Bharata ma British Shasan 1757 thi 1857 Svadhayaay Solyushan
સા.વિ || ધો-8 એકમ-2 || ભારતમાં બ્રિટિશ શાસન(ઈ.સ.1757 થી ઈ.સ.1857) સ્વાધ્યાય સોલ્યુશન
Bharata ma British Shasan 1757 thi 1857 || S.S Dhoran-8 Ekam -2 nu Svadhayaay Solyushan
[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
A. મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો હતો.
(2) ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી ?
A. ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી.
(3) કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ?
A. બકસર યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી.
(4) રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?
A. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મૂનરો હતા.
[Q - 2]. (અ) ટૂંક નોંધ લખો:
(1) બિરસા મુંડા
A. બિરસા મુંડાનો જન્મ 15 મી નવેમ્બર, ઈ.સ.1875 માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કમી મુન્ડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટાં - બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ (બહારથી આવેલા) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. તેમજ વૈષ્ણવધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા.
અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી. જેના વિરોધમાં ઈ.સ. 1895 માં વ્યાપક આંદોલન ‘ ઉલગુલાન'નું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઈલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે, છોટાનાગપુર તેમનું છે. કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું બનવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ પ્રમાણ વિશેષ હતું. ઈ.સ. 1895 માં કરવામાં આવી. બે વર્ષ બાદ ઈ.સ. 1897 માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈ.સ. 1900 માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું.
(2) રૈયતવારી પદ્ધતિ
A. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈ.સ. 1820 માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મૂનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ (ચેન્નઈ) ના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેનાં કારણો આ મુજબ હતાં
(1) જમીનનું વધારે પડતું મહેસૂલ
(2) સરકાર ઇચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી.
(3) કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તોપણ તૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું.
(3) મહાલવારી પદ્ધતિ
A. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર - પશ્ચિમ પ્રાંત અને થૉમસ મૂનરો મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈ.સ. 1872 માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર (રેકર્ડ) માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દપ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહિ પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન - વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયતતા અને સાતત્ય છિન્નભિન્ન થયાં.
[Q - 2]. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું ?
A. – આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું.
– જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો.
– જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી.
– જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડયું.
– જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા.
– સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને ‘ અન્નભંડાર ' તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું.
(2) અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી ?
A. અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ નીચે મુજબની હતી તેનો વિગતે અભ્યાસ કરીએ.
રેશમની ખેતી-અઢારમી સદીના સમયગાળા દરમિયાન પ્રવૃત્તિ ઇંગ્લૅન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઈટાલીમાંથી આવતું હતું. જો દુનિયાના નકશાની મદદથી કૅરેબિયન દેશોનાં બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને સ્થાન શોધો. ઈટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમેતેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ ઓગણીસમી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતાં રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી.
ગળીની ખેતી-ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કૅરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા.ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી : (1) ‘ નિજ ' અને (2) રૈયતી '. નિજ પ્રથામાં ઉત્પાદકો પોતાનાં હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી ’ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. કપાસ અને અન્ય ખેતી-કંપની ખેડૂતોને તે વખતે બજારભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારીપાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારીપાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા.
A. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કૅરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી.
(3) અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
A. – કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા.
– જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલ હતા.
– ઋતુ અનુસાર તેઓ ઘેટાંબકરાંનું કે ગાય - ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા ઓડિશાનાં જંગલોમાં રહેતા
– ખાંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા.
– જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારમાં વેચતા હતા.
– ખાંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાંના રંગકામ માટે કુસુંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ કરતા હતા.
– આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. (1)સ્થળાંતરીય ખેતી અને (2) સ્થાયી ખેતી.
– કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા.
- જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી.
– એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી.
આવી વિવિધ પ્રવૃતિઓ કરતા હતા.
[Q - 3]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.
(1) આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા ?
(A) [✓] બિરસા મુંડા
(B) ઠક્કરબાપા
(C) જુગતરામ દવે
(D) આમાંથી એક પણ નહિ.
(2) ભારતમાં ગળી - ઉત્પાદનની કેટલી પ્રથા હતી ?
(A) એક
(B) [✓] બે
(C) ત્રણ
(D) સંખ્યાબંધ
(3) ઈ.સ. 1820 માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?
(A) કલકત્તા (કોલકાતા) અને મુંબઈ
(B) [✓] મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ)
(C) દિલ્લી અને કલકત્તા(કોલકાતા)
(D) કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ (ચેન્નઈ)
(4) ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ?
(A) મુંડા
(B) કોલ
(C) [✓] સંથાલ
(D) કોયા
Leave a Comment