વિશેષણના જુદા-જુદા પ્રકારો
❇️વિશેષણના જુદા-જુદા પ્રકારો :
(૧) ગુણદર્શક વિશેષણ = પદાર્થના કે વસ્તુના જુદાજુદા ગુણોને દર્શાવે છે.
= નામ(વિશેષ્ય)નો ગુણ બતાવી તેના અર્થમાં વધારો કરે છે.
સંખ્યાદર્શક વિશેષણ : પદાર્થ કે વસ્તુની સંખ્યા(એક,બે,ત્રણ … .. ..અનંત) જેવા
ગુણો દર્શાવાય ત્યારે .. ..
ઉ દા : નવમું ધોરણ , દશમું ધોરણ
1. કુંતીના ત્રણ પુત્રો અને માદરીના બે પુત્રો.
2. મારા તાબામાં દસહજાર સામંત હોત.. .. 3. બેઉ બહેનો પિતાના રૂમમાં કંઇક કરતી હતી.
સાર્વનામિક વિશેષણ : સર્વનામ વિશેષણ રૂપે પ્રયોજાયું હોય ત્યારે.. .. ..
જેટલું = (જે +ટલ્ +ઉ) માં જે સર્વનામ છે.
જેટલું , તેટલું , કેટલું , એટલું – (પ્રમાણ)
જેવડું , તેવડું , કેવડું , આવડું -(પ્રમાણ/કદ)
જેવું , તેવું , કેવું , આવું , – (સાદશ્ય/ના જેવું)
કયો , કયું ,કઇ — (પ્રશ્ન)
1. મહામહેનતે મેં મારી ઝૂંપડી ઊભી કરી છે.
2. મારા કેસરભીના કંથ હો !
સ્વાદદર્શક વિશેષણ : જેમાં સ્વાદનાં ગુણો વિશેષ દર્શાવાતાં હોય ત્યારે .. ..
સ્વાદિષ્ટ ભોજન મોળું દહીં તાજી છાશ
ગળ્યો કંસાર મોળું શાક કડવો લીમડો
1.વરિયાળીનું મીઠું-ટાઢું હિમ જેવું શરબત પિવડાવીશ.
2.મારા જેવા ઊજળાં કપડાંવાળાને મજૂરીએ રાખવા કોણ તૈયાર થાય.
રંગદર્શક વિશેષણ : જેમાં રંગોનાં ગુણો વિશેષ દર્શાવાતાં હોય ત્યારે .. ..
પીળું પાંદડું રંગ રાતો કેસરી સાફો
લાલ ગુલાબ ગુલાબી ગાલ લીલો લીમડા
1.મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું.
2.એ દિશામાં માત્ર લાલ રંગે આજે કમાલ કરી દીધી હતી.
3.મણિકાકાને એમનો રતુંબડો ચહેરા સાથે જોવા એ એક લહાવો હતો.
4.ઇન્દ્રધનુ ! તારા રંગ ધોધામાંથી એક માંગું લીલું બુન્દ.
કર્તૃદર્શક વિશેષણ : જેમાં ક્રિયાનો ગુણો વિશેષ દર્શાવાતો હોય ત્યારે .. ..
ખોદનાર ખાનાર રંગનાર
બોલનાર મારનાર મારકણું
કરનાર સાંભલનાર વણનાર
1. વસ્તરના વણનારા,ખેતરના ખેડનારા
ખાણના ખોદનારા છઇએ.
આકારદર્શક વિશેષણ : જેમાં આકાર બાબતનો વિશેષ અર્થ દર્શાવાતો હોય ત્યારે.
ચોરસ
લંબચોરસ
ગોળ
લંબગોળ
ત્રિકોણ
સીધું
1. લંબચોરસ કબડ્ડીનું મેદાન
2.ગોળ પૃથ્વી
Leave a Comment