વાવ વિષે માહિતી
👉 વાવ વિષે માહિતી
♨️ગુજરાતમાં વાવ (વાપી) નિર્માણનો ઉલ્લેખ લગભગ ૧૦મી સદીથી મળે છે. એકબાજુથી ઉતરવાના પગથિયાં હોય તેને વાવ કહે છે.
♨️આર્થિક દૃષ્ટિએ વાવ બાંધકામ કરાવવા કરતા કૂવો બાંધવો સસ્તો પડે છે, તેથી જ કહેવાય છે કે ‘પાંચ કૂવા બરાબર એક વાવ’ લોકવાયકા છે કે જ્યાં સુધી વાવ હોય ત્યાં સુધી પુણ્ય તપે કેટલીક વાવ ભૂગર્ભ મહેલ જેવી હોય છે.
♨️તેમાં કૂવાને તળિયેથી બે-ત્રણ માળ બાંધી મથાળે ઘુમટ રચેલો હોય છે. વાવનું કેન્દ્રસ્થાન કૂવો હોય છે.
💠વાવના સાત પ્રકાર છે.
★(૧) એક મુખી - નન્દાવાવ
★(ર) બે મુખી-ભદ્ર વાવ
★(૩) ત્રી મુખી-જયા વાવ
★(૪) ચાર મુખી-વિજ્યા વાવ
★(પ) બત્રીસ હાથ લાંબી-દીર્ધિકા વાવ
★(૬) ભોલરી વાવ - અંદરના પહોળા ભાગ વાળી
★(૭) જીવતી વાવ-અખૂટ પાણી વાળી.
🔆વઢવાણની માધા વાવ, અડાલજની વાવ, મોઢેરાની વાવ, અમદાવાદની નલિકસાબાની વાવ, પાટણની રાણી વાવ, પાવાગઢની ગેબલશાની વાવ, ચાંપાનેરની સદનશાહની વાવ, વડોદરાના સેવાસી ગામે સેવાસીની વાવ, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડની વાવો પ્રખ્યાત છે.
🌀કૂવા અને વાવ વચ્ચે ફરક એટલો છે કે કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે જ્યારે વાવમાં ઉતરવા માટે પગથિયા હોય છે.
🧣ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી.??
➡️ મદુરાઈ
🧣'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા ગાંધી સાથેના અનુભવો વર્ણવ્યા છે.??
➡️ ડી.જી.બિરલા
🧣સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું.??
➡️ ગંગાબેન મજમુદાર
🧣મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે.??
➡️ યમુના
🧣ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી.??
➡️ ગાંધી દર્શન ટ્રેન
🧣જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા.??
➡️ ગુરુ અર્જુનદેવને
🧣ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી.??
➡️ ગુરુ તેગબહાદુર
🧣મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે.??
➡️ મણિભવન
🧣કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે.??
➡️ વિનોબા ભાવે
🧣ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા.??
➡️ ગીતા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Leave a Comment