Anjrej Samyana Shahero, Guhadhogo Svadhayaay Solyushan

 

સા.વિ || ધો 8 એકમ-4 || અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગ || 
Anjrej Samyana Shahero, Guhadhogo || S.S ||Dhoran- 8 Ekam 4 //

Svadhayaay Solyushan

Anjrej Samyana Shahero, Guhadhogo || S.S ||Dhoran- 8 Ekam 4 //


[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.

(1) ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ક્યાં શરૂ થઈ હતી ?

A. ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ઈ.સ. 1854 માં મુંબઈમાં શરૂ થઇ હતી.

(2) અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં કોઈ પણ ત્રણ શહેરોનાં નામ જણાવો.

A. કોલકાતા, સુરત, મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ, અમદાવાદ, ઇન્દોર વગેરે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં શહેરો છે.

(3) ભારતમાં સૌપ્રથમ રેલવેલાઇન કયાં બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી ?

A. ઈ.સ. 1853 માં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી.

(4) નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું ?

A. જૂની દિલ્લીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્લીનું નિર્માણ શરૂ કર્યું હતું.


[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો.

A. – અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા.

– ઇંગ્લેંડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહઉદ્યોગની પડતી શરૂ થઈ. 

– ભારતના સુતરાઉ અને રેશમી કાપડઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહિ, ઇંગ્લેંડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુ ને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા. 

– ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ 

- ઇંગ્લેંડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેંડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. 

– આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ 

- પોલાદ, કાગળ, રસાયણ, ચામડાં કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો.

– ઇંગ્લેંડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ - પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો.


(2) અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો.

A. – પ્રાચીન સમયથી ભારતીય કાપડ - ગૃહઉદ્યોગ જગવિખ્યાત હતો. 

– ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું. 

– યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેંડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો ભારતમાં હાથવણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા. 

– ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી. 

– ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ઈ.સ. 1854 માં મુંબઈમાં શરૂ થઈ હતી. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ (ચેન્નઈ) જેવાં સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી. 

– ઇંગ્લેંડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. આથી અમદાવાદને ભારતનું ‘ માન્ચેસ્ટર ' ગણવામાં આવતું. 

– અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈ.સ. 1861 માં મે માસની 30 મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. 

– ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. 

– આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી. 

કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું. આથી આવા કારીગરોની જરૂર રહેતી. 

– આ સમયે સોલાપુર (મહારાષ્ટ્ર), મદુરાઈ (તમિલનાડુ) તેના મહત્ત્વનાં કેન્દ્રો હતાં

– અંગ્રેજ શાસન દરમિયાન કાપડવણાટનો કાપડમિલ કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

– ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. 

– આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય - ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોધોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.


(3) પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ - પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો.

A. – પ્રથમ વિશ્વ યુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો.

– જમશેદજી તાતાએ સાકચી (હાલનું જમશેદપુર) માં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ - પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. 

– નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પિગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી. 

– અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. લોખંડ - પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ.

– બેંગલુરુમાં ‘ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ' નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. 

– કૂલટી અને બુરહાનપુરમાં લોખંડ - પોલાદનાં કારખાનાં શરૂ થયાં. 

– ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીમે - ધીમે ભારતમાં ધાતુવિદ્યામાં પ્રગતિ આવવા લાગી.

– આમ આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ - પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો.


[Q - 3]. (અ) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.


(1) બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો ?

(A) ફ્રેન્ચોએ

(B) [✓] પોર્ટુગીઝોએ

(C) મુઘલોએ

(D) મરાઠાઓએ


(2) “ફૉર્ટ વિલિયમ” કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?

(A) દિલ્લી

(B) ચેન્નાઈ

(C) મુંબઈ

(D) [✓] કોલકાતા


(3) કયા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર' કહેવામાં આવતું ? 

(A) [✓] અમદાવાદ

(B) નાગપુર

(C) સોલાપુર

(D) સાંગલી


(4) કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ - પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ?

(A) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ

(B) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ

(C) [✓] ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ

(D) ઇન્ડિયન કૉમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ


[Q - 3]. (બ) જોડકાં જોડો

 અ બ 

(1) લોખંડ - પોલાદ ઉદ્યોગ        (A) કોલકાતા

(2) કાપડ ઉદ્યોગ         (B) જયપુર 

(3) ફૉર્ટ સેન્ટ જ્યોર્જ                 (C) જમશેદપુર 

(4) ફૉર્ટ વિલિયમ                 (D) અમદાવાદ 

                        (E) ચેન્નઈ

A. (1 – C) 

            (2 – D) 

            (3 – E ) 

            (4 – A)


No comments

Powered by Blogger.