જુમો ભિસ્તી પાઠ 3 // Jumo Bhisti Path 3
જુમો ભિસ્તી
Jumo Bhisti Path 3
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં સવિસ્તર ઉત્તર આપો.
(1) જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતાં હતા ?
A. જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવુતી કરતાં હતા. જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યે નીકળી પડતો બધે પાણી આપ્યા પછી જુમો અને વેણુ બંને પાછા વળતાં. જુમો રસ્તામાંથી ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે ગદબ ખરીદતો. વેણુ ગદબ ખાતો. પછી જુમો સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. સાંજે વેણુ અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા.
(2) જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?
A. જુમાએ સૌપ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પછી રસ્તા જતાં બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો. તેણે ફાટકવાળાને વિનંતી કરી. પણ અંદરથી ‘ઘેર કોઈ માણસ નથી.’ એવો જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો. આમ, વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.
(3) વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સંજાવોં.
A. છેલ્લા વાક્યમાં જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ....! વેણુ....! વેણુ....!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્યમાં એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે.
[Q - 2]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર વિચારીને લખો.
(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
A. જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરત.
(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
A. પેલા બે યુવાન મિત્રો એ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.
(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
A. મને ગમતું પ્રાણી ગાય છે તેને હું લીલા ઘાસનો ચારો તથા ચોખ્ખું પાણી પીવડાવું છું. તેની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે કે તુરત જ ઉપચાર કરાવું છું. રોજ સાંજે તેણે ફરવા લઈ જાઉં છું. હું ગાઈને ખૂબ વહાલ કરું છું.
(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેના કારણો આપો.
A. વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાના કારણો મૂંગું પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. પણ જુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પટથી દૂર ફેકીને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તે ઉચિત ગણાય.
[Q - 3]. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.
(1) શ્રીમંત
A. ધનવાન, અમીર
(2) દુર્ગંધ
A. બદબૂ, વાસ
(3) કર્કશ
A. કઠોર, તીણો
(4) આનંદ
A. ખુશી, હર્ષ
(5) ગદબ
A. રજકો
(6) હાંડલી
A. હાંલ્લી, માટલી
Leave a Comment