પાઠ 8 આજ આનંદ // Aaj Aanand Ekam - 8
પાઠ 8 આજ આનંદ સ્વાધ્યાય નું સોલ્યુશન
Aaj Aanand Ekam - 8
[Q - 1]. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો.
(1) આ ગીત આપણાં મન આગળ કેટલાંક આબેહૂબ દ્રશ્યો ખડાં કરે છે. આવાં ચાર દ્રશ્યોની યાદી કરો.
A. 1. ખેડૂતોના માથે લીલા રંગના કસબી ફેંટા શોભી રહયાં છે. બળદોની કોટે ઘૂઘરમાળ શોભે છે.
2. વીરે શણગારેલા એના વાવણીય હીરાથી અને મોતીથી લટકતી સેરથી શોભી રહયાં છે.
3. બળદોની કોટે રાખડી બાંધી છે. વીરના લલાટ પર કુંકુમનો ચાંદલો શોભી રહયો છે.
4. ધરતી લીલીછમ બની છે નદીનો પ્રવાહ વેગથી વહી રહયો છે.
(2) ‘આવી અષાઢી બીજ’ એ વિષય પર દસથી બાર વાક્યો લખો.
A. અષાઢ માહિનામાં વરસાદ આવી પહોચે છે. આકાશમાં ઘનઘોર વાદળાં તેનો ગડગડાટ વીજળીના ચમકારા થાય છે. અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ આવે છે.
વરસાદ આવતા જ પશુ પંખીમાં આનંદ સમાતો નથી. મોર કળા કરે છે અને ટેહૂક ... ટેહૂક કરે છે. કોયલ કૂઉ ...... કૂઉ ..... અને દેડકા ડ્રાઉ .....ડ્રાઉ કરી વર્ષાને વધાવે છે.
આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ .
ઊની ઊની રોટલી ને કરેલાનું શાક
વરસાદ પડતાજ ખેડૂતો આનંદમાં આવે છે અને વાવણી કરે છે. અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ સૌ ‘આવી અષાઢી બીજ’ ગાઈને વર્ષાઋતુને વધાવે છે.
(3) નીચેના શબ્દો માટે કાવ્યમાં ક્યા શબ્દો વપરાય છે તે લખો :
1. ઉતર
2. દક્ષિણ
3. જુવાર
4. પ્રવાહ
5. ગાય
6. બળદ
A. 1. ઓતર
2. દખણ
3. જારું
4. સેરું
5. ગવરી
6. ધોરિકા
Leave a Comment