તને ઓળખું છું, મા પાઠ 4 // Tane Olakhu Chhu , Ma Path - 4
તને ઓળખું છું, મા
Tane Olakhu Chhu , Ma
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :
(1) કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે ?
A. કવિને જયારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે. સગા-સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે ફેંકી ડે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે .
(2) તમને તમારી માતા ગમે છે. એનાં કારણો કે પ્રસંગો જણાવો.
A. મને મારી માતા બહુ ગમે છે. માતા હમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. મારુ સતત ધ્યાન રાખે છે. કોઈ મારી પર ગુસ્સો કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરિક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું સમયે પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે.
(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો ?
A. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થયનું ધ્યાન રાખીશ સેવાચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ. ભજન માટે સીડી પ્લેયર લાવીશ. લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુ:ખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ઘ્યાન રાખીશ.
(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?
A. પરકમ્મા મંદિરની તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મુર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.
[Q - 2]. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..............................તારી મમતાના ટેકે .
A. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનુ બાલ મળે છે. તારી દાસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.
(2) ઘરથી જાઉં દૂર ................કરું પરકમ્મા ..........
A. હું ઘરથી ભલે દૂર હોઉ છતાં તું મારી આંખ સામેજ હોય છે. તેવો કોણ અભાગી હશે કે જે મા ને આ રીતે સદાયે ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું.
[Q - 3]. ‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :
(1) ‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :
A. બાને ગયાં વીતી વર્ષો દશ ઉપર બે –ચાર તુજ થીથયે જુદા, તોયે મુજ હદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તુ નવ કદીયે હું દૂર ચસવા
દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સઘળું .
હજી તારી કાયા મુજનયન સામે ઝળહળે
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે
અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા.
નથી ઝાખી યૈ કૈ કઈ સહજ વાગે છ બદલી.
-મણિલાલ દેસાઈ
[Q - 4]. નીચેના પ્રશ્નોનાં ઉતર સૂચના મુજબ લખો :
(1) નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો શોધીને લખો.
A. 1. રસ્તો,પંથ
2. દુર્ભાગી, કમનસીબ
3. સર્વદા , હંમેશા
4. યાદ, સ્મૃતિ
5. તરંગ, લહેર
(2) નીચેના શબ્દોના સમાનાર્થી કાવ્યમાંથી શોધીને લખો.
A. 1. રસ્તો,પથ
2. માર્ગ
3. પીડા, વેદના
4. તરણા , તૃણ
(3) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
A. 1. સદભાગી, સુભાગી
2. વિસ્મરણ
(4) સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
A. 1. ચોમાસું
2. ટેકે
3. પામે
Leave a Comment