતને કોઈ આંચ આવવાની નથી !
આ સંવાદમાં જગડુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બજાવવાનો આનંદ દેખાય છે.
[Q - 4]. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો :
(1)
1. ગાડી – ગાંડી
2. હસ – હંસ
3. સાજ – સાંજ
4. ઢગ – ઢંગ
5. ભાગ – ભાંગ
6. ગજ – ગંજ
7. સત – સંત
8. રગ – રંગ
9. ઉદર – ઉંદર
10. જગ – જંગ
11. રજ – રંજ
12. આકડો –આંકડો
A.
1. વાહન - પાગલ સ્ત્રી
2. હસવું – પક્ષી
3. વાજિંત્ર – સંધ્યા
4. ઢગલો – રીતભાત
5. હિસ્સો – કેફી પીણું
6. માપ – ઢગલો
7. સત્ય – સાધુ
8. નસ – વાન
9. પેટ – મૂષક
10. જગત – યુદ્ધ
11. ધૂળ – અફસોસ
12. છોડ – રકમ
Leave a Comment