એક જ દે ચિનગારી પાઠ 2 // Ek j de Chinagaari path 2
એક જ દે ચિનગારી
Ek j de Chinagaari path 2
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર આપો.
(1) કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે ?
A. કવિ માત્ર એક જ ચિનગારી માગે છે, કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે.
(2) ‘જીવન ખર્ચી નાખ્યું’ એટલે શું કરવું ?
A. ‘જીવન ખર્ચી નાખ્યું’ એટલે નાના-મોટા કર્યો કરવામાં જીવન પૂરૂ કરી દેવું.
(3) ‘મહેનત ફળવી’ એટલે શું ?
A. ‘મહેનત ફળવી’ એટલે જીવનમાં સારા કર્યો કરવા માટે જે કાઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી.
(4) ‘જામગરી’ શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે ?
A. ‘જામગરી’ શબ્દ અહીં ‘જિંદગી’ ના અર્થમાં વપરાયો છે.
[Q - 2]. (અ) નીચે આપેલા શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દ લખો.
(1) અનલ
A. આગ, અગ્નિ
(2) વિપત
A. આફત, આપતિ
(3) ચાંદો
A. શશી, ચંદ્ર
(4) સૂરજ
A. રવિ, સૂર્ય
(5) કાયા
A. શરીર, તન
(6) લોઢું
A. લોખંડ, લોહ
[Q - 2]. (બ) નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો.
(1) મંદિર, બંદગી, કુરાન, દેરાસર, કલ્પસૂત્ર, બાઈબલ, ગુરુદ્વારા, ગ્રંથસાહેબ, ત્રિપિટક, પેંગોડા, ભગવદગીતા
A. ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાથના કરે છે. દેરાસર એ જૈનોનું ધર્મસ્થાન છે. કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઈબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે. જેમાં ગુરુનાનકના ભજનો પદો છે. ત્રિપિટક ત્રણ પ્રકારના બૌધ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે. ભગવાન બુધ્ધના મંદિરને પેગોડા કહે છે. ભગવદગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિતે શ્રીકૃષ્ણે આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે.
[Q - 3]. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો.
(1) સગડી અને આભઅટારી
A. સગડી – જીવનનું પ્રતિક છે.
આભઅટારી – આભની અટારી તારાનું પ્રતિક છે.
અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે. પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે.
(2) કયા અને માયા
A. કાયા – દેહ, શરીર
માયા – સંસારની મોહમમતા
અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહમમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે.
(3) થથરે અને ફફડે
A. થથરે – ઠંડીમાં કાયા થથરે છે.
ફફડે – ડરથી માણસ ફફડે છે.
અર્થાત ‘થથરાટ’ માં કંપવાની ક્રિયા થાય છે, ‘ફફળાટ’ માં ભયની અનુભૂતિ થાય છે.
Leave a Comment