પાઠ - દીકરાનો મારનાર // Dikarano Marnar Path - 9

દીકરાનો મારનાર સ્વાધ્યાય જવાબો
Dikarano Marnar Path - 9

દીકરાનો મારનાર  સ્વાધ્યાય જવાબો  Dikarano Marnar Path - 9


Q - 1. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.


(1) દેવળીયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી ?

જવાબ. દેવળીયા ગામના લોકો ધૂળેટી માટે એકઠા થયા હતા. વચ્ચે મંદોદરખાનનો આઠ વરસનો દીકરો અને સરખે સરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં હતા. અને ધૂળેટીના દિવસે પંચરંગી છાંટણાં દીપતા હતા ધૂળેટીનો તહેવાર ઉજવવા તે ગાંડતુર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા. ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી !


(2) કુવરનું મૃત્યુ શી રીતે થયું ?
જવાબ. ગાંડા ટોળાથી બચવા અને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંઝવા માંડી જેને લીધે ધૂળની ડમરી ઉડવા માંડી આથી મહેમાનને કાઈ દેખાતું ન હતું રિડિયા રમણ ચસકા કાલાવાલા ઝાવાં અને ધૂળનો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુવરને વાગતા પડ્યા અને મૃત્યુ પામ્યા.


(3) રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો ?

જવાબ. ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરને કાઈક મળે એ હેતુથી મંદોદરખાન પાસે મદદ માગવા આવેલો પણ ગામમાં ધૈરૈયાથી બચવા તલવાર કાઢીને વીંઝી પણ ધૂળની ડમરીમાં અકસ્માતે તલવાર રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો આમ અજાણતા જ કૃત્ય થઈ ગયું છે. એ જાણીને રાજા એ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો.


(4) મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું ? શા માટે ?
જવાબ. મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો તેને લાગ્યું કે કાળ આવી પહોચ્યો છે હવે તે દોડી નહીં શકે એમ લાગતાં એને થયું કે આમેય મરવું તો છે જ તો પછી નકામા પ્રયત્ન શા માટે કરવા ? અને અત્યારે ખુલાસો કરવાનો વખત નથી એટલે મંદોદરખાન ની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી.


(5) મંદોદરખાને ગામલોકોને શું કહીને શાંત પાડ્યા ?
જવાબ. ક્રોધે ભરાયેલા ગામલોકોને મંદોદરખાને આમ કહીને શાંત પાડ્યા: આમ ગાંડા ન થવાય એણે મારા દીકરાને દીકરાને જાણીજોઈને નથી માર્યો એણે ઘરે આવા કેટલા દીકરા ભૂખે મારે છે એ જાણો છો ? કોડભર્યો એ મારે ઉબરે આવ્યો અને દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી આપણાં નસીબમાં નહીં હોય એટલે મરી ગયો, પણ મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો,બેટાની મૈયત કાઢીએ.

Q - 2. આ પાઠમાંથી લોકબોલીના પાંચ વાક્યો લખો.

(1) આ પાઠમાંથી લોકબોલીના પાંચ વાક્યો લખો.

A.
1. “કૌક ઊજળે લૂગડે મે માન વાયો આવે.”
2. “સાચું ! સાચું ! .....મે માનને રોળો !....ગોઠય માગો ! રોળો !”
3. “આજ કોનો દી ફર્યો છે ?”
4. “ભેસ્યું બધી મરી ખૂટી ..... છોકરાં છાશ – રાબ વગર રોવે છે.... નો તો આવતો.”
5. “મારી ઓળખાણ અટાણે નહીં પછી.”


Q - 3. નીચેના શબ્દોનો વાકયોમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો:


(1) (અ) પડછંદ, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતાળ , પૃથ્વી, પ્રેમ, પડકાર, પગ

A. પડછંદ કયા ધરાવતા ચારણે ધોળું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો ત્યાં જ એક પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈઓ ! કોક ઊજળે લૂગડે મે માન આવે છે. ચારણે નદીનું પાણી પીધું એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી દરબારે આવી ચારણને પુછ્યું. ‘તુ કેમ આવ્યો છે ચારણે કહયું કે દરબાર તમારા જેવો ઉદાર માણસ સાત પતાલમાં શોધતા નહીં જડે દરબારે કહયું કે પણ પૃથ્વી પર તો મળે ને ! ચારણે પ્રેમથી કહયું’ મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવતા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહિ બને.’


(2)
(બ) નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :

1. પ્રભાત -
2. જુવાન-
3. ફૂલ -
4. મહેમાન -
5. નસીબદાર –
6. સુવાસ –

A.
1. સવાર
2. તરુણા, યુવાન
3. કુસુમ, પુષ્પ
4. પરોણા, અતિથિ
5. ભાગ્યશાળી
6. સુગંધ

(3)
(ક) નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

1. ભૂંડો
2. કોરી
3. પછવાડે
4. મૂરખ
5. ઊલટો
6. પાતાળ

A.
1. સારો
2. જૂની
3. આગળ
4. શાણો, ડાહ્યો
5. સૂલટો, સીધો
6. આકાશ


Q - 4. ‘દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા’ એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંકનોંધ લખો.


(1) ‘દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા’ એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંકનોંધ લખો.

A. દરબાર મંદોદરખાનનો આઠ વર્ષના દીકરો ચારણથી મરાયો હતો. એ જાણી મંદોદરખાને તલવાર સાથે રોઝડી ઘોડી ચારણની પાછળ દોડાવી. દરબાર ત્યાં પહોચ્યા તો ચારણે પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી અંતે મંદોદરખાન ઉદારતા દર્શાવતા કહે છે: ગઢવી આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે. તે એના કુંવરને મારી નાખ્યો છે. અને આવીને તેઓ રાઈરાઈના જેવા કટકા કરશે.’ ચારણ એને ભગાડનારની ઓળખાણ જણાવવા કહે છે. ત્યારે દરબાર કહે છે.’ અરે નામ ખુદાનું ! અત્યારે નિકર નહિતર તારા છોકરા રઝળી પડશે અને ગામલોકો રોકયે રોકશે નહિ. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાડી ડ્ચકારે છે. મંદોદરખાન ગામલોકો પાસે જૂઠું બોલે છે. માળો લોઠકો આદમી! મને જીતવા ન દીધો. મારી તલવાર અને ઘોડી બેઉ લઈ ગયા.’ પણ ગામલોકો એમની વાત માનવા તૈયાર નથી. મંદોદરખાન ગામલોકોને કહયું કે લ્યો હવે જાતિ કરો. ગામલોકો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા મંદોદરખાન ‘ભાઈ એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો તો ? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મારે છે. જાણો છો? કોડ ભર્યા મારે ઘેર આવ્યો અને મર્યો એ તો ખુદાતાતાની મરજી આપણા કિસ્મતમાં નહિ હોય હાલો હાલો હવે બેટાની મૈયત કાઢીએ.









No comments

Powered by Blogger.