અઢી આના // Adhi Aana Ekam - 10

અઢી આના
Adhi Aana Ekam - 10

અઢી આના    Adhi Aana Ekam - 10



[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :


(1) સુરપુરના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી ?

A. સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડયું હતું અને સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી.

(2) લેખક જમના નદીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે ?
A. લેખકે મથુરાના તીર્થસ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ લેખક લોકો વિષે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પૂજ્ય માને છે. પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી તેઓ “જમના મૈયા કી દયા સે” બોલે છે. પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહમનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌદર્યની પ્રતીતિ થતી નથી.

(3) આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે ?
A. આ પાઠમાંથી આપણ ને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ . જીવનમાં સ્વાભિમાની રહેવું યાચનાવૃતિ રાખવી નહીં, પણ ક્યારેકના છૂટકે માગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી ક્યારેક પરિસ્થિતિ વશ નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી.

(4) ફળ વેચનારા માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો.

A. લેખકે જયારે ફળ વેચનારને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે. પણ એને માટે અઢી આના ખૂટે છે જો એ અઢી આના આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે ફળ વેચનાર માણસે કોઈપણ વિચાર વગર લેખકને અઢી આના આપી દીધા એ તેની ઉદારતા દર્શાવે છે.


[Q - 2]. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાના તમારા અનુભવો વર્ણવો.


(1) પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાના તમારા અનુભવો વર્ણવો.


A. હું અને મારા મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા. પુસ્તકાલયમાં દાખલ થતાં જ સ્ટાફના એક સભ્યે અમને સમગ્ર પુસ્તકાલયનો ટુકો પરિચય કરાવ્યો. પુસ્તકાલય સ્વચ્છ હતું. અને ત્યાનું વાતાવરણ શાંત હતું. એક બાજુ વિધાર્થીઓને વાંચવા માટે ટેબલ-ખુરશીની વ્યવસ્થા હતી. ડાબી બાજુ એ કાઉન્ટર હતું એની પાછળ સ્ટાફને બેસવાની સગવડ હતી. જમણી બાજુ બે-ત્રણ કમ્પ્યુટર હતા જેમાં પુસ્તકોની માહિતી મળી રહે છે એક સ્લીપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાથી ત્યાના કર્મચારી તરત જ એ પુસ્તક વિધાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ સુધી ઘરે લઈ જવા માટે કાઢી આપે છે. એક તરફ મુખ્ય ગ્રંથપાલની કેબિન છે. ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે . આમ પુસ્તકાલયની અમારી મુલાકાત સુખદ રહી.


[Q - 3]. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :


(1)
1. તાલાવેલી
2. અશ્રુ
3. ખુમારી
4. યાચના

A.
1. અધીરાઈ, તડપ
2. આંસુ
3. સ્વાભિમાન, ગર્વ
4. ભિક્ષા

[Q - 4]. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

(1)
1. યોગ્ય
2. મંગળ
3. ધર્મ
4. વ્યવસ્થા
5. સ્વીકાર
6. માન

A.
1. અયોગ્ય
2. અમંગળ
3. અધર્મ
4. અવ્યવસ્થા
5. અસ્વીકાર
6. અપમાન


No comments

Powered by Blogger.