એક મુલાકાત પાઠ 5 // Ek Mulakat Path - 5
એક મુલાકાત
Ek Mulakat
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે?
A. કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.
(2) જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃતિઓ કરશો ?
A. જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારાં વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ-બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.
(3) એક નાગરિક તરીકે તમને રાજયની કઈ બાબતો સારી લાગે છે ?
A. એક નાગરિક તરીકે મને રાજયના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.
(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?
A. 1. જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવા. 2. સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્યે ઘર પાસે કુંડા મુકવા. 3. ગ્રામપંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા. 4. શાળા-કોલેજના પટાંગણમાં વિધાર્થીઓએ વૃક્ષોરોપણ કરવું. 5. ગામમાં બાગ-બગીચા કરવા જયા ઝરણા હોય તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.
(5) તમે લીધેલા કોઈએક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.
A. આ વર્ષ અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયાં હતા. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ગૌમુખ સનસેટ પોઈન્ટ નાખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુશિખરથી કુદરતી દર્શયો જોવાનો લહાવો લીધો પછી અદ્ધરદેવીના દર્શન કર્યા. બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી. દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી જયા એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતાં મળેલા ઘનના ચરુનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે. ત્રીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા કુભારણનના મહેલના ખંડિયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.
(6) તમારા વિસ્તારમાં આવેલ જોવા લાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.
A. ઘૂઘવતાં દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. ચારે બાજુ સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું વળ તેવી કોતરણી છે. ભારતના બાર જયોતિલિંગમાં સોમનાથની ગણના થાય છે.
સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું. દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પંદર-વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો . બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી તે મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મુર્તિ છે ત્યાના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્યશાંતિનો અનુભવ થયો.
[Q - 2]. નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ લખો.
(1) રાજયના કાયદા ઘડનારી સભા
A. વિધાનસભા, ધારાસભ્ય
(2) રાજય કે દેશનું વડું મથક
A. પાટનગર , રાજધાની
[Q - 3]. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1) (અ) અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃતિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ
A. અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃતિ, પ્રવેશ , વ્યવસ્થા, સ્વચ્છ
(1) (બ) પાઠમાં ‘ઈક’ પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિ’ આવે છે. એના જેવા બીજા પાંચ શબ્દો બનાવો.
A. 1. સમાજ + ઈક = સામાજિક
2. અર્થ + ઈક = આર્થિક
3. વિજ્ઞાન + ઈક = વૈજ્ઞાનિક
4. ભૂગોલ + ઈક = ભૌગોલિક
5. સ્વભાવ + ઈક = સ્વાભાવિક
Leave a Comment