સંસ્કૃત ભાષા // Sanskrit language

 *📝 સંસ્કૃત ભાષા 📜*


💎➖સંસ્કૃત ભારત ની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. 


💎➖સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાણીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 


💎➖એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. 


*⚡સંસ્કૃત ઉચ્ચરણ અને લિપિ*


💎➖સંસ્કૃત ભારતની ઘણી લિપિઓમાં લખાતી આવી છે, પરંતુ મૂળભુત રૂપે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી ભાષા છે. 


💎➖દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. 


💎➖દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિ માં લિપ્યાંતરણ માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે: IAST અને ITRANS. શૂન્ય, એક કે અધિક વ્યંજનો અને એક સ્વર મળીને એક અક્ષર બને છે.


💎➖આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. 


💎➖આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ (વિચરતી જાતિ)ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. 


💎➖હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. 


💎➖આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.


*⚡🎗સ્વર*


💎➖આ સ્વરો સંસ્કૃત માટે આપવામાં આવ્યા છે. 


💎➖હિન્દીમાં એમનો ઉચ્ચાર થોડો અલગ થાય છે.


💎➖સંસ્કૃત માં "" બે સ્વરો નું જોડકું હોય છે અને ગુજરાતી ભાષીઓ માટે તે "અ-ઇ" એ રીતે બોલાય છે. 


💎➖આ રીતેજ "" ને "અ-ઉ" એ રીતે બોલાય છે.


💎➖એ ઉપરાંત ગુજરાતી અને સંસ્કૃત માં નીચેના વર્ણાક્ષરોને પણ સ્વર માનવામાં આવે છે:


*⚡🎗વ્યંજન*


💎➖જ્યારે કોઈ સ્વરનો ઉપયોગ ન હોય ત્યારે ત્યાં '' માનવામાં આવે છે. 


💎➖સ્વરના ન હોવાને હલન્ત અથવા વિરામથી દર્શાવવામાં આવે છે. જેમ કે ક્‌ ખ્‌ ગ્‌ ઘ્‌. 


💎➖સંસ્કૃતમાં નું ઉચ્ચારણ આ રીતે થતું હતું: જીભની ટોચ ને તાળવા તરફ ઉઠાવીને શ જેવો અવાજ કરવો. 


💎➖શુક્લ યજુર્વેદ ની મદ્યાન્હિની શાખામાં કેટલાક વાક્યોમાં 'ષ' નું ઉચ્ચારણ 'ખ' ની જેમ કરવુ એવુ માન્ય હતું. 


💎➖બોલચાલની ગુજરાતી ભાષામાં 'ષ'નું ઉચ્ચારણ સંપૂર્ણ રીતે 'શ' ની જેમ થાય છે.


💎➖ -- બોલચાલની ભાષામાં માં "રુ" ની જેમ, સંસ્કૃત માં American English syllabic / r / ની જેમ


💎➖ૠ -- ફક્ત સંસ્કૃત માં (દીર્ઘ ઋ)


💎➖ऌ -- ફક્ત સંસ્કૃત માં (syllabic retroflex l)


💎➖ॡ -- ફક્ત સંસ્કૃત માં (દીર્ઘ ऌ)


💎➖અં -- અડધો ન્, મ્, ઙ્, ઞ્, ણ્ ને માટે કે સ્વરનું નાસિકીકરણ (નાકમાંથી બોલવું) કરવા માટે


💎➖અઃ -- અઘોષ "હ્" (નિઃશ્વાસ) માટે


💎➖સંસ્કૃતમાંથી (અને ગુજરાતીમાંથી) અંગ્રેજીમાં લિપ્યાંતર કરતી વેળા ઘણા લોકો, ણ અને ળનો ભેદ નથી પારખતા. 


💎➖'ણ'ને માટે અંગ્રેજીમાં વર્ણ ન હોવાને કારણે તેનો ઉચ્ચર Nની રીતે કરવો જોઇએ, જ્યારે અંગ્રેજીમાં 'ળ'નો અભાવ હોવાથી તેનો ઉચ્ચર L કરવો જોઇએ.


💎➖આ જ રીતે 'ળ' ને ઘણા લોકો 'ડ' તરિકે ઉચ્ચારે છે, જે ખોટુ છે.



*⚡🎗વ્યાકરણ*


💎➖સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર લોકો માટે થોડું અઘરૂ છે. 


💎➖અહીં એ સ્પષ્ટતા કરવી ઘટે કે ગુજરાતી, હીન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ ભલે અધરૂ રહ્યું છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓના ઘણાખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. 


💎➖સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દ-રૂપો બનાવવામાં આવે છે, જે વ્યાકરણિક અર્થ પ્રદાન કરે છે. 


💎➖મહદંશે શબ્દ-રૂપો મૂળશબ્દના અંતમાં પ્રત્યય લગાવીને બને છે. 


💎➖એટલે એમ કહી શકાય કે સંકૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે.


*⚡🎗વૈદિક સંસ્કૃત અને કાવ્ય સંસ્કૃત*


💎➖સંસ્કૃતનું પ્રાચીનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે, જે હિન્દુ ધર્મના આદિ પુસ્તક વેદની ભાષા છે.


💎➖વૈદિક સંસ્કૃત અને પ્રશિશ્ટ સંસ્કૃત વચ્ચે ઘણુ અંતર છે. 


💎➖મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાધ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માને છે. 


💎➖રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે.


📋✍🏻

No comments

Powered by Blogger.