મીરાંબાઈ
✅ મીરાંબાઈ ✅
🔺 ઉપનામ 👉 જનમ જનમની દાસી, પ્રેમદિવાની
🔺 જન્મ 👉 ઇ.સ 1499
🔺જન્મસ્થળ 👉 કુડકી, મેડતા
(રાજસ્થાન)
🔺દાદા 👉 રાઠોડ રાવ દૂદાજી
🔺પિતા 👉 રત્નસિંહ
🔺 ગુરુ 👉 રૈદાસ
🔺 સસરા 👉 રાણા સંગ્રામસિંહ
🔺 પતિ 👉 ભોજરાજ
🔺 દિયર 👉 વિક્રમસિંહ
🔹 મીરાંએ રાણા પ્રતાપના કાકી થાય.
🔹 મીરાંએ તુલસીદાસ પાસેથી પત્ર-
વ્યવહાર કરવાની પ્રેરણા લીધી હતી.
🔹 મીરાંએ મેવાડ છોડી મેડતા ગયા ત્યાંર
બાદ વૃંદાવન અને છેલ્લે દ્વારિકામાં
પંચમહાભૂતમાં વિલીન થયાનું માન-
વામાં આવે છે.
🔹 બ.ક.ઠાકોરે મીરાંના પદોને " ત્રીજા નેત્ર
ની પ્રસાદી " કહી છે.
🔹 કવિ કલાપીએ નરસિંહ મહેતા અને
મીરાંબાઈ માટે કહ્યું છે "હતો નરસિંહ,
હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરાં "
🔹 મીરાંબાઈએ રાજસ્થાની, ગુજરાતી
અને વ્રજ ભાષામાં સર્જન કર્યું છે.
🔶 સમકાલીન રાજાઓ 👉
📌 બાબર, હુમાયુ , શેરશાહ સુરી,અકબર
📌 રાણા ઉદયસિંહ, રાણા પ્રતાપ
🔷 જાણીતું સાહિત્ય 👉
➖ નરસિંહજી કા માહ્યરા
➖ સત્યભામાનું રૂસણું
➖ ગીતગોવિંદની ટીકા
➖ મીરાંની ગરબી
➖ લે ને તારી લાકડી
➖ હા રે કોઈ માધવ લો
➖ રામ રમકડું જડ્યું રે
➖ પગ ઘૂંઘરૂં બાંધ મીરાં નાચી રે
➖ વૃંદાવન કી કુંજ ગલી મેં
➖ કૃષ્ણભકિતના પદો
*મીરાબાઈ*
👉મારવાડના મેડતામાં દાદા રાવ દુદાજી પાસે રહીને મીરાંએ આકંઠ ભક્તિરસ પીધો ને માતાએ રમવા આપેલી શામળિયાની મૂર્તિ એ પ્રેમભક્તિનું કેન્દ્ર બની ગઈ . એણે ગાયું હતું કે “ બીજાને મીંઢળ નહિ રે બાંધું ” છતાં વડીલોની ઇચ્છાને વશવર્તી તેને ચિત્તોડના રાણા સંગ્રામસિંહના પાટવીકુંવર ભોજરાજ સાથે પરણાવી દેવામાં આવી .
👉ચિત્તોડના રાજવી શૈવભક્ત કુટુંબમાં સંસારી નજરે રાજરાણી બની , છતાં 'મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ' માનનાર મીરાં તો ‘ પગ ઘૂંઘરું બાંધી ' , નાચતી ગાતી જ રહી . પણ સાસરિયાના રાજકુટુંબને આમ ‘લોકલાજ ખોવી' ન જ ગમે એટલે આ કૃષ્ણભક્તિનો કુછંદ છોડાવવા તેમણે વિવિધ ઉપાયો કર્યા .
👉રાણાએ મોકલેલા વિષના પ્યાલાનેય મીરાં તો અમૃત ગણી ગટગટાવી ગઈ . જાતજાતની સતામણીને કારણે તેની સહન શક્તિની હદ આવી ગઈ . સાસરિયા સાથેના ક્લેશના અને કચવાટના પ્રસંગોને કારણે મીરાં મેવાડથી હવે કંટાળ્યાં હતાં . જીવનના ભયથી નહીં , પરંતુ ભક્તિમાં વારંવાર પડતા વિક્ષેપથી . આમ એણે કૃષ્ણ ન છોડ્યો પણ મેવાડ છોડ્યો . ગઈ એ વ્રજભૂમિમાં વૃંદાવનમાં પ્રવાસના ને જીવનના મારગે ઉરના ઉમળકામાંથી જાગ્યાં તે ગીતો ગાતી . એણે નથી રચ્યો મહાગ્રંથ - ન મહાકાવ્ય રચ્યાં છે , પણ રચ્યાં છે ત્રણસોએક પદો , પણ હૃદયમાંથી જાણે સીધાં જ પ્રગટેલાં આ ગીતોની અજબ મોહિનીએ – એની પ્રેમલક્ષણા ભક્તિએ ગોપીહૃદયનો સાક્ષાત્કાર કરાવ્યો .
👉મીરાંના પદો મધ્યકાલીન ગુજરાતી ભાષાનું અનોખું આભૂષણ છે – આભરણ છે . તેનાં પદોએ ખાસ કરીને ગુજરાતી - રાજસ્થાની પ્રજા પર તો વિશેષ કામણ કર્યું છે . મેવાડમાં મીરાંનો સંપ્રદાય ચાલે છે . કૃષ્ણ - મીરાંની મૂર્તિઓ એકસાથે પૂજાય છે . મીરાંએ કંઈક અંશે રાધાનું પદ છીનવી લીધું છે .
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
( માહિતી સ્ત્રોત = જોરાવરસિંહ જાદવ નું પુસ્તક )
*^*^*^*^*^*^*^*^☆*^*^*^*^*^*^*^
Leave a Comment