બજારમાં પાઠ ૧ // Bajarama Path 1
બજારમાં // Bajarama
[Q - 1]. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોનાં ઉત્તર આ
(1) ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો
A. (1) સિટી મોલ (2) રેકડી (3) સ્કૂલબસ (4) રિક્ષા (5) પ્રકાશ સ્કૂલ (6) ટાવર (7) વૃક્ષો (8) પીઠડ કોમ્પ્લેક્સ (9) સીડી કોર્નર (10) આનંદ પ્રોવિસન 9 (11) બુક સ્ટોર (12) લેડિઝ ટેલર (13) ચશ્મા ઘર (14) મોટરબાઈક (15) ટેન્કર (16) 108 એમ્બ્યુલન્સ (17) પોલીસ જીપ (18) નાસ્તા હાઉસ (19) મંદિર (20) બસ સ્ટેશન (21) ઇલેક્ટ્રીક થાંભલો (22) બસ (23) પોલીસ (24) વાહનો તથા માણસોની અવરજવર (25) કા
(2) ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે ?
A. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે
(3) ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો.
A. (1) એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે. (2) ટેન્કર નો ઉપયોગ એક સ્થળે થી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે. (3) પોલીસ જીપ નો ઉપયોગ ઘટના સ્થળની વિગત તેમજ આગળની કાર્યવાહી કરવા માટે થાય છે. (4) બસ મુસાફરોને એક ગામથી બીજેગામ પહોંચાડે છે. (5) કાર કે મોટરસાઇકલ એક સ્થળે થી બીજા સ્થળે સમયસર પહોંચાડે છે. (6) રિક્ષા મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે
(4) હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો
A. હેલ્મેટ પહેરનાર અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો
(5) શહેરમાં કઈ-કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ
A. શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
(1) એમ્બ્યુલન્સ (2) હોસ્પિટલ (3) બસ સ્ટેશન (4) પોલીસ જીપ (5) નાસ્તા હાઉસ (6) શાળા (7) કરિયાણાની દુકાન વાળા કોમ્પ્લેક્સ
[Q - 2]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં
(1) ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ-કઈ વસ્તુઓ મળતી હશે
A. નીચેની વસ્તુઓ મળતી હશે.
(1) ઘઉં, ચોખા, દાળ, અનાજ, વગેરે (2) શિંગનું તેલ, તલનું તેલ, ખાદ્ય તેલ (3) ઘી (4) સૂકો મેવો (5) મરચું, હળદર, ધાણાજીરું વગેરે (6) ઘઉનો તથા ચણાનો લોટ (7) પાપડ, વડી (8) નાહવાના તથા ધોવાના સાબુ પાવડર, વાસણના સાબુ પાવડર (9) નમકીન (10) પીપરમેન્ટ, ચોકલેટ વગેરે (11) હેર ઓઇલ (12) ચા,કોફી, ચા નો મસાલો (13) જીવન જરૂરીયાત ની અનેક વસ્તુ
(2) અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતાં હસે
A. અકસ્માત સ્થળે લોકો અલગ-અલગ વાતો કરતાં હોય છે. એક કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ, બીજો કહેશે કે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થવાનો જ છે. ત્રીજો કહેશે કે બાઇક ચલાવનાર જવાનીયા બેફામ બાઈક ચલાવશે તો અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહેશે કે સારું થયું બાઈક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી, નહિતર માથું ચગદાઈ જાવ
(3) તમાર માટે ક્યાં કારણે અકસ્માત થયો હશે
A. મારા માટે રસ્તે ચાલતા મુસાફરોને બચાવવા જતાં અકસ્માત થયો હશે
(4) વાહન ચલાવતી વખતે કઈ-કઈ સાવધાની રાખવી જો
A. નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ.
(1) અવર-જવર વિસ્તારમાં ઝડપી વાહન ચલાવવું નહીં. (2) ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં (3) ટ્રાફિકના નિયમોને અનુસરવા જોઈ
(5) અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોચી હશે
A. અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યુ હશે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોચી હશે
(6) જો બસ-સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે?
A. જો બસ-સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે। ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે
(7) કમ્પ્યુટર સેન્ટર ની મુલાકાત લઈ તેનું વર્ણન કરો.
A. અમારા ઘરની પાસે પાર્થ કમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગઈ હતી. ત્યાં મે કમ્પ્યુટર માટેના જરૂરી પાર્ટસ જોયાં. એક એન્જિનિયરે મને કમ્પ્યુટરનો કોઈ ભાગ બગડી ગયો હોય તો ક્યારે ક્યો ભાગ કામ લાગશે તે વિગતવાર સમજાવ્યું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવુંમ ઈ-મેઈલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપ ની લે-વેચ પણ કરતા હતા તેમજ તેનાં દરેક પાર્ટસ મળતા હતાં
(8) રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે
A. રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિમતમાં વધારાનો અમલ થનાર છે, એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્ષીચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા પર ખાસ્સી લાંબી કતારો લાગી હશે. સૌ એકબીજા ભાવવધારા અંગે સરકારની ટીકા-ટિપ્પણી કરતાં હશે. વર્તમાનપત્રના સંવાદદાતાઑ લોકોના પ્રતિભાવો લેતા હશે
આમ, આ રીતે પેટ્રોલનો ભાવવધારો અવારનવાર થતો જ રહેશે
Leave a Comment