ધૂળિયે મારગ પાઠ 6 // Dhuliye Marag Path- 6

 ધૂળિયે મારગ
Dhuliye Marag Path - 6




[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.


(1) કવિના માટે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ?

A. કવિના માટે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ.


(2) કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે ? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે ?

A. 

1. કોને કીધું ગરીબ છીએ ? કોને કીધું રાંક ? 2. એમાં તો શું બગડી ગયું ? એમાં તે શી ખોટું ? 3. વચ્ચે નાનું ગામડું બેઠું, કયાં આવો છે લાભ ?

આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. અહી પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે.


(3) ‘ધૂળિયે મારગ’ એટલે શું ? આ માર્ગ ચાલવાના કયા-કયા લાભ કવિ ગણાવે છે.

A. ‘ધૂળિયે મારગ’ એટલે સાદું અને સાત્વિક જીવન તેમાં ચાલવાના બે લાભ છે.

   1. આપણાં જેવુ જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોના સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એક બીજાને ભેટીને પોતાના સુખ દુ:ખ ની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ. 2. ધૂળિયા મારગની અડખે પડખે ખુલ્લાં ખેતરો હોય ઉપર નિલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે કયાં મળવાનો ? આથી કવિ ધૂળિયો મારગ પસંદ કરે છે.


(4) કવિ પાસે શું નથી ?એની એમના મન પર શી અસર થાય છે ?

A. કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી.



[Q - 2]. જૂથમાં ચર્ચા કરો :


(1) પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ ?

A. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ જેમ કે ,

1. સવાર-સાંજ ખેતરોમાં રેલાતો સોનેરી રંગનો તડકો.

2. વસંતઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક.

3. વસંતઋતુમાં વહેતા ઝરણાનો મધુર કલરવ ધરતી પર પથરાયેલું ઘાસ ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ આકાશને મઢી દેતું સપ્તરંગી મેઘ ધનુષ્ય, મોરનું ક્લામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે.

4. વૃક્ષોની શીતળ છાયા વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો જાત જાતના ફળો વગેરે.



(2) સંતોષી નર સદા સુખી

A. મનુષ્ય પાસે જે છે તેનાથી જ જો સંતોષ માન્યો હોય તો વિજ્ઞાનની શોધો ક્યાંથી થઈ હોટ ? કુદરતે જે આપ્યું છે તેમાં સંતોષ માની આપણે બેસી રહ્યા હોત તો માનવ આજે પણ ગુફાઓમાં જીવતા આદિમાનવ જ હોત ?

સંતોષ જ આનંદનું મૂળ છે.

સંતોષ કુદરતી દોલત છે જયારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.

જયારે સંતોષ રૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે.



(3) હું માનવી માનવ થાઉં તો ઘણું

A. કુદરત આ સૃષ્ટિમાં આવનાર દરેક જીવને કઈક વિશેષતા સાથે મોકલે છે મનુષ્યમાં માનવતાના ગુણો હોય જ છે પરંતુ તેના કર્મ દ્વારા નક્કી થાય કે દાનવ બનશે કે માનવ આજે તે સારા ગુણવાળા સારા ચારિત્ર્ય અને સારા વિચારવાળો માનવી બને ને રહે તોય ઘણું છે. અને એ બધામાં જો કોઈ અજાયબી જેવુ હોય તો એ મનુષ્ય છે આપણું સૌનું લોહી લાલ છે પુજા કરવાની રીતો અલગ છે પણ માનવતાના ગુણો કે લક્ષણો તો એક જ છે તેથી જ તે માનવ બની શકે.



[Q - 3]. ઉદાહરણ માં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.


(1) ઉદાહરણ માં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.

A. નોટ-ખોટ , માલ – કાલ , સાથ- બાથ , આભ – લાભ , હેત – પ્રેત , વ્હાલ- ચાલ વગેરે



[Q - 4]. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.


(1) 1. મારગ

2. હેત

3. સોનું

4. સાથ

5. રાંકશાળા મિત્ર



No comments

Powered by Blogger.